જલ્સા કરોને જેંતીલાલ

સાવરણીના આ ઉપાયો તમને તુરંત બનાવશે ધનવાન, જાણો નવી સાવરણી કયા વારે ઘરમાં લાવવી ગણાય છે શુભ

દરેક ઘર અલગ હોય છે, ઘરની બનાવટ અલગ અલગ હોય છે, ઘરમાં ફર્નીચર અગલ હોય છે. ઘણા ઘર એકબીજાથી દેખાવમાં તો સરખા હોય છે પરંતુ તે અંદરથી તો અલગ હોય છે. દરેક વ્યક્તિ પોતાના સપનાના ઘરને મહેલની જેમ શણગારે અને સાચવે છે. ઘરને વર્ષોવર્ષ સુધી રુડું રુપાળુ રાખવા માટે ઘરમાં ગૃહિણીઓ સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખે છે. આ એક વાત છે જે દરેક ઘરની સરખી હોય છે. જી હાં દરેક ઘરમાં સાફ સફાઈ નિયમિત થાય છે અને આ કામ રોજ સવારે કરવામાં માટે સૌથી પહેલા હાથમાં લેવામાં આવે છે સાવરણી.

image socure

રોજ સવારે સૂર્યોદય થાય તે પહેલા પથારીનો ત્યાગ કરી અને ઘરની મહિલાઓ વાસી કામ પહેલા કરે છે જેમાં સાવરણી કાઢવી સૌથી મુખ્ય કામ હોય છે. સ્વચ્છતા સ્વાસ્થ્ય અને ધાર્મિક બંને દ્રષ્ટિએ ખૂબ મહત્વની હોય છે. સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વાત તો તમે સાંભળી જ હશે અને સાથે જ સાંભળ્યું જ હશે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજીનો વાસ થાય છે. તેમાં પણ વધુ એક ખાસ વાત તમને જણાવી દઈએ કે ઘરને સ્વચ્છ રાખવાનું સાધન એટલે સાવરણી પણ ખૂબ કામની અને પવિત્ર વસ્તુ ગણાય છે.

image soucre

જી હાં સાવરણીને જો તમે તુચ્છ અને કચરો કાઢતી વસ્તુ ગણી જ્યાં ત્યાં ઉડાવતા હોય તો પણ તમારા ઘરમાં લક્ષ્મી ટકશે નહીં. જો તમારે ધનવાન બનવું હોય તો સાવરણીનો અનાદર કરવો જોઈએ નહીં. સાવરણી ભલે ઘરનો કચરો સાફ કરતી હોય પણ તેને સાચવવી પણ ખૂબ જરૂરી છે. જો તમે સાવરણીને ફેંકો છો તો તેનાથી લક્ષ્મીજી પણ નારાજ થાય છે.

image socure

સાવરણીને મોટાભાગના લોકો સાવ સામાન્ય વસ્તુ ગણતા હોય છે. તેથી તેના વિશે જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય છે તેને પણ ધ્યાનમાં લેતા નથી. જેમ કે સાવરણી નવી લેવી હોય તો કયા વારે લેવી જોઈએ. સાવરણી જે જૂની થઈ ગઈ છે અને ચાલે તેમ નથી તો તેને ક્યારે અને કેવી રીતે ફેંકવી જોઈએ વગેરે વગેરે..

image socure

તો ચાલો સૌથી પહેલા તો જાણી લો કે ઘરમાં નવી સાવરણી લેવી ક્યારે ઉત્તમ રહે છે. જો તમારા ઘરમાં સાવરણી નવી લેવાનો સમય આવ્યો છે તો તેને શનિવારે સાવરણી ખરીદવી જોઈએ. સાથે જ જૂની સાવરણી પણ આ જ દિવસે એટલે કે શનિવારે ઘરમાંથી બહાર ફેંકવી જોઈએ. સાવરણીને ક્યારે શુક્રવારે ઘરમાંથી કાઢવી નહીં.

image soucre

આ સિવાય સાવરણીને ક્યારેય એવી રીતે ન રાખવી કે તેના પર સીધા જ કોઈની નજર પડે, સાવરણી ઊભી પણ રાખવી જોઈએ નહીં. સાવરણીને પગ પણ મારવો જોઈએ નહીં. જૂની સાવરણી શનિવારે ઘરમાંથી બહાર ફેંકવી પણ ક્યારેય તેને સળગાવવી જોઈએ નહીં.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version