આપણે ત્યાં એક બે કહેવત વારંવાર બોલાતી હોય છે કે સૌથી મોટી વગ એટલે કે લાગવગ અને સૌથી મોટી ખાણ એટલે કે ઓળખણ. પરંતુ હાલમાં એક એવો કિસ્સો બન્યો છે કે જેમાં આ કહેવત સાચી પડી છે. તો આવો જાણીએ કે શું બન્યૂ. લોકડાઉન બાદ આઇપીએલ શરૂ થતાંની સાથે બુકી તેમ જ સટોડિયાઓ માટે જાણે કોઇ તહેવાર આવ્યો હોય તેવો માહોલ છે. આર્થિક મંદીની વચ્ચે પણ આઇપીએલમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાઇ રહ્યો છે.
ઉચ્ચ અધિકારીઓ ભલામણ કરતાં છોડી દેવા પડે

આ બધા ધંધાને રોકવા માટે સટોડિયાઓ અને બુકીઓને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ અલગ અલગ જગ્યાએ રેડ કરી રહી છે. પોલીસની ટીમ બુકીઓને પકડવામાં સફળ પણ જાય છે પરંતુ ઊંચી વગ ધરાવતા બુકીઓ માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભલામણ કરતાં આખરે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ છોડી દેવા પડી રહ્યા છે અને ફરજમાં આવે છે.
પીઆઈ થયા નારાજ

વાત છે બે દિવસ પહેલાંની કે ત્યાકે ક્રાઇમ બ્રાંચમાં એક બુકીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે ઉપરી અધિકારીની ભલામણને કારણે તેને છોડી દેવાતાં પીઆઇ નારાજ થયા હતા. પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાંચના એક પીઆઇની ટીમે બે દિવસ પહેલાં બાપુનગર વિસ્તારમાંથી એક બુકીની અટકાયત કરી હતી. બુકી મોબાઇલમાં આઇડી મારફતે ક્રિકેટ સટ્ટો રમાડતો હતો. જેથી ક્રાઇમ બ્રાંચે આધારભૂત માહિતીને આધારે તેને ઝડપી પાડ્યો હતો. બુકી સારી વગ ધરાવતો હોવાને કારણે પોલીસે તેના પર કેસ કર્યા વગર છોડી મુક્યો હતો. બુકીની અટકાયત કરીને તેને ક્રાઇમ બ્રાંચમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં થોડાક સમય બાદ ક્રાઇમ બ્રાંચના ઉચ્ચ અધિકારીએ પીઆઇને ફોન કરીને છોડી મૂકવાની ભલામણ કરી હતી.
ઘટનાને પગલે સર્જાયો વિવાદ

ઉપરી અધિકારીની સૂચના હોવાને કારણે પીઆઇ અને તેના સ્કવોડે બુકીને છોડી મુક્યો હતો. અધિકારીના ફોન બાદ પીઆઇ નારાજ થયા હતા. જેના કારણે વિવાદ સર્જાયો હતો કે મહેનત કરીને ગુના ડીટેક્ટ કરવામાં આવે છે અને ઉપરી અધિકારીઓના ફોન આવતાં તેમને છોડી મૂકવામાં આવે છે. ત્યારે આવી ઘટના બનતા પોલીસ સ્ટાફને પણ ગુસ્સો આવ્યો હતો કે માંડ માંડ મહેનત કરીને ગુનાખોરોને પકડવામા આવે છે પરંતુ આવા અધિકારીઓના કારણે બધી જ મહેનત પર પાણી ફરી વળે છે. ત્યારે લોકોમાં પણ આ કિસ્સો સામે આવતા આવા અધિકારીઓ પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ