સૌથી ઓછી ઉમરની અને મધ્યમ વર્ગની આ દેખાવડી છોકરી બની ૨૦૦૦ કરોડના બોઇંગ-૭૭૭ વિમાનની પાયલોટ !! Inspiring Story

તમને યાદ હશેકે બચપણમાં જયારે આકાશમાંથી જોરદાર આવાજ આવે ત્યારે આપણે આકાશ તરફ ઉત્સુકતાથી જોવા લાગતા અને આપણને એરોપ્લેન દેખાતું અને આપણે તેપ્લેનને શક્ય હોય ત્યાં સુધી જોઈજ રહેવાની કોશિશ કરતારહેતા,તે સમયે એરોપ્લેન અંગે ઘણા બધા સવાલો આપણા મગજમાં આવવા લાગતા.જેમકે તે કઈ રીતે ઉડે છે? તેનો ઉડાણ નો માર્ગ કેવો હોય છે?તેને કોણ ઉડાડે છે?અને અંતે એક વિચાર એપણ આવતોકે એક દિવસ આપણે પણ આરીતે એરોપ્લેન ઉડાડીશું.આંધ્રપ્રદેશના વિજયવાડામાં રહેતી એનીદિવ્યા નામની એક નાની બાલિકાપણ એરોપ્લેનને ઉડતું જોઈ આમજ વિચારમાં સરી પડતી.

તેના મગજમાં પણ આજુદા પ્રકારની ઉડતી ચીજને જોઈને ઘણા બધા વિચારોઆવતા,બસ ત્યારથી તેણે એક સ્વપ્ન સેવેલકે પોતે પણ આએરોપ્લેન નામની વસ્તુને ખુદ જાતે ઉડાડશે, ખુલ્લાઆકાશની સફર કરશે. પોતાનું સ્વપ્ન પૂરું કરવાનાઅતુટ સંકલ્પના માર્ગમાં એની સામે અગણિત મુશ્કેલીઓ હતી,પરંતુ તેણે હાર નામાની.તેની હિમત, વિશ્વાસ અને સંકલ્પના ફળ સ્વરૂપે એનીદિવ્યા આજે વિશ્વની સૌથી ઓછી ઉમરની બોઇંગ-૭૭૭ જેવા મહાકાય વિમાનને ઉડાડનાર મહિલાકમાન્ડર છે. તે કાયદાશાસ્ત્રની પોસ્ટ ગ્રેજુએટ પણ છે, અને તેણીને કવિતા લખવાનો પણ શોખ છે.

A post shared by Anny Divya (@pilot_annydivya) on

તમને વિશ્વાસ નહિ બેસે પરંતુ આજ સુધી એની લગભગ ૩૦ જેટલી ઉર્દુ કવિતાઓ લખી ચૂકી છે.એક મહિલા હોવા છતાં પુરુષોના વર્ચસ્વ વાળા વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર એનીદિવ્યા વિશ્વની મહિલાઓ માટે પ્રેરણા સમાન છે, કારણ કે ભારતમાં જયારે ૧૫% મહિલાઓ પાયલટ છે, અને વિશ્વ સ્તરેતો પરિસ્થિતિ વધારે વિકટ છે, કારણકે તેમાતો આઆંકડો માત્ર ૫%જ છે. આસંજોગમાં એનીદિવ્યાની આસફળતા એક નવો ઈતિહાસ રચશે.

A post shared by Anny Divya (@pilot_annydivya) on

એનીનો જન્મ પઠાનકોટમાં એકમધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેણીના પિતા સેનામાં નોકરી કરતા હોવાને કારણે તેમનું સ્થાનાંતર એક સ્થળેથી બીજા સ્થળે એનેકવાર થતું રહેતું. તેથી એની ઘણીજ નાની હતી ત્યારે તેના પિતા હૈદરાબાદના વિજયવાડા (હાલનાઆંધ્રપ્રદેશ)માં આવીને વસેલ.ત્યારથી આકાશમાં ઉડતા વિમાનોને જોઈને એનીએ વિચારેલકે એક દિવસ હું પણ વિમાનને ઉડાડીનેજ જંપીશ.પાયલટ બનાવાનો તેનો ઉત્સાહ એટલોબધો હતોકે તે રમકડામાં પણ એરોપ્લેઇનજ પસંદ કરતી.

A post shared by Anny Divya (@pilot_annydivya) on

૧૭ વર્ષની વયે પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યાબાદ તેણે પોતાના માતા-પિતા સમક્ષ પાયલટ બનવાની ઈચ્છા વ્યકત કરી,આ શિક્ષણમાં ઘણોજ ખર્ચ થતો હોવાનું જાણતા હોવા છતાં તેઓએ પોતાની પુત્રીના સ્વપ્નને સાકાર કરવાનું વિચાર્યું.

“વિજયવાડામાં કોઈ પણ પાઇલટ બન્યું નહતું, તે સમયે ઘણાજ લોકો એ મારા પેરેન્ટસને કહ્યું આટલી નાની ઉંમરમાં દીકરીને બહાર શા માટે મોકલો છો? આતો છોકરીછે તેના પાછળ આટલા પૈસા કેમ ખર્ચો છો? અને આમ પણ પાયલટતો છોકરાઓ જ બનતા હોય છે, વળી આ વ્યવસાયમાં તેને નોકરી મળીજ જશે તેવું કઈ જરૂરી નથીજ? આવી ઘણીજ વાતો મારા પેરેન્ટસને કહેવામાં આવી, પરંતુ તેઓએ બધીજ વાતોને એકબાજુ હડસેલી અને મારા સ્વપ્ન પર વિશ્વાસ મુક્યો અને મને પાયલટ બનવા મોકલી દીધી.” એનીદિવ્યા

A post shared by Anny Divya (@pilot_annydivya) on

માતા-પિતાના સમર્થન સાથે એની પોતાના સ્વપ્નના ઉડાન પર નીકળી પડી.તેણીએ ઉત્તરપ્રદેશની પ્રતિષ્ઠિત ઇન્દિરાગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીમાં પ્રવેશ લીધો.ઉત્સાહિત એની સમક્ષ પ્રવેશ પછીજતો ખરી ચેલેન્જો હતી.એની કહે છેકે તેણીનો અભ્યાસતો તેલુગુ અને હિન્દી માંજ થયો હતો,અંગ્રેજીતો તેમાત્ર એક વિષય તરીકેજ ભણી હતી,તેથી પોતે અંગ્રેજી સારી રીતે બોલી પણ શકતી નાહતી,અને આક્ષેત્રમાં અંગ્રેજીની જાણકારીતો અનિવાર્ય હતી.મારા નબળા અંગ્રેજીને કારણે લોકો મને ઘણી વાર ચીડવતા પણ ખરા.

A post shared by Anny Divya (@pilot_annydivya) on

બધીજ મુશ્કેલીઓ છતાં દિવ્યા હિંમત નહારી.તેપોતાના સહઅભ્યાસીઓ તથા સિનિયર્સને કહેતી-“તમો મારી મજાક ભલે ઉડાઓ પરંતુ મહેરબાની કરીને હુંજે કઈ ખોટું બોલતી હોઉં,તેને સાચી રીતે કઈ રીતે બોલાય તેપણ મને શીખવતા રહો”નાના શહેરની છોકરી હોવાને કારણે દિવ્યાની સામે મુશ્કેલીઓ એટલી બધી કઠીન હતીકે તેણી કોઈવાર પોતાને ખુબજ નિસહાય અનુભવતી,પરંતુ પોતાના પરિવારને આમુશ્કેલીઓ કહેતી નહિ,કારણ કે તેણી પોતાના પરિવાર વાળાઓને ચિંતામાં મુકવા માંગતી નહતી.

A post shared by Anny Divya (@pilot_annydivya) on

“જયારે પણ કોઈ પરિસ્થિતિ વિકટ બની જતી તોમારા કુટુંબીજનો કહેતાકે- નાથઇ શકતું હોઈ તોતું ઘરે પરત આવી શકે છે, આ ઘર તારે માટે સદૈવ ખુલ્લુજ છે,બસ આજ મારા માટે ઘણીજ મોટી વાત હતી જે મને હિમ્મત આપતી હતી અને હું મારી મંઝીલ તરફ આગળ ચાલવાલાગી હતી.મારી માં મને હંમેશા કહેતી કે જોતું પરત આવી જઈશ તો તારે નવી જગ્યાએ પણ સંઘર્ષતો એકડેએકથી શરુ કરવો પડશે,જયારે તું અત્યારે જ્યાં છે ત્યાતો થોડો-ઘણો સંઘર્ષતો કરી ચૂકી જ છે.”-

એનીદિવ્યા એકેડમીમાં ઘણાજ લોકો એવા હતાકે જે -ડગલેનેપગલે એનીનો આત્મવિશ્વાસ ડગમગાવવાની કોશિશો કરતા રહેતા,પરંતુ પરિવારનો સાથ અને શિક્ષકોના પ્રોત્સાહન એનીને હંમેશા પોતાના પાયલટ બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા પ્રેરણા આપતા. સંઘર્ષોએજ તેણીને એક સફળ પાયલટ બનાવવામાટે તેયાર કરી હતી.કેન્ફોલીઓઝ સાથે ખાસ વાતચીત દરમ્યાન ટ્રેનીગના દિવસોને યાદ કરી એની કહે છે-“ હુંએક મધ્યમ પરિવારની યુવતી છું, મેં એરોપ્લેઇનને તોમાત્ર ઉડતુંજ જોયેલ કદિપણ તેમાં બેસીને મુસાફરી કરીના હતી,અને જયારે પોતે તેમાં બેઠી ત્યારે સીધીજ પાયલટની સીટ પર બેઠી.

તેથી મેં જયારે પહેલીજ વખત પ્લેન ઉડાડ્યું ત્યારે હું ખુબજ ઉત્સાહિત હતી,આકાશમાં ઉડાન ભરવાનું મારું સ્વપ્ન પૂરું થતું જોવાનું મારે માટે અતિરોમાંચિત હતું.

A post shared by Anny Divya (@pilot_annydivya) on

એની પહેલા ઉડાન પછી જયારે જમીન પર આવી ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહતો.એવી ખુશી કે જેને કોઈ શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય જ છે.૧૯ વર્ષની નાની આયુમાં પોતાની ટ્રેનીગ પૂરી કર્યા બાદ તેને પોતાની આવડતના જોરે એર-ઇન્ડિયામાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો.તે દરમ્યાન તેણી સ્પેન ટ્રેનીગ માટે ગઈ,ત્યાં તેણીને પહેલીવાર બોઇંગ ૭૩૭ની ઉડાનનો કાર્યભાર સોપવામાં આવ્યો.સફળતાનો આ સિલસિલો અવિરત ચાલતોજ રહ્યો,બે વર્ષ પછી એનીદિવ્યા લંડન ટ્રેનીગ માટે ગઈ,અને ત્યાં તેણીને તેની આવડતની કુશળતાના દમ પર પહેલીજ વાર બોઇંગ ૭૭૭ જેવા મોટા યાત્રી વિમાનની કમાન સોપવામાં આવી.આ સૌથી ઓછી ઉમરની કમાંડર એનીદિવ્યા માટે ટર્નિંગપોઈન્ટ હતું.

A post shared by Anny Divya (@pilot_annydivya) on

એનીએ મહિલાઓ માટે એક ઈતિહાસ રચી આયુગની એક ઉંચી ઉડાન ભરી,અને આ રીતે ટીકાકારોજે તેણીને એક નાના શહેરની છોકરી તરીકેના ટોણા મારતા,તેઓને મુહતોડ જવાબ આપ્યો.પોતાની સફળતા અને ટોચ પર પહોચી તેનું શ્રેય તેણી પોતાના માતા-પિતા અને શિક્ષકોને આપે છે.૧૭ વર્ષની નાનકડી વયે પોતાના સ્વપ્ન તરફ પગલાં માંડવાવાળી એનીને વિશ્વની સૌથી નાની પાયલટ બનતી કોણ રોકી શકે.

એનીદિવ્યા યુવાનોને એસંદેશઆપવા માંગે છે કે-“હાર ના સ્વીકારો, સંઘર્ષોનો સામનો કરો, યુવાન હોય કે યુવતી પ્રતિભા તો દરેકમાં હોયજ છે. કોઈ પણ સંજોગમાં તમારા આત્મવિશ્વાસને ઓછોના કરો, અને તમારા સ્વપ્ન તરફ આગળ વધતા રહો,અને અત્યંત જરૂરી વાત એછેકે-સફળતાના શિખર પર પહોચ્યા પછી પણ તમારા આધાર, તમારી શરૂઆતના દિવસો કદીના ભૂલો. આજે પણ મને કોઈ પૂછેકે તમે કયાંથી છો? તો હું ગર્વથી કહું છું કે”હું ભારતના એક નાના શહેર વિજયવાડાની છું.”

A post shared by Anny Divya (@pilot_annydivya) on

જયારે એનીને લોકો તેણીના અનુભવો અંગે સવાલો પૂછે છે,તોતે બહુજ સહજ રીતે પોતાના ઇનસ્ટાગ્રામ કે ફેઈસબુકના પેઈજ પર દરેક સવાલો વાંચી અને જવાબ આપે છે કે જેનાથી અન્ય લોકોને માર્ગદર્શન મળી રહે. એનીની સફળતા જોઈ એવું અવશ્ય કહી શકાય કે-“જ્યાં ચાહ છે ત્યાં રાહ મળે જ છે.”

”જ્યાં મન છે ત્યાં મારગ છે.”

તેથી જ એક કવિ એ સરસ લખ્યું-

“કદમ હોય અસ્થિર જેનાં,તેને રસ્તો નથી મળતો,

અડગ મનનાં માનવી ને, હિમાલય નથી નડતો.”

આપની પ્રતિક્રિયા નીચેની કોમેન્ટ બોક્ષ આપી શકો છો,અને આ પોસ્ટ ને ચોક્કસ શે’ર કરો.