સાબરકાંઠાનું આ વૃક્ષ છે સૌથી મોટું , તેના વિશે વાંચીને બની જશો અવાક…

સાબરકાંઠાના વિજયનગરમાં એક એવુ પણ વૃક્ષ છે જેનુ થડ બાથ ભરવા માટે એક બે નહી પણ પુરા તેર લોકોની જરૂર પડે છે. આફ્રીકમાં વિશેષ જોવા મળતા આ વૃક્ષ ગુજરાતમાં ત્રણ જ ઝાડ છે જેમાં સૌથી વધુ પુરાણુ અને સોથી મોટુ થડ ધરાવતુ રુખડાંનુ ઝાડ વિજયનગરના પાલ ગામે આવેલ છે અને જ્યાંથી હવે રાજ્યનો વન મહોત્સવ મુખ્યપ્રધાનના હસ્તે પ્રારંભ કરાશે

આ વૃક્ષને સામાન્ય વૃક્ષ તરીકે જોવામાં આવતુ નથી પણ તેને કલ્પ વૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે. વિજયનગરના પાલ ગામે આવેલ આ કલ્પવૃક્ષનુ મુળ નામ રુખડો છે. આ રુખડાંના ઝાડની વિશેષતાઓ અને તેની જાતીની ગુજરાતમાંથી નામશેષ થવાને આરે હોવાને લઇને હવે ગુજરાત સરકાર દ્રારા તેને વિરાસત વૃક્ષ તરીકે ઓળખ અપાઇ છે.

પાલ ગામે આવેલા આ રુખડાંના ઝાડની વાત કરવામાં આવેતો તેનુ થડ પુરા દશ મીટરથી પણ વધુનો ઘેરાવો ધરાવે છે અને તેને બાથ ભીડવા માટે થઇને એક માણસનુ તો જાણે કે કામ જ નથી થડને બાથે ભરવા માટે થઇને એક બે નહી પણ પુરા તેર લોકોની જરુર પડે છે.

આ રુખડાંના ઝાડને ફરતે વન વિભાગના તેર લોકોએ માનવસાંકળ રચી ત્યારે તેના થડને ચોતરફથી બાથ ભીડી શકાઇ છે. તો વળી રુખડાનુ આ ઝાડ પણ સવા બસ્સો વર્ષ જુનુ પુરાણુ છે અને હજુ પણ અડીખમ છે અને હજુ પણ કેટલાક દાયકાઓ તે વટાવશે. સ્થાનિક લોકો માં રુખડાને વિરાસત જ નહી પણ વારસાના જતન સમુ પણ માનવામાં આવે છે નિસંતાન મહીલાઓ માટે આ રુખડાંનુ ફળ એ ખરેખર જ કલ્પવૃક્ષના ફળ સમાન માનવામાં આવે છે ગર્ભની ગરમીને માટે અકસીર રુખડાંનુ ફળ અનેક મહીલાઓ માટે આશિર્વાદ સમાન છે તો બાળકો માટે પણ જુની ઉધરસને રુખડાંની છાલ પણ દવા થી કમ નથી માનવામાં આવતી.

હીના પટેલ ફોરેસ્ટર પીએસઆઈ,હિમતનગર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વૃક્ષ ને રુખડા તરીકે ઓળખવામાં આવે છે આ વૃક્ષનું થડ દશ મીટરથી વધુ ઘેરાવો ધરાવે છે અને આ વૃક્ષનુ ફળ નિસંતાન મહીલાઓ માટે પણ લાભદાયક છે અને આ વૃક્ષને વનકર્મીઓના અભ્યાસ માટે ઉપયોગી છે અને તેનો ઉપયોગ અભ્યાસ માટે કરાઇ રહ્યો છે.

આર્યુવેદની દ્રષ્ટી એ ખુબ ઉપયોગી રુખડાંના ઝાડ ખાસ કરીને આફ્રીકાથી લઇને હીમાલય સુધીની આબોહવા માફક આવતી હોય એ વિસ્તારના મધ્યભાગોમાં આ વૃક્ષ વધુ ઉછેરાતા હોય છે , આફ્રીકામાં રુખડાના આ ઝાડને બોવાવા તરીકે ઓળખવમાં આવે છે પણ ગુજરાત અને ભારતમાં સમય જતા હાલ આ વૃક્ષોની સંખ્યા ખુબ જ નામશેષ થઇ રહી છે અને તે માત્ર હવ ગણ્યા ગાંઠ્યા જ ઝાડ રહ્યા છે તેમાં ગુજરાતમાં માત્ર ત્રણ જ વૃક્ષો છે અને હવે વન વિભાગે પણ તેની ઉપયોગીતા ને લઇને અને આયુર્વેદીક મહત્વતાને ધ્યાને રાખીને રુખડાંને વૃક્ષોનો ઉછેર કરવાનો પ્રયાસ કરાયો છે જેમાં પાલ ગામ આ રુખડાના અતિપુરાણા વૃક્ષના ફળોના બીજમાંથી રોપા ઉછેરવામાં આવ્યા છે અને હવે તે પાલ ચિતરીયાના વિરાંજલી વન માં સો વૃક્ષોનો ઉછેર પણ કરવામાં આવ્યો છે.

અને આ વૃક્ષનો અભ્યાસ પણ વન કર્મીઓને કરાવવામાં આવી રહ્યો છે છે જેથી વન કર્મીઓ અને અધીકારીઓ મહ્ત્વના વૃક્ષો થી વાકેફ બને, તો વળી રાજ્ય સરકારે વિરાસત વૃક્ષમાં પાલ ગામના રુખડાંના ઝાડનો સમાવેશ કર્યા બાદ હવે આગામી વન મહોત્સવની રાજ્યમાં શરુઆત પણ પાલ ગામ થી જ કરવામાં આવનાર છે અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી રુખડાંના આ ઝાડની મુલાકાત લઇને વનમહોત્સવનો રાજ્ય વ્યાપી શરુઆત કરાશે.

રુખડાંનુ આ ઝાડ તેના જાણકારો માટે ખરેખર જ કલ્પ વૃક્ષ જ છે અને સમય જતા આ ઝાડના ફળ અને પાન તેમજ છાલ ના ઉપયોગ થી પણ અજાણ થતા રહ્યા છે પણ જેઓ તેને જાણે છે તેમના માટે આયુર્વેદની દ્રષ્ટીએ કલ્પવૃક્ષ થી સહેજ પણ કમ નથી અને એટલે જ હવે વન વિભાગે રુખડાના ઝાડની સંખ્યા હવે આવનારા દીવસોમાં વધારવા માટેનો પ્રયાસ શરુ કર્યો છે.

સૌજન્ય : સંદેશ

ટીપ્પણી