સૌરમંડળનો સૌથી અજીબ ગ્રહ, તાપમાન એટલું કે માણસને પળવારમાં થીજવી નાંખે, જીવવાના સપના જોવાના જ નહીં

સૌરમંડળ અને તેના ગ્રહોની દુનિયામાં પણ ઘણી વિચિત્ર ઘટનાઓ થતી રહે છે. કહેવાય કે તમે તેને જેટલું સમજવાનો પ્રયત્ન કરશો તેટલાં જ તમે તેમાં ફસાઇ જશો. આ સાથે દરેક ગ્રહની પોતાની આગવી ઓળખ છે. દેખાવ અને તેમાં રહેલાં તત્ત્વો, વાયુઓ વગેરે જેવાં પરિબળોના કારણે બધા ગ્રહો એકબીજાથી અલગ તરી આવે છે આમ છતાં પ્લુટો ગ્રહ થોડો વધારે જ જુદો છે.

image soucre

મળતી માહિતી મુજબ પ્લુટો ગ્રહને ‘યમ ગ્રહ અથવા ગૃહ’ પણ કહેવામાં આવે છે. આજે અમે તમને અહીં પ્લુટો ગ્રહ સાથે સંબંધિત વિચિત્ર અને રહસ્યમય વાતો વિશે જણાવીશું. આ વાતો વિશે માહિતી મેળવીને તમે ચોંકી જશો. એક ખગોળશસ્ત્રી ક્લાઇડ ડબલ્યુ. ટોમ્બોગને દ્વારા 18 ફેબ્રુઆરી 1930ના રોજ આકસ્મિક રીતે પ્લુટોની શોધ થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે તે ‘પ્લેનેટ એક્સ’ નામના એક અજ્ઞાત ગ્રહની શોધ કરી રહ્યાં હતાં. આ અજ્ઞાત ગ્રહ વિશે જાણવા માટે મથવાનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે યુરેનસ (અરુણનો ગ્રહ) અને નેપ્ચ્યુન (વરુણ ગ્રહ) ની ભ્રમણકક્ષામાં આ અજ્ઞાત ખલેલ પહોંચાડી રહ્યો હતો.

image soucre

ત્યારબાદ જાણવા મળી રહ્યું છે કે લંડનની ઓક્સફર્ડ સ્કૂલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી વેનેશિયા બર્ને ગ્રહનું નામ રાખ્યું હતું. આ છોકરીએ કહ્યું કે રોમમાં અંધકારના દેવને પ્લુટો કહેવામાં આવે છે અને આ ગ્રહ પર હંમેશાં અંધકાર રહે છે જેથી તેનું નામ પ્લુટો રાખવું જોઈએ. આ યુવતીને તે સમયે ઇનામ રૂપે પાંચ પાઉન્ડ પણ આપવામાં આવ્યા હતા જે આજ મુજબ આશરે 499 રૂપિયા થાય.

image soucre

પ્લુટો ગ્રહ વિશે વિગવાર વાત કરીએ તો પ્લુટોને સૂર્યનું એક ચક્કર પૂર્ણ કરવામાં 248 વર્ષ લાગે છે. આ સાથે વાત કરીએ ત્યાંના સમયની તો પ્લુટો પરના 6.4 દિવસ એટલે પૃથ્વી પરનો એક દિવસ થાય એટલે કે આ ગ્રહના 24 કલાક લગભગ 153 કલાક જેટલાં છે.

image soucre

આવું થવાનું મુખ્ય કારણ આ બન્નેના વચ્ચે રહેલું અંતર છે. વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્લુટો અને સૂર્ય વચ્ચે મોટા અંતરને લીધે પ્લુટો ગ્રહ પર સૂર્યપ્રકાશને પહોંચવા માટે લગભગ પાંચ કલાકનો સમય લાગે છે. આ સાથે વાત કરીએ પૃથ્વીની તો અહીં સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચવામાં આઠ મિનિટ અને 20 સેકન્ડનો સમય લાગે છે.

image soucre

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પ્લુટો ગ્રહ પર બરફના વધારે અસ્તિત્વમાં છે. જાણવા મળ્યું છે કે પૃથ્વીના તમામ મહાસાગરોમાં પાણીની જેટલી માત્રામાં અનામત પાણી ઉપલબ્ધ છે તેના કરતાં લગભગ ત્રણ ગણું વધારે પ્લુટો પર છે. આ સિવાય તેની સપાટી પર મોટા ખાડાઓ હોવાનું પણ કહેવામાં આવે છે.

image soucre

આ વિશે વૈજ્ઞાનિકો માને છે કે પ્લુટો ગ્રહ પર જીવનનું અસ્તિત્વ શક્ય નથી. આ પાછળ એક મહત્ત્વનું કારણ એ છે કે અહીંનું તાપમાન ખૂબ ઓછું છે. આ ગ્રહનું સપાટીનું તાપમાન સામાન્ય રીતે -233 થી માઈનસ -223 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. આ તાપમાન એક ક્ષણમાં કોઈપણ મનુષ્યને જમાવી નાખવામાં સક્ષમ છે. જેથી પૃથ્વી પર જીવસષ્ટિનું હજી સુધીમાં કોઈ અસ્તિવ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ