જલ્સા કરોને જેંતીલાલ

સૌને હસાવતો કપિલ એક સમયે ખૂબ રડ્યો હતો, વાંચો તેના જીવનના ટર્નિગ પોઈન્ટ વિષે…

પિતાના મૃત્યુ પછી ભાંગી પડ્યો હતો કપિલ, તેમના મૃત્યુની તેણે ભગવાનને દુવા કરી હતી. સૌને હસાવતો કપિલ એક સમયે ખૂબ રોયો છે. જન્મદિવસે તેના વિશે જાણીએ.


કપિલ શર્માને આપણા બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે પણ જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

“આપકો પતા થા જબ આપ ઇતને બડે સેલિબ્રિટી બન જાયેંગે તબ આપકો કપિલ શર્મા કે શો મેં આનેકા મૌકા મીલેગા?” કપિલ જ્યારે પણ આવું કોઈ સેલિબ્રિટીને પૂછી લે ત્યારે દરેક નામી હસ્તી પેટ પકડીને હસી પડે છે. હસાવીને સૌના દિલમાં બહુ ઓછા સમયમાં તેણે પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી લીધી છે.


આજે ૨ એપ્રિલે તેનો જન્મદિવસ છે. રાતે તેણે પરિવાર અને મિત્રો સાથે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું. આ પાર્ટીમાં તેના શોની ટીમ, મીકા સિંગ, રુચા શર્મા, નવરાજ હંસ જેવા સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.


ડિસેમ્બર મહિનામાં જ તેણે તેની નાનપણની મિત્ર ગિન્ની સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતાં. જેની તસ્વીરો અને વિડિયોઝ પણ તેના ફેન્સ લોકોએ ખૂબ પસંદ પસંદ કર્યા હતા અને નવદંપતીને ખૂબ આશીર્વાદ આપ્યા હતા.

કપિલે ૨૦૦૬માં હસદે હસાદે રવો જેવા કોમેડી શોમાં પહેલી વખત ભાગ લીધો. તેઓએ જીતીને પહેલો મોટો બ્રેક ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર શોમાં તેણે ભાગ લીધો ત્યાર પછી વર્ષ ૨૦૧૩ સુધી દરેક સિઝ્નનો તેઓ વિજેતા રહ્યા. ત્યાર બાદ કપિલે પોતાનો શો ધ કપિલ શર્મા શો શરૂ કર્યો અને જે ૨૦૧૬ સુધી ચાલુ રહ્યો.


વચ્ચે તે અનેક વિવાદોમાં રહ્યા અને તેમનો શો એક વર્ષ સુધી બંધ રહ્યો, વર્ષ ૨૦૧૮ના અંતે લગ્ન અને શોની નવી શરૂઆતથી જીવનની નવી ઇનિંગ તેમણે શરૂ કરી છે ત્યારે એમનો શો અવિરત સૌને હસાવતો રહે એવી શુભેચ્છાઓ આપીએ.

તેમણે એક ઇન્ટવ્યૂમાં જણાવ્યું છે કે તેઓ તેમના પિતાથી ખૂબ નજીક હતા. પરંતુ એકવાર એમના પિતા પર બહુ જ ગુસ્સે થયા હતા કેમ કે તેમના પિતાએ તેમની કેન્સરની બીમારીને ૧૦ વર્ષ સુધી છૂપાવી અને અંત સુધી તેની પરિવારને જાણ ન થવા દીધી. “પિતાજી તમે સ્વાર્થી છો તમે અમારા વિશે ન વિચાયું.” એવું કહીને એણે ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે વધુમાં કહ્યું કે તે તેના પિતાના અંતિમ સમયમાં ભગવાન તેમને જલ્દી લઈ લે તેવી પ્રાર્થના કરી હતી કેમ કે તે પોતાના પિતાનું દર્દ જોઈ શકતા નહોતા.


તમે જોઈ શકો છો શ્રધ્ધા કપૂરે પણ તેને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

કોમેડી કિંગ બન્યા પછી તેમણે એક વાત દરેક શો અને ઇન્ટરવ્યૂમાં કહી છે કે હું એક સામાન્ય પોલિસ ઇન્સ્પેક્ટરનો મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું. જે હું ક્યારેય નહીં ભૂલું. કપિલ તેના જોક્સમાં પણ મિડલ ક્લાસ ફેમિલીની સમસ્યાઓ ઉમેરીને બોલે છે ત્યરે લોકો તેને વધાવીને ખૂબ હસે છે.


આપને જાણીને નવાઈ લાગશે કે વર્લ્ડ ક્લાસ સેલિબ્રિટી મેગેઝિન ફોબર્સ ૨૦૧૬ની યાદીમાં કપિલ દુનિયાના ૧૦૦માંથી ૧૧મા સૌથી પોપ્યુલર સેલિબ્રિટી તરીકે નોંધાયા હતા અને એ સમયે તેમની સંપત્તિ હતી ૪૮ કરોડ…

કપિલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પિતાની સારવાર અને એમના મૃત્યુ પછી પણ એમણે અનેક નાની મોટી નોકરી કરીને ગુજરાન ચલાવ્યું છે જેમાં એક ટેલિફોન બુથ ઓપરેટર તરીકે પણ કામ કર્યું છે. આજે એમના દરેક શોમાં તેઓ તેમના સાથે માને લઈને જ જાય છે અને માતા આશીર્વાદથીએ આટલા સફળ થયા છે એવું કહે છે.

કેટલાય લોકો એમના શો પર આવીને કહે છે કે મારી એકલતા દૂર થઈ કે પછી બીમારી મટી ગઈ ત્યારે તે સૌને ગોડ બ્લેસ યુ કહે છે અને ગર્વ કરે છે લોકો તેના પર કે તે સૌને હસાવવાનું ઉમદા કામ કરે છે… તો આપણે પણ તેમને કહી દઈએ; હેપ્પી બર્થ ડે ટૂ યુ કપિલ…. હસતા રહો અને હસાવતા રહો…

Exit mobile version