સતકર્મ કર્યાનો આંનદ – આપણા એક કાર્યથી કોઈ માસુમના ચહેરા પર સુકુનની મુસ્કાન આવે એ જોઇને સારું લાગે છે…

“સતકર્મ કર્યાનો આંનદ”

મારી એક્ટિવા એક રોડ ઉપર ઉભી રાખી જ્યાં કંતાનથી બંધાયેલ ઝુંપડા હતા અને એ 15 ઝૂંપડામાં ની બહાર નાના મોટા 20 બાળકો રમતા હતા મારી એક્ટિવા જેવી ઉભી રહી કે તરતજ દોડી મારી આજુ બાજુ બધા ટોળું થઇ ગયા અને મને કહે આજે શું આપવાના છો???? શું લાવ્યા છો???


મેં કહ્યું ચોકલેટ બિસ્કીટ અને કપડાં ચંપલ બવ બધું ઓહોહો…એવું આ મારી નાની બેન ના પણ ચંપલ લાવ્યા છો એક 6 વર્ષનો દીકરો એની નાની 2 વર્ષ ની બેનને બતાવી કહે છે.અને હું હા કહું છું હા લાવી છું અને એ દીકરો ખુશ થઇ જાય છે.


હું બધા બાળકોને તેમના ઝુંપડા પાસે લઈ જાવ છું અને કહું છુ ચાલો બધા શાંત થઇ જવાને લાઈન માં ઉભા રહો અને બધા બાળકો શિસ્ત બદ્ધ લાઈન માં ઉભા રહયા છે અને પેહલા હું નાના બાળકોના ચપંલ કાઢી તેમને પેહરાવું છું અને એમના મો ઉપર નિર્દોષ હાસ્ય જોઈ મને એવું લાગે છે જાણે મેં ભગવાનને ખુશ કર્યા અને વારા ફરતી બધા બાળકોને હું સ્લીપર ચમ્પલનું વિતરણ કરુંછું..


બધા બાળકો પોતાની રીતે કોને કયું માપ આવશે એવું નક્કી કરી એક એક બાળકને મારી પાસે લાવે છે અને હું 20 જોડીઓ લઇ ગઇ હતી અને બાળકો 21 એક છોકરી રહી ગઇ એ બોલી મેડમ પછી આપી જજો.


ત્યાં સુધી મેં બિસ્કીટ ના પેકેટ આપ્યા અને મારી શાથે એક છોકરી અને બે કોલેજના છોકરા આ કામમાં જોડાયા છે તે પણ આવી ગયા અને એ લોકો નાના કપડાં અને ચોકલેટ લઇ આવ્યા મેં બધા બાળકોને ચોકલેટ આપી અને એમની ઇમંદારીતો જુવો એક ચોકલેટ એક બાળકે બે વાર લીધી તો તરતજ પાછી આપી મેડમ મને આપી છે.


આ મારી પાસે વધારાની છે અને હું એ નાના બાળકની ઈમાનદારી જોઈ ભાવુક બની મેં એ વઘેલી ચોકલેટએ બાળકને આપી દીધી હવે વારો આવ્યો કપડાનો હું બધા નાં માંપ પ્રમાણે એક એક કપડું આપતી હતી ત્યાંજ એક 10 વર્ષનો છોકરો બોલ્યો મડેમ મને આ ટોપી વાળો શર્ટ આપો મારે પણ શાહરુખ બનવું છે.


અને હું હસી પડી અને મેં ટોપી વાળો શર્ટ એ બાળકને આપ્યો અને એ એને આવી પણ રહ્યું અને એ છોકરો ટોપી ઉપર ચડાવી શાહરૂખની સ્ટાઇલ મારી મને કહે મારો આવો ફોટો પાડો અને મેં એનો એક ફોટો પડ્યો એ ફોટામાં એની સ્માઈલ જોઈ એવું લાગ્યું કે જાણે એ પોતે શાહરૂખ બની ગયો.


હોય એટલો ખુશ લાગ્યો અને બીજા છોકરાં એને જોઈ હસવા માંડ્યા અને આખું વાતાવરણ હળવું થઇ ગયું અને હુએ બાળકો શાથે ફોટા પડાવી એમની યાદોને મારી શાથે લઇ લાવી અને એ બાળકો મને જતા જતા કહે મેડમ અમને 10 તારીખે ચોપડા અને બેગ આપવા આવજો સ્કૂલ 11 તારીખે ખુલે છે.


હું એ લોકોને ફરી ચોક્કસ આવીશ એવો વાયદો કરી હું ઘરે આવી પણ મને ઘરે એ બાળકોના ચેહરા જ નજર આવતા કેવા નિર્દોષ કેવા સમજદાર અને જે મળે તેમાં ખુશ કોઈ ફરિયાદ નહી કે ભગવાને મને કેમ કશું નથી આપ્યું અને હું કોઈ સારું કામ કરી આવી આજે એવા સંતોષ શાથે ભગવાનનો આભાર માનતી રહી કે પ્રભુ મને એટલું તો આપજે કે હું બાળકોના ચેહરા પર આવુજ હાસ્ય ફરી લાવી શકું બવ આંનદ આવે છે જયારે કોઈ નિસ્વાર્થ સત્કર્મ કરીયે છે ત્યારે…..


લેખક : નયના નરેશ પટેલ.

જો તમે પણ આવી રીતે કોઈની મદદ કરી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો જેથી બીજા મિત્રોને પણ પ્રેરણા મળે. દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત આપણા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ