ઘરની દાળમાં જ સંતોષ માનજો! નહિ તો

0459_horse-phone

 

પત્ની તેના પતિના માથામાં ફ્રાઇંગ પેન (દેશી : બકડીયું) જોરથી ફટકારે છે.

પતિ: આહ…તે શેના માટે…?

પત્ની: મને તમારા પેન્ટના ખિસ્સામાં એક પેપર મળ્યુ, જેના પર નીલમ લખેલું છે.

પતિ: એ તો મેં ગયા અઠવાડિયે એક રેસમાં ભાગ લીધો હતો અને નીલમ મારા ઘોડાનું નામ છે

પત્ની: સોરી..!

બીજા દિવસે તેની પત્નીએ ફરી એક વખત જોરથી ફ્રાઇંગ પેન ( એ જ બકડીયું) પતિના માથામાં ફટકાર્યો…!

પતિ: હવે શું છે..?

પત્ની: તમારા ઘોડાનો ફોન છે…!!

હેલાવ ! હજુ ચેતી જાવ અને ઘરની દાળમાં જ સંતોષ માનજો! નહિ તો, તમારા વાળી આ ફોટોમાં છે એવો હાલ ક્યાંક તમારો નો કરી નાખે !!

ટીપ્પણી