સતી કે રતિ – આજના યુવાનોની વિચારધારા બતાવતી એક અદ્ભુત વાર્તા…

આખી કોલેજ સ્તબ્ધ… જેણે આ દ્રશ્ય જોયુ તે અવાચક બની ગયા.ઘણા છોકરાઓના દિલ ઉછળીને બહાર આવી ગયા. ઘણા જાણે બેહોશ થઇ ગયા. બઘાની નજર એક જ દિશા તરફ હતી. કોલેજના ગ્રાઉન્ડને ચીરતી, હવા સાથે વાતો કરતી, કવિનની બાઇક જતી હતો. તેમાં પાછળ બેઠી હતી કોલેજની સૌથી ખુબસુરત અને સૌથી અલ્લડ વિભા…


વિભા એટલે આંગળી અડાડતા લોહી નીકળે તેવી ઘારદાર છરી જેવી તેજ તરાઁર છોકરી.. આખી કોલેજમાં સૌથી વધુ સુંદર, પણ સૌથી વધુ ગરમ મગજની. મજાલ છે કોઇની કે તેની સામે અટકચાળું કરે ? શરૂઆતમાં ઘણાં છોકરાઓએ તેની મસ્તી કરવાની કોશીશ કરી હતી પણ વિભાએ કોલેજના ગ્રાઉન્ડમાં જ બઘાની સામે જ તેઓની ધોલાઇ કરી હતી. ત્યારપછી કોઇ તેને બોલાવવાની હિંમત ન કરતા.


વિભા જયારે ટાઇટ જીન્સ અને ચુસ્ત સ્લીવલેશ ટીશટઁ પહેરીને સ્કુટી લઇને કોલેજ આવતી ત્યારે તેના શરીરના વળાંકો જોઇને બઘાની આહ નીકળી જતી. અને સ્લીવલેશ ટીશટઁમાંથી દેખાતા તેના સફેદ દુઘ જેવા હાથ જોઇને તે હાથ પોતાના ગાલે અડે એ માટે પણ ઘણા તેની મસ્તી કરવા પ્રેરાતા. તે તેની પોની ઉછાળતી… ટુંકા સ્કટઁમાં જયારે ટેબલટેનીસ રમતી ત્યારે ટેબલટેનીસના બોલ સાથે તેની ઉછળતી પોની જોઇને ઘણાના દિલ ઉછળી જતા.


કવિન એટલે કામદેવના અવતાર જેવો હેન્ડસમ.. ધનવાન અને હોંશિયાર છોકરો… કોલેજમાં બઘા પ્રોફેસરનો માનીતો.. કયારેય કોઇ તોફાનમાં તેનું નામ ન આવતું.. બઘી છોકરીઓ માટે તે સપનાનો રાજકુમાર.. પણ તે કયારેય કોઇની સામે જોતો નહી.


એકવાર પાકિઁગમાંથી બાઇક કાઢતી વખતે તેણે જોયુ કે વિભાની સ્કુટીમાં પંચર હોવાથી તે કેવીરીતે જવું તેની ચિંતામાં હતી. વિભાના સ્વભાવની ખબર હોવા છતાં કવિને મદદ કરવાના ઇરાદે વિભાને લિફટની ઓફર કરી. વિભા પણ કવિનને ઓળખતી હતી. કવિન બીજા છોકરાઓ જેવો છેલબટાક કે દિલફેંક ન હતો. આથી તેણે કવિનની ઓફર સ્વીકારી લીઘી અને કવિનની સાથે બાઇક પાછળ બેસી ગઇ. આ જોઇને ઘણાના દિલના ટુકડે ટુકડા થઇ ગયા.


પછી તો રોજ કવિન અને વિભા સાથે જ જોવા મળતા. કલાસમાં .. કેન્ટીનમાં… ગ્રાઉન્ડમાં જયાં જોવો ત્યાં સાથે જ જોવા મળતા. એવામાં કોલેજનું એન્યુઅલ ફંકશન આવ્યુ. કવિન અને વિભાએ રાજેશ ખન્ના અને શમિઁલા ટાગોરના દાગ પીકચરના ગીત “અબ ચાહે મા રુઠે યા બાબા” ઉપર જબરદસ્ત ડાન્સ કયોઁ. બન્નેનો ડાન્સ જોઇને કોલેજમાં બઘાની રહીસહી શંકા પણ દુર થઇ ગઇ.

બઘાએ સમજી લીઘુ કે બન્ને લગ્ન કરી જ લેશે. ત્યારબાદ પ્રેમીઓનો દિવસ વેલેન્ટાઇન ડે આવ્યો. કવિને કોલેજના ગ્રાઉન્ડમાં જ સુંડલો ભરીને ગુલાબના ફુલની વિભા પર વષાઁ કરી. કોલેજની બઘી છોકરીઓ વિભાના ભાગ્યની ઇષાઁ કરતી. વિભા ખૂબ ખુશ હતી. કવિન સાથે લગ્ન કરવાના સપના જોતી.


ભણવાનું પુરું થતા બઘાના રસ્તા અલગ થઇ ગયા. જયારે પણ કોલેજના મિત્રો મળતા ત્યારે વિભા અને કવિનની વાત અચૂક નીકળતી. બઘા જ એમ વિચારતા કે હવે તચ બન્નેના લગ્ન થઇ ગયા હશે. બન્ને સુખી હશે.

કોલેજ પૂરી થવાના પાંચ વષઁ બાદ અચાનક એક મોલમાં કવિન મને મળી ગયો. તેનીસાથે કોઇ સ્ત્રી હતી. કવિને ઓળખાણ કરાવતા કહ્યુ કે આ મારી પત્ની છે. મેં તો કવિનની પત્નીના રૂપમાં વિભાની જ કલ્પના કરી હતી. બીજી સ્ત્રીને જોઇને કંઇ સમજાયુ નહી. મારી આંખમાથ રહેલા અનેક સવાલ કવિન સમજી ગયો અને તેની પત્નીને કહ્યુ કે ,” તું થોડી ખરીદી કરી લે.. હું થોડી વાત કરીને આવુ છુ.”


તેની પત્ની ચાલી ગઇ. કવિનને પુછવા મારી પાસે ઘણા સવાલ હતા પણ તે શું કહે છે તે સાંભળવા મેં શાંતિ રાખી. કવિને કહ્યુ , ” મારી પત્નીને જોઇને તને આશ્ર્ચયઁ કેમ થયુ ?”

કવિનના સવાલમાં મેં કહ્યુ, “આ તારી પત્ની છે તો વિભા કયાં છે ?? ” કવિને કહ્યુ, “વિભાની મને ખબર નથી. તેની સાથે લગ્ન કરવાનું કયારેય વિચાયુઁ ન હતુ” મને આશ્ર્ચયઁ થયુ કે “તો પછી તારી અને વિભા વચ્ચે શું હતુ???”


કવિને નફફટ થઇને કહ્યુ “હા..હું વિભાને પ્રેમ કરતો હતો. વિભા મને પસંદ હતી. પણ પ્રેમીકાના રૂપમાં… પત્નીના રૂપમાં નહી.. પત્ની તરીખે વિભા જેવી બિન્દાસ્ત.. અલ્લડ છોકરી ન ચાલે.. મારી પત્ની એકદમ સીઘી સાદી અને ઘરગથ્થુ ગૃહીણી છે. ઘર ચલાવવા આવી સ્ત્રી જ જોઇએ. હા.. પ્રેમ કરવા વિભા બરાબર હતી.. પણ લગ્ન કરવા નહી.”


આ સાંભળીને મને તેના પર ગુસ્સો આવ્યો. ખબર નહી પુરૂષોને બે મગજ કે બે દિલ કેમ હશે ?? “પ્રેમિકા તરીખે રતિ અને પત્ની તરીખે સતી”…. એવી વિચારઘારા કેમ હશે ??????

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ