જલ્સા કરોને જેંતીલાલ

સતત કમરના દુખાવાની તકલીફ રહેતી હોય તેમની માટે ખાસ માહિતી, કરો ફક્ત આ એક જ ઉપાય…

દરેક રસોડામાં જીરું તો હોય જ છે. આપણે જીરાનો ઉપયોગ એ મોટેભાગે શાક અને કઢીના વઘારમાં જ કરતા હોઈએ છીએ. ઘણી એવી વાનગીઓ હોય છે જે જીરા વગર અધુરી લાગતી હોય છે. જીરામાં રહેલ તત્વો એ પાચનક્રિયામાં મદદ કરે છે. ગોળ પણ આપણે અનેક વાનગીમાં અને એમજ પણ કાઠીયાવાડી ભોજનમાં લેતા હોઈએ છે. ગોળ પણ શરીર માટે બહુ ફાયદાકારક છે. આયુર્વેદમાં આ બનેના અનેક ઉપાય જણાવવામાં આવ્યા છે. પણ આજે અમે તમારી માટે લાવ્યા છીએ ગોળ અને જીરાનું પાણી જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. આવો જાણીએ તેના ફાયદા અને કેવીરીતે બનાવશો.

કમરના દુખાવા માટે છે રામબાણ ઈલાજ,

શિયાળામાં ઘણાબધા લોકોને પીઠમાં અને કમરમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય છે, ગોળ અને જીરાનું પાણી તમને તેમાં રાહત આપશે.

એનીમિયા પેશન્ટ માટે છે ફાયદાકારક,

ગોળ અને જીરાનું પાણી પીવાથી શરીરમાં એનીમિયાની કે પછી લોહીની કમી દૂર થાય છે. આના સિવાય આ લોહીમાં રહેલ અનેક અશુધ્ધિઓને પણ દૂર કરે છે.

સતત માથાના દુખાવામાં આપશે રાહત,

ઠંડીના વાતાવરણમાં ઘણા લોકો માથું દુખવાની ફરિયાદ કરતા હોય છે, આવામાં ગોળ અને જીરાનું પાણી પીવાથી તમને આરામ મળશે અને જો કોઈને શરદી થઇ છે અને બહુ જ ઠંડી લાગી રહી છે તો તેમને તરત આ ગોળ અને જીરાનું પાણી પીવડાવી દેવું જેથી તરત રાહત મળશે.

ઇમ્યુનિટી સીસ્ટમને મજબુત કરે છે,

જીરું અને ગોળનું પાણી આપણા શરીરમાં રહેલ ગંદકીને સાફ કરવાની સાથે સાથે આપણી ઇમ્યુનિટીને પણ મજબુત બનાવે છે. આ સિવાય જે પણ મિત્રોને હમેશા પેટ સંબંધિત કોઈને કોઈ તકલીફ રહેતી હોય તો તેમણે નિયમિત આ ગોળ અને જીરાનું પાણી પીવું જોઈએ. આ પાણીનું સેવન કરવાથી ગેસ, કબજિયાત અને પેટ દર્દને સારું કરી આપશે.

પીરીયડમાં થવાવાળી તકલીફમાં આપશે રાહત,

જે પણ મહિલાને માસિક નિયમિત ના આવતું હોય કે પછી પેટમાં દુખાવો રહેતો હોય તેમની માટે આ પાણી ઘણું ફાયદાકારક છે અને દુખાવામાં રાહત આપે છે.

હવે જાણી લો કે કેવીરીતે આ પાણી બનાવશો.

સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી લો. હવે તેમાં એક ચમચી ગોળ ઉમેરો, ગોળ એ ભુકાના સ્વરૂપે અથવા તો જીણો સમારેલો હોવો જોઈએ. પછી તેમાં એક ચમચી જીરું ઉમેરો અને તેને સારી રીતે ઉકાળી લો. પછી આ ઉકળેલ પાણીને એક કપમાં કાઢીને પી શકો છો. ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની કે આ પાણી તમારે દરરોજ સવારે ખાલી પેટે જ પીવાનું છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ અને માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

Exit mobile version