પ્રેગ્નન્સીના સાત વર્ષ બાદ ઐશ્વર્યાના સિમંતની તસ્વીરો થઈ વાયરલ, ઐશ્વર્યાને આટલી સુંદર તમે ક્યારેય નહીં જોઈ હોય

અભિષેકે ગુરુ ફિલ્મના પ્રમોશન વખતે પેરિસ જેવા રોમેન્ટિક શહેરમાં ઐશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને ઐશ્વર્યાએ એક ક્ષણનું પણ મોડું કર્યા વગર હા પાડી દીધી હતી. તે વખતે ઐશ્વર્યાની કેરિયરનો તપતો સુરજ હતો અને કેરિયર વિષે જરા પણ વિચાર કર્યા વગર તે થોડા ક જ સમયમાં અભિષેક સાથે લગ્ન ગ્રંથીથી વર્ષ 2007માં જોડાઈ ગઈ હતી.

તેના ચાર વર્ષ બાદ એટલે કે 2011માં તેણીએ એક દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો અને તેની પ્રેગ્નન્સી દરમિયાનના તેના ભારે શરીરને લઈને સોશિયલ મિડિયા પર ઘણીવાર ટ્રોલ કરવામા આવી હતી તો વળી તેણીની સુંદરતાને બિરદાવવામાં પણ આવી હતી. તાજેતરમાં સોશિયલ મિડિયા પર ઐશ્વર્યાના સિમંતની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

અભિષેક-ઐશ્વર્યા છેલ્લા 12 વર્ષથી એકબીજાની સાથે છે અને તેઓ બોલીવૂડનું એક આદર્શ તેમજ મજબુત કપલ ગણવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામના ઐશ્વર્યાના એક ફેન પેજ પર તેની બેબી શાવરની તસ્વીરો શેયર કરવામાં આવી હતી જે હાલ વાયરલ થઈ રહી છે. આ તસ્વિરોમાં આ જોડી ખુબ જ સુંદર લાગી રહી છે.

તમને જણાવી દઈએ કે જેવી રીતે ઐશ્વર્યા-અભિષેકની સગાઈ અને લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ઐશ્વર્યાનું સિમંત પણ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. સિમંતની તસ્વીરોમાં ઐશ્વર્યા જાણે કોઈ જગ્યાની રાણી હોય તેવી રોયલ લાગી રહી છે. અને તેનો પતિ અભિષેક તેની પાસે કોઈ આધાર સ્તંભની જેમ અડીખમ ઉભો છે.

ઐશ્વર્યાએ સિલ્કની ઓલિવ ગ્રીન અને ગોલ્ડન રંગની સાડી પહેરી છે. અને ભારોભાર સોનાના ઘરેણામાં તેમજ વાળમાંના ગજરાના કારણે તેણી ખુબ જ જાજરમાન લાગી રહી છે. તેણી આ તસ્વીરમાં ખડખડાટ હસી રહી છે અને તેની સાથે તેણીની માતા પણ છે.

તો બીજી તસ્વીરમાં અભિષેક ઐશ્વર્યાના વાળમાંનો ગજરો વ્યવસ્થિત કરી રહ્યો છે. અને ત્યાર બાદ તેણીના સાસુ-સસરા એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેણીને આશિર્વાદ આપી રહ્યા છે. પ્રેગ્નન્સી દરમિયાન ઐશ્વર્યા ખરેખર અદ્ભુત લાગી રહી છે.

સીમંત બાદ 16, નવેમ્બર, 2011ના રોજ ઐશ્વર્યાએ એક દીકરીને જન્મ આપ્યો જેનું નામ રાખવામાં આવ્યું આરાધ્યા. ઐશ્વર્યા હંમેશા પોતાની દીકરી આરાધ્યાને પોતાની સાથે જ રાખે છે. તે પોતાના કામ વખતે જેમ કે તેણી જ્યારે ક્યારેય પણ કેન્સમાં પ્રતિનિધિત્વ કરવા જાય છે ત્યારે પણ આરાધ્યા તેની સાથે જ હોય છે. આ ઉપરાં તમે આરાધ્યાને તેની શાળાના એન્યુઅલ ફંક્શનની તસ્વીરોમાં પણ જોઈ હશે. અને કેટલીકવાર તો તેણીના દાદા એટલે કે અમિતાભ બચ્ચન જ્યારે પોતાના ઘરે હોય ત્યારે રવિવારે સવારે પોતાના ફેન્સને જે અભિવાદન આપે છે ત્યારે પણ તેણી સાથે જોવા મળે છે.

ગયા વર્ષના એક ઇન્ટર્વ્યુમાં અભિષેકને ઐશ્વર્યા સાથેના સંબંધ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું, “મેં મારી કેરિયરની શરૂઆતની ફિલ્મોમાં ઐશ્વર્યા સાથે કામ કર્યું હતું. અમે પહેલાં ઢાઈ અક્ષર પ્રેમકામાં કામ કર્યું હતું. અને ત્યારથી જ અમારામાં મિત્રતા બંધાઈ ગઈ હતી. અમે સારા મિત્રો રહ્યા છીએ. ત્યાર બાદ અમે બીજી ફિલ્મ કુછ ના કહો એક સાથે કરી. અમે હંમેશા ખુબ જ નજીકન મિત્ર રહ્યા છીએ અને ધીમે ધીમે સમય પસાર થતાં અમારી આ મિત્રતા કંઈક વધારે આગળ વધી.”

અભિષેક ઐશ્વર્યા વિષે જણાવે છે કે તેણી એક સમર્પિત વ્યક્તિ છે. તેણી પોતાના જીવનમાં જે કંઈ પણ કરે છે તેને સમર્પિત રહે છે પછી તે અભિનય હોય તેનું બીજું કામ હોય કે પછી એક માતા તરીકે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ