સાસુની નજરમાં બનવુ છે ફેવરિટ વહુ, તો ધ્યાન રાખો આટલી વસ્તુનું……

સાસુની નજરમાં બનવુ છે ફેવરિટ વહુ, તો અપનાવો આ સરળ ટ્રિક્સ

સાસુ-વહુના સંબંધો બહુ જ નાજુક હોય છે. બહુ ઓછા ઘરો એવા હોય છે જ્યાં સાસુ-વહુના સંબંધો માં-દિકરી જેવા હોય. ઘણા લોકોના મોંઢે તમે સાંભળ્યુ હશે કે, સાસુ ક્યારે પણ માં ના બની શકે. જો કે આ વાત ઘણા કિસ્સાઓમાં ખોટી પડતી હોય છે. ઘણા ઘરોમાં સાસુ-વહુના સંબંધો માં-દિકરી જેવા હોય છે. સાસુ-વહુના સંબંધોની જો વાત કરીએ તો લગ્ન પછી તે બંન્ને વચ્ચે ઘણી વાર નાની-નાની વાતો મોટુ સ્વરૂપ લઇ લેતી હોય છે અને પછી ઝઘડા થવાના શરૂ થઇ જતા હોય છે. પણ જો બેમાંથી કોઇ એક વ્યક્તિ નાની-નાની વાતોને ઇગ્નોર કરે તો આ સમસ્યા ક્યારે પણ નથી. પણ જો સાસુ-વહુ એમ બંન્નેનો સ્વભાવ થોડો જીદ્દી તેમજ કશું જતુ કરવાની ભાવના ના હોય ત્યારે તેમની વચ્ચે અનેક પ્રકારના ઝઘડાઓ થતા હોય છે. જો કે આ સમસ્યા પહેલાના સમય કરતા દિવસને દિવસે ખૂબ જ વધી રહી છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું જેને તમે ફોલો કરશો તો તમારી સાસુની નજરમાં તમે એકદમ પરફેક્ટ વહુ તરીકે સાબિત થશો.

સાસુની પસંદ-નાપસંદ જાણોસાસુ-વહુના સંબંધોમાં આ બાબત એક ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ તમારે એ જાણવુ જોઇએ કે, તમારા સાસુને શું ગમે છે અને શું નહિં. આ માટે તમે તમારા સાસુને શોપિંગ કરવા લઇ જાઓ અથવા તેમની સાથે મન ખોલીને વાત કરો જેનાથી તમને અનેક ઘણી પંસદની ખબર પડી જાય.

સાસુની સાથે સમય પસાર કરોજો તમે વર્કિંગ વુમન છો તો તમે રાત્રે ઘરે આવીને તમારા સાસુ સાથે સમય પસાર કરો. આ સમયે તમે તેમની પાસે બેસીને આખા દિવસમાં શું થયુ તે વિશેની વાતો કરો. આ સાથે તમારા ઓફિસમાં થયેલી કોઇ ફની ટોક વિશે વાત કરો જેથી કરીને જો તે આખા દિવસના કંટાળી ગયા હશે તો તે રિફ્રેશ થઇ જશે અને તમારી સાથેના લાગણીના સંબંધો પણ ગાઢ થશે.

સાસુ-સસરાની વાતોને ધ્યાનથી સાંભળોતમે તમારા પતિની સાથે-સાથે તમારા સાસુ-સસરાની વાતો પણ ધ્યાનથી સાંભળવાની આદત રાખો. જો તમે તેમની વાતોને મહત્વ નથી આપતા તો ત્યાં લાગણીના સંબંધો ખૂબ જ ઓછા થઇ જાય છે. જો તમારા સાસુ કોઇ બાબતમાં ખોટા હોય તો તેમને શાંતિથી હળવા મને કોઇ સલાહ આપો. જો તમે તેમને પ્રેમથી કોઇ વાત સમજાવશો તો તે ખૂબ જ જલદી સમજી જશે અને બીજી વાર તમારી સલાહ લેવા માટે તમને અનેક ઘણા પ્રશ્નો પણ કરશે.
પિયરમાં સાસરીની દરેક વાતો કરવાની આદત ના રાખો મોટાભાગની છોકરીઓની આદત હોય છે કે તેઓ સાસરીની વાત તેમના પિયરમાં કરે અને પછી તેમાંથી કોઇ પ્રશ્ન ઊભો થાય. આમ, જો તમને પણ અહિંની વાતો ત્યાં અને ત્યાંની વાતો અહિંયા કરવાની આદત હોય તો તમારે આ આદત આજે જ સુધારી લેવી જોઇએ જેથી કરીને તમારા સાસરે તમારે કોઇ પણ પ્રકારના ઝઘડા ના થાય અને સાસુની નજરમાં તમે એકદમ પરફેક્ટ વહુ બની શકો.

લેખન.સંકલન : અશ્વિની ઠક્કર 

રોજ આવી ઉપયોગી ને રસપ્રદ માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર, એના માટે લાઈક કરો અમારું પેજ…

ટીપ્પણી