પોતાના દિકરાની વહુઓ કરતાં પણ સ્માર્ટ લાગે છે બોલીવૂડની આ અભિનેત્રીઓ, જોઇ લો તસવીરોમાં ખાસ

આમ તો બોલીવૂડમાં એવા કેટલાએ સિતારા છે જેમના બાળકો હવે માત્ર મોટા જ નથી થઈ ગયા પણ તેમના લગ્ન પણ થઈ ગયા છે અને પોતાનું ઘર પણ વસાવી ચુક્યા છે. જો કે આ સિતારાઓને જોઈને કહેવું મુશ્કેલ થઈ પડે કે તેઓ વાસ્તવમાં સાસુ-સસરા બની ગયા છે અને આજે અમે તમને એવી જ કેટલીક અભનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ સાસુમા બની ગઈ છે પણ તેમ છતાં અત્યંત સુંદર લાગી રહી છે.

image source

હા એવી અભિનેત્રીઓ જે પોતાની વહુ કરતાં પણ વધારે સુંદર લાગે છે અને તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ થઈ પડે છે. એમ પણ સાસુ બન્યા બાદ ભલે કોઈ અભિનેત્રી હોય કે સામાન્ય મહિલા હોય, પણ ઉંમરની અસર ચેહાર પર દેખાવા જ લાગે છે. પણ આ અભિનેત્રીઓને જોયા બાદ તેમની વધતી ઉંમરનો અંદાજો નહીં લગાવી શકો. તો ચાલો હવે આ અભિનેત્રીઓ વિષે વિસ્તારપુર્વક જણાવીએ.

પોતાની વહુઓ કરતાં પણ વધારે સુંદર છે આ અભિનેત્રીઓ

image source

અમલા અક્કિનેની – તમને જણાવી દઈએ કે સાઉથના સુપર સ્ટાર અને બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકેલા એક્ટર નાગાર્જુનના બીજા પત્ની છે અમલા અક્કિનેની. જે પોતાના ઓરમાન દીકરા નાગા ચૈતન્યની પત્ની સામંથા રૂથ પ્રભુ કરતાં પણ સુંદર દેખાય છે. જો કે સામંથા સાઉથ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે, પણ તેણી કેટલીએ હિન્દી જાહેરાતોમાં કામ કરી ચુકી છે.

જયાપ્રદા

image soucre

હવે જો આપણે બોલીવૂડ ઇન્ડસ્ટ્રીની વિતેલા જમાનાની અભિનેત્રી જયા પ્રદાની વાત કરીએ તો તેમણે પોતાની બહેનના દીકરા સિદ્ધાર્થને દત્તક લીધો છે. હા તે સિદ્ધાર્થને પોતાના સગા દિકરાની જેમ પ્રેમ કરે છે અને જયા પ્રદા પોતાના દીકરા સિદ્ધાર્થની પત્ની કરતાં પણ વધારે આકર્ષક લાગે છે.

હેમા માલિની

image source

હેમ માલિનીને આમ તો માત્ર બે દિકરીઓ જ છે, પણ તેમના ઓરમાન દીકરા સની અને બોબીને પણ તેઓ પોતાના દીકરા જ માને છે. તમને જણાવી દીએ કે બોલીવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની ભલે 71 વર્ષની થઈ ગઈ હોય, પણ તેણી પોતાની બન્ને વહુઓ કરતાં ક્યાયં વધારે સુંદર લાગે છે. હા હેમા માલિનીને જોઈને કોઈ ન કહી શકે કે તેમને 70 વર્ષ ઉપર થઈ ગયા છે. તેમની સુંદરતાનો જાદૂ આજે પણ અકબંધ છે અને તે જ કારણ છે કે તેઓ આ ઉંમરે પણ પોતાની વહુઓ કરતા આકર્ષક લાગે છે. જો કે ધર્મેન્દ્રના દીકરાઓ અને હેમામાલીની વચ્ચે વધારે સારુ નથી બનતું અને ન તો ક્યારેય આ બધાને એક સાથે ક્યારેય દેખવામા આવ્યા છે, પણ એ સાચું છે કે ધર્મેન્દ્રએ લગ્ન કર્યા બાદ હેમા માલીની તે બન્નેની ઓરમાન માતા ચોક્કસ બની ગઈ. માટે આ રીતે જોવા જઈએ તો સની અને બોબી દેઓલની પત્નીઓની તે સાસુ જ કહેવાય. જો આપણે ધર્મેન્દ્રની પહેલી પત્નીની વાત કરીએ તો સુંદરતનાની દ્રષ્ટિએ તે પણ કંઈ ઓછી નથી. તો આ હતી તે ત્રણ અભિનેત્રીઓ જે પોતાની વહુઓ કરતાં પણ વધારે આકર્ષક લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ