પંજાબી સ્પેશિયલ સરસો દા સાગ અને મક્કી કી રોટી બનાવવા માટેની પરફેક્ટ રેસિપી…

આજે આપણે પંજાબી વિન્ટર સ્પેશિયલ સરસોન દા સાગ અને મક્કી કી રોટી બનાવવાની પરફેક્ટ રેસિપી જોઈશું.

સામગ્રી

  • સરસો ( દાંડી સાથે )
  • બતુઆં
  • પાલક
  • ટામેટા
  • આમચૂર પાવડર
  • ગોળ
  • લસણ, આદુ અને મરચા
  • મકાઈનો લોટ
  • મીઠું
  • ગરમ મસાલો
  • ઘી
  • આદુ-મરચા-લસણની પેસ્ટ
  • રેગ્યુલર મસાલા

રીત-

1- સૌથી પહેલા બધી ભાજી ને વોસ કરી લેવાની છે. તેની દાંડી કુરી કૂરી લેવાની છે. હવે તેને પ્રેશર કુકરમાં કુક કરવાની છે. 500 ગ્રામ સરસો લીધી છે અને 250 ગ્રામ પાલક અને 250 ગ્રામ બતુઆ લઈશું.હવે કૂકર માં એડ કરીશું.

2- ભાજી ને સ્ટોર પણ કરી શકાય છે તેની પણ આપણે ટિપ્સ જોઈશું. કોઈ વાર એમ થાય કે ભાજી આપણને એક જૂડી મળે છે તો તે લાવીએ પણ આપણા ઘરમાં ઓછા વ્યક્તિ હોય તો ભાજી વધારે પડે તો તેને આપણે સ્ટોર પણ કરી શકીએ છે.

3- કુકરમાં બધી ભાજી મિક્સ કરી કુક કરી લઈશું. હવે તેમાં મોટો આદુનો ટુકડો એડ કરવાનો છે. જેથી નાના પીસ કરીશું.જલ્દી કુક થઈ જાય. હવે તેમાં ૩ લીલા મરચા એડ કરીશું. અને ૮ કળી લસણ એડ કરીશું. હવે કુકરમાં ૨ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે તેને બંધ કરી ૨થી ૩ સિટી કરી લઈશું.

4- હવે ભાજી કુક થઈ ગઈ છે.તો તેને ગ્રેન્ડ કરીશું.કૂકર માં જે તેને ચન કરતા જઈશું. તેને બહુ સ્મૂથ પેસ્ટ નથી કરવાની.તમે વીડિયોમાં જોઈ શકો છો કે પાણીનો ભાગ થોડો છે તો તેને ગેસ પર મુકીશું. હવે તેમાં મીઠું નાખીશું. ટેસ્ટ મુજબ.હવે દોઢ ચમચી મકાઈનો લોટ લઈશું. તેની પેસ્ટ બનાવી દઈશું. જેથી તેમાં નાખીએ તો ગઠ્ઠા ના પાડે. હવે તેમાં થોડું પાણી નાખીશું. અને ચમચી મિક્સ કરી લઈશું. પછી તેમાં એડ કરી દઈશું. હવે તેને બરાબર મિક્સ કરી લઈશું.

5- હવે તેને મીડીયમ ગેસ પર કુક કરી લઈશું. હવે ગ્રેવી તૈયાર કરીશું. સૌથી પહેલાં એક મોટો ચમચો ઘી લઈશું. ઘીને ગરમ કરીશું. હવે તેમાં થોડી હિંગ નાંખી શું. આદુ મરચા લસણ ની પેસ્ટ નાંખી શું. ત્યારબાદ બે મોટા ટામેટા ઝીણા સમારીને એડ કરીશું. હવે તેને કુક થવા દઈશું.જ્યાં સુધી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી. તેને ઢાંક્યા વગર જ કુક થવા દઈશું. વચ્ચે-વચ્ચે હલાવતા રહીશું.જેથી નીચે ચોંટે નહી.

6- તમે વીડિયોમાં જોઈ શકો છો કે ઘી છૂટું પડવા માંડ્યું છે.હવે થોડી હળદર નાખીશું. અને એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ૧ નાની ચમચી ગરમ મસાલો નાખીશું. મસાલા ને કુક થવા દઈશું. હવે આ સ્ટેજ પર જે ભાજી કુક કરી હતી તે એડ કરીશું. હવે જે ટિપ્સ ની વાત કરી હતી વીડિયો માં.તે કેવી રીતે સ્ટોર કરીશું. આ ભાજી એડ કરતાં પહેલા વધારે હોય તો થોડી કાઢીને આ મિક્સર ડબ્બામાં લઈ ને ફ્રીઝરમાં મૂકી દો. આ બગડશે નહીં 15 થી 20 દિવસ ફ્રીઝરમાં રાખીને આ ફરી ગ્રેવી ને તમે ખાય શકો છો.

7- શિયાળાની ઠંડકમાં સરસોન સાગ અને મક્કે કી રોટી મળી જાય તો મજા આવી જાય. તમે જોઈ શકો છો કે ત્રણ ટાઈપ ની ભાજી યુઝ કરી છે. ત્રણેય ભાજીમાં અલગ અલગ ગુણ હોય છે. જો આ બાળકોને ખવડાવો તો વધારે સારું રહેશે. તેમાં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે.એમ તો નાના બાળકો ના ખાય પણ આવું ટેસ્ટી બનાવીને આપશો તો જરૂરથી ખાઈ લેશે.

8- હવે તેને થોડી વાર ઢાંકીને કુક થવા દઈશું. આ જે કુક થવા ની પ્રોસેસ છે તે મેન છે. એટલે તેણે 15થી 20 મિનિટ ધીમા તાપે કુક કરી લેવાનું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહીશું. હવે તેમાં અડધી ચમચી આમચૂર પાઉડર કરીશું. અડધી ચમચી ગોળ એડ કરીશું. હવે ગેસ બંધ કરી દઈશું. સર્વે કરતી વખતે હજુ આપણે એક તડકો આપીશું.

9- હવે મકકી કી રોટી બનાવતી વખતે એક કપ મકાઈનો લોટ લઈશું. અને એક નાની વાટકી ઘઉંનો લોટ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે નવશેકું ગરમ પાણી લઇ લોટ બાંધી લઈશું. ધીમે ધીમે એડ કરતાં જઈશું. અને આપણે રોટલીનો લોટ બાંધીએ તેઓ બાંધી લઈશું.હવે સરસ સ્મૂથ લોટ બંધાઈ ગયો છે.

10- હવે આપણે મકાઈની રોટલી બનાવી શું. એક બોલ સાઇઝનું ગુલ્લુ લઈશું.હવે તેને વણી લઈશું.હવે ઘઉં નો કોરો લોટ લઈ ને વણી લઈશું. હલકા હાથે વણી લઈશું. બહુ પાતળી નહીં અને બહુ જાળી પણ નહીં તેવી વણી લઈશું. હવે લોઢી ગરમ થઈ ગઈ છે તો તેની પર શેકી લઈશું.પેહલા ધીમા તાપે શેકી લઈશું. હલકુ શેકાય એટલે પલટાવી લઈશું. સેકન્ડ સાઈડ સરસ ચડી ગયું છે. રોટલી ની જેમ તેને ફુલાવવાની છે. પછી ગેસ ફૂલ કરી દેવાનો છે.

11- તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ફૂલી ગઈ છે. હવે તેની પર ઘી લગાવી દઈશું. સરસોન ના શાક સાથે મકાઈ ની રોટલી ખાવાની મજા આવે છે. હવે મકાઈની રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. અને સરસો નું શાક પણ તૈયાર થઈ ગયું છે.તો હવે તેને તડકો આપીશું. પછી તેને સર્વે કરીશું.

12- પંજાબ વિન્ટર સ્પેશિયલ સરસોન શાક અને મકાઈની રોટલી તૈયાર થઈ ગઈ છે. પણ ફાઇનલ તડકો બાકી છે. તો ચાલો જોઈ લઈએ. એક ચમચી ઘી લઈશું.એક લસણની કળી લઈશું. તેને મેસ કરી દઈશું. તેમાં લસણની કળી એડ કરીશું. લસણ તતડે પછી થોડી હિંગ અને થોડું લાલ મરચું એડ કરીશું. પછી શાક પર એડ કરી દઈશું. ફાઇનલ તડકો આપણે આપી દીધો છે. આ શિયાળામાં સરસો નું શાક અને મકાઈની રોટલી જરૂરથી બનાવશો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.