સરકારની આ હેલ્પલાઈનની મદદથી ઓનલાઈન બેંક ફ્રોડથી મળશે છૂટકારો, મળશે રૂપિયા પરત

હાલમાં કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે ત્યારે એનેક લોકો સંક્રમણથી બચવા માટે ઓનલાઈન બેંકિંગ તરફ વળી રહ્યા છે. આ સમયે બેંક ફ્રોડ કરનારા નવા નવા ગતકડા પણ અપનાવી રહ્યા છે. આ સમયે દિલ્હી પોલીસે ઓનલાઈન બેંક ફ્રોડનો શઇકાર લોકોની મદદ માટે એક હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે. આ નંબર પર ફરિયાદ કર્યાની થોડી મિનિટો બાદ જ ફ્રોડે રૂપિયા લઈ લીધેલા તે રૂપિયા એકાઉન્ટમાં પરત આવી જશે.

આ છે હેલ્પ લાઈન નંબર

image source

કેન્દ્રીય ગૃહમંત્રાલય દરેક પ્રકારના સાઈબર ક્રાઈમને માટે એક હેલ્પલાઈન નંબર ઓપરેટ કરે છે. આ નંબર છે 155260. ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હી પોલીસની સાઈબર સેલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સાથે મળીને આ હેલ્પલાઈન નંબરને વધારે સક્ષમ બનાવવા માટે પાયલટ બેસિસ પર કામ શરૂ કર્યું હતું.

image source

સાઈબર સેલના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલિસ અનેશ રોયે કહ્યું કે તેનાથી ઓછામાં ઓછા 23 લોકોને તેમનું ફ્રોડ કરેલા રૂપિયા પરત મળ્યા 23 લોકોએ લગભગ 8.11 લાખ રૂપિયા પરત મેળવ્યા છે. તેમાં સોથી મોટી રકમ દિલ્હીના એક રિટાર્યર્ડ ઓડિટ એકાઉન્ટ ઓફિસરની હતી. તેમની સાથે 98000 રૂપિયાનું ફ્રોડ થયું હતું.

આ રીતે કામ કરે છે હેલ્પલાઈન નંબર

image source

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસની સાઈબર સેલ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર 155260 છે. તમને જણાવી દઈએ કે રૂપિયા જે ખાતા કે પછી આઈડી પર ટ્રાન્સફર કરાયા છે. સરકારની 155260 હેલ્પલાઈન તે બેંક કે ઈ સાઈટને એલર્ટ મેસેજ મોકલે છે. આ પછી તમારી રકમ હોલ્ડ કરાય છે.

જાણો શું છે આખી પ્રોસેસ

image source

જો તમે પણ ફ્રોડનો શિકાર બન્યા છો તો સૌથી પહેલા હેલ્પલાઈન નંબર 155260 પર કોલ કરો. આ પછી સામાન્ય પૂછપરછના આધારે તમારું નામ, મોબાઈલ નંબર, ફ્રોડનો સમય, બેંકની જાણકારી મેળવવામાં આવે છે. આ પછી હેલ્પલાઈન નંબરની જાણકારી આગળની કાર્યવાહી માટે પોર્ટલ પર મોકલવામાં આવે છે. આ પછી સંબંધિત બેંકને ફ્રોડની જાણકારી અપાય છે. જાણકારી વેરિફાઈ થયા બાદ ફ્રોડ વાળા ફંડને હોલ્ડ કરી દેવામાં આવે છે. આ પછી તમારી રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!