24 માર્ચના રોજ હેંડ સેનિટાઈઝર પર સરકારે લગાવેલો આ પ્રતિબંધ હટાવ્યો, ઉદ્યોગપતિઓને આપી રાહત

કોરોના મહામારીને કારણે સેનિટાઈઝરનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. જેના કારણે તેના વેચાણમાં પણ ઉછાળો આવ્યો હતો. વધતી જરૂરિયાતને પગલે સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તો હવે સરકારે આ અંગે ઉદ્યોગપતિઓને રાહત આપી છે. સરકારે ડિસ્પેંસર પંપ વાળા કંન્ટેનરમાં પેક આલ્કોહોલ આધારિત હેંડ સેનિટાઈઝરને હવે નિકાસ માટે માર્ગ ખોલી દીધા છે.

image source

આ નિકાસ ઉપર આ વર્ષે માર્ચમાં બ્રેક લગાવી દેવામાં આવી હતી. જ્યારે દેશમાં કોરોનાના કેસો વધવાના શરૂ થયા હતાં. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ગુરૂવારે ડિસ્પેંસર પંપની સાથે કંટેનરોમાં આલ્કોહોલ આધારિત હેંડ સેનિટાઈઝરના નિકાસ ઉપર લાગેલા પ્રતિબંધોને તાત્કાલીક પ્રભાવથી હટાવી દેવામાં આવ્યાં છે. જેને લઈને વેપારીઓમાં ખુશીના લાગણી છવાઈ છે.

મહાનિદેશાલયે નોટિફિકેશન બહાર પાડ્યું

image source

આ અંગે વિદેશ વ્યાપાર મહાનિદેશાલયે પોતાના નોટિફિકેશનમાં કહ્યું છે કે, ડિસ્પેંસ પંપ વાળા કંટેનરમાં પેક આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરને હવે નિકાસ માટે ખોલી દેવામાં આવ્યાં છે. તે માટે આલ્કોહોલ આધારિત હેંડ સેનિટાઈઝરને કોઈ પણ રૂપ, પેકેજિંગમાં નિકાસ કરવાની છુટ તાત્કાલ પ્રભાવથી લાગુ થઈ ગઈ છે.

પ્રતિબંધ લગાવવા પાછળનું આ હતું કારણ

image source

દેશમાં મહામારીના કારણે સેનિટાઈઝની માંગ વધારે હતી જેથી સરકારે કોરોના મહામારીને ધ્યાને રાખીને માર્ચમાં તમામ પ્રકારના હેંડ સેનિટાઈઝરની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં મે માસમાં તેમાં છુટછાટ આપવામાં આવી હતી અને માત્ર આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરના નિકાસ ઉપર પ્રતિબંધ યથાવત રહ્યાં હતાં. પછી જૂન મહિનામાં છુટછાટ દેવામાં આવી હતી. પરંતુ સરકારે આ સેનિટાઈઝરના નિકાસ ઉપર પ્રતિબંધ લગાવી રાખ્યો હતો. હવે તેના ઉપરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે.

સરકારના નિર્ણયનો થઈ રહ્યો હતો વિરોધ

image source

આ નિર્ણય બાદ વિરોધ થઈ રહ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોએ સવાલ ઉઠાવ્યો હતો કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ ઉપર વેન્ટીલેટર, સર્જીકલ માસ્કનો પર્યાપ્ત સ્ટોક રાખવાથી ઉલટુ ભારત સરકારે 19 માર્ચ સુધી તમામ ચીજોની નિકાસની અનુમતી કેમ આપી ? સરકાર તરફથી સંસદમાં કહેવામાં આવ્યું કે, સેનિટાઈઝર અને વેન્ટિલેટરના નિકાસ ઉપર તાત્કાલીક અસરથી પ્રતિબંધો લગાવાયા છે.

માર્ચમાં લાગ્યાં હતાં પ્રતિબંધો

image source

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વાયરસના જોખમને જોતા સરકારે લોકડાઉનના એક દિવસ પહેલા જ 24 માર્ચના રોજ વેન્ટીલેટર, અન્ય આઈસીયુ ઉપકરણ અને સેનિટાઈઝરના નિકાસ ઉપર પ્રતિબંધો લગાવ્યા હતાં. આ પગેલા 19 માર્ચે સરકારે માસ્ક બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી તમામ સર્જીકલ, ડિસ્પોઝેબલ માસ્કની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ