એકબીજાને પામવા, એકબીજાની અધુરી રહેલી ઈચ્છાઓને પૂરી કરવા માટે તરસતા અમુક શરીરોની વાર્તા…

 

૧. પરફેક્ટ ડેટ – લીના વછરાજાની

રોજની જેમ ‘ડેટવિથ જેની’ માટે મુકેલી એલાર્મની રીંગ વાગી અને માલ્કમ રોમાંચ સાથે જાગી ગયો.
આજ જેનીનું મનપસંદ પરફ્યુમ લગાડીશ એવું વિચારતાં શાવર લઈ, પરફેક્ટ તૈયાર થઈ, સરસ હેરજેલથી વાળ ઓળીને માલ્કમ ફરી રજાઈમાં આંખ બંધ કરીને જેનીની રાહ જોતો પડી રહ્યો.

જેની આવી. એ જ જન્નતની સુગંધ. મખમલી અવાજમાં વાતો કરતી જેનીની પીઠ પર માલ્કમનો હાથ ફરતો રહ્યો. અચાનક જેનીથી પીડા થતી હોય એવી રાડ પડાઈ ગઈ.

“શું થયું?”

“કાંઈ નહીં ડીઅર.”

માલ્કમને જવાબથી સંતોષ ન થતાં જેનીની પીઠ પોતા તરફ ફેરવી અને એ પોતે પણ વેદનાથી ખળભળી ગયો.
“જેની આ?”

“હા, એ નિશાન છે.”

“પણ શેનાં? અને શું કામ જેની?”

“મૃત્યુશૈયા પર તેં વચન માંગેલું કે હું રોજ તને સપનામાં મળવા આવીશ તે એ ડ્રીમડેટ સાચવવા થોડી શરત માનવી પડે છે. જન્નતના કેટલાક કાયદા છે. અહીં આવવા માટે પાંચ હંટરની સજા હોય. બસ, એટલું જ તો છે.”

“જેની…”
માલ્કમ એ ડેટ પછી રોજની જેમ ખીલી ન શક્યો.

આજ ત્રણ રાતથી માલ્કમના સિગ્નલ કેમ નથી આવતાં? જેની બેચેનીથી રાહ જોતી રહી હતી. હા, પીઠ પર પડેલા ઘા પર રુઝ આવતાં સારું લાગતું હતું.
માલ્કમ મોં પર પાણી છાંટી છાંટીને ઉંઘ ઉડાડવાના પ્રયાસમાં મગ્ન હતો.
રાતે હું સુઈ જઉં અને ડ્રીમ ડેટનું સપનું જોઉં તો જેનીને હંટર ખાવાં પડે એટલે જાગરણ જ…

૨) મધલાળ – સંજય ગુંદલાવકર

ઉર્વશી નામનું આલ્બમ અચાનક ખુલ્યું… એક લીલીછમ ડાળ પર બે પંખી બેઠા હતા. ઉર્વશી- ‘દોમદોમ સાયબી ને રૂપરૂપનો અંબાર’ ને મયંક- ‘ડંખીલો મધલાળ’. ઉર્વશીના ઋજુ હૃદયના સ્પંદનોથી રમે એ પહેલાતો એક શિકારી આવ્યો ને ઉર્વશીને લઈને ઉડી ગયો. હવામાં કોઈનું સ્મરણ રજકણ બનીને ઉડતું હતું. થીજેલા બરફ પર ચોસલાં જેવી કાર રસ્તે ચાલતી હતી, પણ રસ્તો કપાતો ન હતો. રિયર ગ્લાસમાં બધું પાછળ છુટતું ગયું. યાદોની વણઝાર ઉર્વશીના ઉંબરે થોભી.

આજે દશકા બાદ ઉર્વશીના કોરા કપાળને આંસુની ભાષા પર મયંકે ટકોરા માર્યા. ‘ડંખીલા મધલાળ’ને વસવસો હતો કે શિકારી ફોટો-ફ્રેમમાં મઢાઈ ગયો. એક ખૂણામાં નાની નાની બે આંખો પાંખ ફફડાવી રહી હતી.
જૂની પૂરાણી યાદો ભરેલી સંદૂકમાંથી બહાર નીકળી.

બહાર કરા વરસી રહ્યા હતાં, અંતરમાં ભભુકેલી અધુરા અરમાનોની બળતરા ચાર હાથ સેકતી હતી. ખૂણામાંની આંખોમાં ‘પપ્પાની ચેર પર અંકલ બેઠા?’ ઠપકો યાદ આવી ગયો પપ્પાનો, ‘બેટા પપ્પાની ગન ને ચેરથી રમાય નહીં.’
ઉર્વશીના ડીપ ફ્રીજ જેવા હ્રદયમાં મયંકની લાગણીઓના આઇસ ક્યુબ્સ ઓગળવા લાગ્યા. હિટર ઓન થયું.
એ થીજેલી આંખો, રાતની નીરવતામાં કણસતી હતી, ને અચાનક કાનમાં ઘુમરાવા લાગ્યા ગહન ઘેરા શ્વાસોચ્છવાસ. એ આંખો અધ બીડેલા દરવાજામાં ઉતારી…
પરસેવે રેબઝેબ બેયના ધબકતાં હ્રદયના લીલી નસોમાં ઘોડાપૂર ધસમસતું હતું. અંકલની કંપકંપાતી છાતીના કાળા અડાબીડ જંગલોમાં મમ્મીની આંગળીઓ લયબદ્ધ રીતે નાચી રહી ને એવામાં પગનો હલકો ધક્કો વાગતા ધાબળો સરી પડ્યો. બેયની સાથળમાંનો પ્રવૃત નાગ ચૂડઅના વૃત થયો.

એ નાની આંખોમાં ડંખ ઉતરી લોહીમાં ભળ્યો.

ગઈકાલની એ ષણાઓની ક્ષણો આજે પલંગમાં ટાઢી પડી. “આ બારી બહાર ગુલાબનો છોડ તેં વાવ્યો છે?”

“ના મારા સ્વર્ગસ્થ પતિએ.”

“એ છોડ પરનું તેં બરફમાં થીજેલું ગુલાબ જોયું છે ઉર્વશી? એ હું છું… હું આજેય તને એટલીજ ચાહું છું.”

“પણ તેં કદી કહ્યું નહીં કે તું મને મઘમઘતો સાથ દેવા તૈયાર હતો.”

“કાંટા વાવ્યા હતા તે જ નડ્યા મને.”

“મયંક… તારી કાંટાળી આરમાંય મને સુંવાળપની હુંફ મળત.”
પણ… સનનન કરતી વારા ફરતી બે બંદુકની ગોળી આવીને થીજેલો જીવન પ્રવાહ રક્ત બનીને પલંગ પર ઢોળાવા માંડ્યો.

ઉર્વશીના ચિત્કારે મયંકના કાનમાં સુનકાર વ્યાપી ગયો… ઉર્વશી નામનું આલ્બમ અચાનક…

૩) અતૃપ્ત – દિવ્યેશ વિ. સોડવડિયા

મારી તરફ આવતા એના પગરવથી હું સચેત થઈ. એનું નામ સાંભળી બીજીજ પળે એને મારી લગોલગ અનુભવતા મારા શ્વાસ સાથે મારી છાતીયે ધડકવા લાગી. હાંફતા ઉરોજ એને સ્પર્શતાની સાથે ફોન પર થયેલી શરતાનુસાર મેં એની આંખો પર પડદા રૂપી દુપટ્ટો બાંધી દીધો. એની બરડદાઢી મારા કોમળ હોઠ સાથે ઘસી એણે મારામાં ઝણઝણાટી રેલાવી દીધી. ધીરે ધીરે એના ભીના હોઠ મારા કપાળથી માંડી ઊર્ધ્વ અર્ધ શરીરના ભીતરાંગોને તરબતર કરતા રહ્યા. છેક ઊંડાણથી ટીસ ઉપડતા મારો હાથ એના નિર્વસ્ત્ર સુઘડ શરીર પર ફરીને એક સ્થાને અટકી ગયો ને જિંદગીમાં પહેલી વાર મારા અસ્તિત્વને પુરુષાકારનો અંદાજ આવ્યો.
અમારી કાયા એકબીજામાં ઘોળાઈને સંતૃપ્ત થાય એ પહેલાંજ ડોરબેલ રણકી. છેલ્લી કેટલીક મિનિટોને દિમાગમાં ગોઠવી મેં એને બાથરૂમ તરફ જવા ઈશારો કર્યો. એ ત્યાં ગયો અને મેં ડગલા માપી દરવાજો ખોલ્યો.

“આંધળી સાલી, બારણું ખોલવામાં કેટલી વાર લગાડી!” કૂતરાંની જેમ ભસતો દેવ રોજની પેઠે બેડરૂમમાં ઘૂસી ગયો. પરસેવે રેબઝેબ હું ફરી ડગલા ગણતી બાથરૂમમાં ગઈ. ત્યાં કોઈ ન હોતું, સિવાય કે એક અતૃપ્ત દેહ…

૪) હમસફર – જીજ્ઞેશ અધ્યારૂ

‘ધ લાસ્ટ માઈલ સ્ટોન’માંથી ફોન આવ્યો,”વી આર પ્લીઝ્ડ ટુ….”

બારીના પડદામાંથી ચળાઈને આવતી ચાંદનીના આછા ઉજાસમાં એક મરોડદાર દેહલતા કિંગ બેડ પર ઢળી રહી. દરવાજે ઉભેલું શરીર જાણે સુન્ન થઈ ગયું, અચાનક એમાં ઝણઝણાટી ફેલાઈ, ધીમા પગલાં થયા. પેલા શરીરનું એકમાત્ર આવરણ હવાએ સેરવી નાખ્યું.
સુંદરતા સહેજ ખસી. એ કિનારે બેઠો, પાસેના ગોરા લીસ્સા પગની પાની પર સહેજ અચકાઈને આંગળીથી હળવો સ્પર્શ કર્યો. ઘેરા પોલિશ્ડ નખ સાથે પગની આંગળીઓ અને આખુંય શરીર, બધું રણઝણી ઉઠ્યું. સાથપુરાવવા ઝાંઝરેય સહેજ રણક્યું. એ અચકાયો. ખચકાટ જાણી ગયેલા પેલીના બે હાથે ચહેરો પકડ્યો, ચાર બંધ આંખોની સાખે હોઠ મળ્યા. ઝુલ્ફો વિખેરાઈ. કિનારેથી અગાધ દરિયામાં સર્યો. પર્વતો, નદીઓ, સંવેદનથી અનુભૂતિ, બધા આવેગોમાં એ ડૂબતો-તરતો રહ્યો. કોરો સંતોષ નહીં, પ્રાપ્તિનો ભીનો આનંદ બંને પક્ષે હતો.

વરસાદ પછી સૂર્યોદય થયો… આઘાતની પરંપરા… બે મૃગજળ ભીની આંખે રણને કિનારે મળ્યાં.

“શચી?” આંખોએ પ્રશ્ન પૂછ્યાં.

“એકાદ-બેમહીના, કદાચ… પણ તું?”

પળભરમાં વીસેક વર્ષોનો બંધ તૂટ્યો. કેટકેટલુંય વહ્યું, પૂર ઓસર્યા… પાણીની એક બૂંદે રણમાં એક નાનીશી કુંપળ ફૂટી.

૫) સાધના – મીતલ પટેલ

એની નાગણ શીલીસી ત્વચા પર પ્રેમથી મારો હાથ ફરી રહ્યો અને એનું રોમરોમ ઝંકૃત થઈ ઊઠ્યું. સાથે મારું પણ!
એના કોમળ ગુલાબી અધરોનો રસ મને આજે પણ પહેલી વાર જેટલોજ મીઠો લાગ્યો. અખંડ તૃપ્તિનો સંતોષ એની નશીલી આંખોમાં નિહાળી હું થોડો વધુ તૃપ્ત થયો. હંમેશાની જેમ…

“શું તું અને તારો પ્રેમ ફક્ત મારાજ થઈને ના રહી શકે?” મારા આજીજી ભર્યા શબ્દો સામે એનું ઘંટડીના રણકાર સમું હાસ્ય આવ્યું… મારું વિંધાયેલું હૃદય ફરી વિંધાઈ ગયું.
“આ કામ મારી સાધના છે. અતૃપ્ત શરીરોને તૃપ્ત કરવાથી વિશેષ પુણ્યનું કામ શું હોય શકે?” એની આંખોમાંથી ડોકાતી નિર્વાણની ઝલક મારા સ્વાર્થી પણાને દઝાડી ગઈ. મારા હોઠ પર એક નટખટ ચુંબન સાથે એણે મને વિદાય કર્યો.
દરવાજો ખોલતાંજ સામે મારા ખાસ મિત્રને જોઈએે અતિશય પ્રેમથી એને આવકારીને અંદર લઈ ગઈ.

તિરસ્કાર ભરી મારી નજરોએ એનું શરીર ચુંથવા જઈ રહેલા મિત્રની આંખોમાં સમાન ભાવ નિહાળ્યા. જે મારા હૃદય અને આત્માને ચૂંથી ગયા. એના પણ…. અને દરવાન ભીખાના કાયમના એ રહસ્યમય હાસ્યનો ભેદ આજે ઉકેલાઈ ગયો.

૬) મોરપીંછ – રાજુલ ભાનુશાલી

એને ઘણી વખત થતું કે રખેને ભૂલમાંય અડકી જવાશે તો એનીય ચામડીનો રંગ ક્યાંક ભાભી જેવો ઇસ્ટમેન ન થઈ જાય. ક્યારેક સવારના ભાભી રોટલી કરતાં હોય ત્યારે પાછળથી બિલ્લી પગે આવીને એમનાં નિતંબ સાથે અડપલાં કરતા ભાઈને જોઈને એને ઉબકાં આવી જતાં.

અલબત્ત રાત્રે પાર્ટીશન પાછળથી ધમણની જેમ ચાલતા શ્વાસોચ્છશ્વાસના અવાજની એ રાહ જોતો. એ અવાજ શરુ થતાંની સાથેજ એના સત્તર વર્ષીય કુમળા અંગમાં ઠસોઠસ લોહી ભરાઈ જતું અને એની જાણ બહાર હાથ પ્રવૃત્ત થઈ જતો. ઉંહકારા, સિસકારાના વધતા અવાજની સાથે ગતિ પક્ડતા જતા હાથની ક્રિયા, લોખંડના પલંગનો કીચૂડાટ શમ્યા પછીજ થંભતી. એ આજ સુધી સમજી નહોતો શક્યો કે આ એને શું થતું? શું થઈ રહ્યું છે?

.આજે એની ઉત્સુકતાએ માજા મૂકી. એણે સ્ટૂલ લીધું. ‘ના, ના… આતુ ઠીક નથી કરી રહ્યો!’ એના મને ટપાર્યો. પણ મનનું કંઈજ ચાલ્યું નહીં અને બીજીજ પળે એ સ્ટુલ પર હતો.

દુધિયા અંધકારમાં પલંગ પર બિછાવેલી ધોળા બાસ્તા જેવી ચાદર પર ભાભીનો દેહ પડ્યો હતો. ઉપર જળું બીહતો ભાઈ અને એના હાથમાં હતું મોરનું એક પીંછું! મોરપીંછનો એ પ્રવાસ જોઈને પોતે દંગ રહી ગયો. ખરબચડા ગાલ અને ગળા પરથી સરકીને એણે જયારે છાતી પર ગોઠવાયેલી બે ઘાટીલી ટેકરીઓ પર લસરકા કર્યા ત્યારે ભાભીના મુખેથી પ્રથમ સિસકારો નીકળ્યો. નાભિ, પીઠ, કમર, નિતંબ… સિસકારા વધતાં ગયા. દિવસના ઉજાસમાં જે નિતંબ જોઈને ઉબકાં આવતાં, અત્યારે એ જોઈને થયું કે ત્યાં પોતાની દાઢી ઘસી હોય તો? આ વતાની સાથેજ ડોકી જટકીને એણે વિચારને ફગાવી દીધો. બીજીજ પળે ઘાટીલી ટેકરીઓ પર ફરતા મોરપીંછની જગ્યા એ એણે પોતાના હોઠ કલ્પી જોયા અને શરમાઈને આંખો મીંચી દીધી.

થોડીક ક્ષણો પસાર થઈ ગઈ. એણે આંખો ખોલી. હવે ન તો ભાભીનો દેહ દેખાઈ રહ્યો હતો કે ન તો મોરપીંછ! ફક્ત ધોળી બાસ્તા જેવી ચાદર અને એની પર ઊંધે મોંએ પડેલો ભાઈ હતો. સાથે હતાં ઉંહકારા અને કીચૂડાટ!
અંગમાં લોહી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી! એણે વહેલી તકે પેલા મોરપીંછને ચોરી લેવાનો નિર્ણય કર્યો.

૭) જરૂરિયાત – નિમિષ વોરા

પગરવ સંભળાતાજ શીખાના પગના અંગૂઠા સંકોરાયા, અને બીજીજ ક્ષણે એ અંગૂઠા પર હૂંફાળો સ્પર્શ થયો. નવોઢા જેમ શણગારી આવવું એ ડિમાન્ડ હતી… પણ નવોઢા જેવોજ પોતાના મનનો ભાવ તેની પણ સમજ બહાર હતું.
પીંછાની અદાથી ફરી રહેલો હાથ, દરેક આભૂષણો ઉતારતા પહેલા થતું હળવું ચુંબન અને તેની સાથે મહેસુસ થતો હૂંફાળો ઉચ્છવાસ શીખાના મનને અવઢવમાંથી બહાર કાઢવા પૂરતો હતો. પાયલ, હીરાજડિત હાર, બંગડીઓ, કમરબંધ…. બધાય અંગો, આભૂષણોનો આભારમાની રહ્યા હતા. કમર પરથી સરકી હોંઠ ઉર્ધ્વગતી કરી રહ્યા અને કાનની વાળી પાસે પહોંચતાજ શીખાના મનની શરમ પર શરીરની તરસ હાવી થઈ ગઈ….

તસતસતા દીર્ઘ ચુંબન સાથેજ બંનેના આવરણ એક પછી એક અલગ થઈ રહ્યા…. અમુક અંગો, અમુક ચેતનાઓ જાણે આજેજ સજીવન થઈ હતી. બંન્નેની જરૂરિયાતો સંતોષાઈ રહી હતી…. સાથે હોટેલ બહાર રાહ જોઈ રહેલા શીખાના પતિની પણ….

૮) ટેક – ભારતીબેન ગોહિલ

સત્યેન…. તમને અવારનવાર ચાંદનીમાં લટાર મારતા જોઉં છું. લોકો પ્રકાશના પૂજારી હોય છે તમે તો અંધારાના ભક્ત! રાત થાયને તમારા માટે સૂરજ ઊગે!

એમાંયે પાણીમાં પડતાં ચંદ્રકિરણો જોતાં કલાકો સુધી બેઠા રહો. પત્નીના નાતે ઈર્ષા ભાવ જાગે. પણ મને યાદ છે તમે કહેલું, “દિવ્યા! જળના વિવિધ પડછાયામાં મને માત્ર તુંજ દેખાય છે. ક્યારેક લાંબા હાથ કરી મને આગોશમાં લેવા ઈચ્છતી, ક્યારેક હળવેથી આવીને ખુલ્લી પીઠ પર ચુંબન કરતી…. ક્યારેક નશીલી આંખો દ્વારા મિલનનું ખુલ્લું આમંત્રણ આપતી…. તો ક્યારેક મારી છાતી પરના કાળા ભમ્મર વાળમાં નાજુક આંગળીઓ ફેરવતી!”
આટલા વર્ષો સંસાર ભોગવ્યા પછી સવાવરસનો સન્યાસ બહુ તકલીફ આપે છે ને? પણ……

સત્યેન…ખરું કહું? મને ઈચ્છાઓ જ્યારે નાગની જેમ વીંટળાઈ વળે છે ત્યારે ધબ્બ કરતી તમારા પ્રિયજળમાં મારી જાતને નાખી દઉં….બસ પછી તન-મન શીતળ…શીતળ!

ઓહ! હવે થોડોજ સમય. મને શ્રદ્ધા છે…. આપણે બચાવેલી શરીર સંબંધની તાકાત ઈશ્વર આપણા સુકેતુમાં જરૂર ભરી દેશે!

સાંભળો છો? આજે સુકેતુ મેડિકલ ટેસ્ટ દેવા જઈ રહ્યો છે. સારા રીપોર્ટ માટે શુભ કામના પાઠવી શુંને?

૯) સમુદ્ર તટે – વિભાવન મહેતા

સમુદ્ર તટ પૂરો થતાં પથરાયેલા તોતીંગ કાળમીંઢ પથ્થરોની વચ્ચે બનેલી બખોલમાં મધુ ચત્તીપાટ પડી હતી.
ડાબા હાથની કોણીને ટેકે મધુની અડોઅડ આડો પડેલો મકરંદ, જમણા હાથથી મધુના ચહેરાને ઢાંકતા તેના લાંબા વાળ સ્હેજ આઘા કરી વસ્ત્ર વિહોણા અને સમુદ્ર સ્નાનથી ભીના થયેલા કમનીય દેહનું લાલિત્ય ભરપેટ પી રહ્યો હતો. ક્યાંક ક્યાંક ચોંટેલી રેતી મધુની માર્દવતા વધારી રહી હતી.
કામેચ્છાની મહત્તમ ઉંચાઈ આંબી ગયેલા મકરંદે જમણા હાથની તર્જની મધુના કપાળ પર મુકી. ત્યાંથી નાકની ટોચ પર થઈ, બે થરથરતા અધર કુસુમની વચ્ચે ફેરવી ધીરેથી હડપચીને ખૂણેથી ગળા પર ઉતારી. બે ધકધક ધબકતાં ઉન્નત સ્તન યુગ્મની વચ્ચેની પ્રાકૃતિક ખીણમાંથી પસાર કરી મધુની નાભિમાં ઉતારી.

મકરંદે મધુના કમર પ્રદેશ, નિતંબ અને સાથળ પર હથેળી ફેરવી. હજુ એ જમણા હાથ અને જમણા પગથી મધુને કચકચાવીને સંપૂર્ણ આલિંગનમાં ભીંસવા જાય ત્યાંજ….

મકરંદ હાંફળો ફાંફળો જાગ્યો. તેનું મોં ઓશીકાના પીંખાયેલા રુથી ઢંકાઈ ગયું હતું.
બા નીચેથી બુમ પાડતી હતી,”મકરંદ, જલ્દી નીચે આવ… મધુ કાકી તને મળવા આવ્યા છે.”

૧૦) શો ગર્લ – સુષમા શેઠ

તેને એકીટશે જોતો રહ્યો. લાંબી, પાતળી કમર હલાવતી તે મનમોહક હાસ્ય ફેંકતી નૃત્ય કરી રહી હતી. પેરિસના લિડો શોમાં પહેલી હરોળમાં બેસી, માદક પીણાંની ચુસ્કીઓ સાથે તેના કોમળ અંગઉપાંગનો નશો આંખોથી પીવાતો હતો.
બીજી કેટલીયે શો-ગર્લસ હતી, પણ તેની વાત અલગજ હતી. કપાળ પર લહેરાતાં રેશમી, સોનેરી વાળ, તેના ખુલ્લાં, ઉન્નત ઉરોજને હળવેથી સ્પર્શી, વિખરાઈ જતા હતાં. તેના પાતળા, ગોરા પગ, થરકતાં નિતંબ સાથે સંગીતના તાલે, લય બદ્ધ નાચતા હતાં. મંત્ર મુગ્ધ કરતી તેની અદાઓમાં હું એવો ખોવાયો કે મારું મોઢું ઉઘાડું રહી ગયું તેનુંય ભાન ન રહ્યું.
રાત્રે બંધ નયનોમાં તે આવી વસી. રસ ભર્યા પાતળા ઓષ્ટ ચૂમતાં, એકબીજાને પામવાનો તલસાટ ઓર વધ્યો. તે મારા આલિંગનમાં સમાઈ ગઈ.

બીજી રાત્રે તેને મનભર નીરખવા હું ફરી શો જોવા ગયો. ઓળખી જતી તેની આંખો પણ મનેજ જોયા કરતી હતી. આમંત્રણ આપતી, મીઠું હસતી આંખોમાં પ્રેમ ડોકાયો. શો પત્યા બાદ મેં તેને મારી સાથે આવવા કહ્યું.
તુરંત તેનો સાથી-મિત્ર તેને હડસેલતો, અમારી વચ્ચે દુભાષીઓ બની કહેવા માંડ્યો, “બીજીને લઈ જાવ, આ મારી પત્ની છે.”

મેં તેની ભીની આંખોમાં તરસ જોઈ. વિદેશી બોલાચાલી પીઠે અથડાઈ. પાછા વળી, હાથમાં પકડેલા રુપિયા ગજવામાં મૂકી મેં તેનો હાથ પકડી લીધો.

સૌજન્ય : સર્જન માઈક્રો ફિક્શન

કઈ વાર્તા તમને પસંદ આવી નંબર કોમેન્ટમાંજણાવજો, દરરોજ અવનવી વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી