મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતા યુવકે છોડી દીધી નોકરી, હવે બીજા લોકો આવે છે તેની પાસે નોકરી માગવા

કોરોનાકાળમાં એક તરફ જ્યાં યુવાનો પોતાનું ભવિષ્ય અને નોકરી બચાવવા પરેશાન છે તો ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના ત્રણ શિક્ષિત યુવાનો કોરોનાકાળ દરમિયાન નોકરી છોડીને ચર્ચામાં આવ્યા છે. આ ત્રણેય યુવાનો નવા જમાનાની ખેતી દ્વારા પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવામાં લાગેલા છે.

મધમાખી ઉછેર અને બકરી પાલન પણ કરી રહ્યા છે

image source

હકીકતમાં વારાણસીના ચિરઈગાંમ બ્લોકના ચોબેપુર વિસ્તારનું ગામ નારાયણપુર, હાલમાં ત્રણ મિત્રોને કારણે ચર્ચામાં છે. કારણ કે આ ત્રણેય યુવાનો અહીંના ગામલોકોને નવા યુગની ખેતી શીખવી રહ્યા છે. ગામની બહાર જ પોતાના હાથે બનાવેલા નાના તળાવોમાં શિક્ષિત યુવકો શ્વેતાંક, રોહિત અને અમિત મોતીની ખેતી કરી રહ્યા છે. આ સિવાય ત્રણેય મધમાખી ઉછેર અને બકરી પાલન પણ કરી રહ્યા છે.

MA Bed હોવા છતાં શ્વેતાંકને મોતીની ખેતીમાં રસ હતો

image source

યુવા ખેડુતોમાંના મોતીની ખેતી કરનાર શ્વેતાન્કે જણાવ્યું કે, આ અન્ય ખેતીની જેમ જ છે, પરંતુ મોતીની ખેતી પરંપરાગત થતી ખેતીથી થોડી જુદી છે. એક કૃષિ સાહસીકની મદદથી તેઓ મોતીની ખેતી કરે છે. MA Bed હોવા છતાં શ્વેતાંકને મોતીની ખેતીમાં રસ હતો. તેથી તેઓએ ઇન્ટરનેટ દ્વારા તેના વિશે માહિતી મેળવવા લાગ્યા. અને એક જગ્યાએથી તાલીમ પણ લીધી. રોજ નવા લોકો જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, છીપમાંથી મોતી કાઢવાની કામગીરીમાં ત્રણ ગણો નફો રહેલો છે.

દવા બનાવતી કંપનીઓ મધ ખરીદી રહી છે

image source

મધમાખી ઉછેરની દેખરેખ રાખતા મોહિત આનંદ પાઠકે જણાવ્યું કે, બીએચયુમાંથી બીએ કર્યા પછી, પરંપરાગત ખેતીને બદલે કંઇક નવું કરવાની ઈચ્છાએ તેમણે દિલ્હી ગાંધી દર્શનમાં તાલીમ લીધા બાદ મધમાખી ઉછેર શરૂ કર્યો હતો. જે અંતર્ગત તેમણે પોતે બનારસમાં કામ શરૂ કર્યું અને ત્યારબાદ બનારસની બહારના અન્ય ખેડુતોને પણ મદદ કરી. તેઓ પોતે પણ અન્ય લોકોને તાલીમ આપી રહ્યા છે. હવે તેમની પાસેથી મધ વેચવાવાળી કંપનીઓ અને દવા બનાવતી કંપનીઓ મધ ખરીદી રહી છે.

રીજનલ હેડની નોકરી છોડી દીધી

image source

ત્રમેય મિત્રોમાના એક રોહિત આનંદ પાઠક જે પહેલા તો કમિટી કૃષિ સાહસ પહેલા એક પ્રતિનિધિ તરીકે જોડાયા હતા અને હવે પોતે અને બે મિત્રોને સાથે લઈને નવી શરૂઆત કરી છે. તેમણે કોરોનાકાળમાં એક મોટી કંપનીના રીજનલ હેડ તરીકેની નોકરી છોડીને હવે વારાણસીમાં આવી ગયા છે.

આ વર્ષે વધુ 200 લોકોને જોડવાનું લક્ષ્ય

image source

આ ત્રણ મિત્રો આ પ્રકારની ખેતી જાતે કરી રહ્યા છે. આ સિવાય આ વર્ષે વધુ 200 લોકોને જોડવાનું લક્ષ્ય છે. તે કહે છે કે કોરોના રોગચાળાએ ઘણું શીખવ્યું છે, કારણ કે આવનારા દિવસોમાં પર્યાવરણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આવા વ્યવસાય દ્વારા આપણે પોતે આવકનો શ્રોત ઉભો કરી રહ્યા છીએ અને પોતાની જાતને નવા વાતાવરણમાં ઢાળી પણ રહ્યા છીએ.

ધારાસભ્ય પણ પ્રોત્સાહિત કરવા પહોંચ્યા તેમના ગામમાં

image source

ત્રણેય મિત્રોની આ ઝુંબેશથી ખુશ થઈને યુપી સરકારના કેબિનેટ મંત્રી અને તે વિસ્તારના ધારાસભ્ય અનિલ રાજભર પણ તેમના ગામમાં તેમને પ્રોત્સાહિત કરવા પહોંચ્યા અને તેમના કામ કરવાની રીતને પણ જાણી. તેમણે કહ્યું કે, સારી નોકરીઓ છોડીને આ યુવાનો ફક્ત પોતાને જ નહીં, પણ અન્ય લોકોને પણ આત્મનિર્ભર બનાવવાના અભિયાનમાં લાગ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ