સરળ અને ઊપયોગી કીચન ટીપ્સ – ટાઈમ પણ બચશે અને સહેલું પણ પડશે..

કિચન ટીપ્સઃ રસોઈ શરૂ કરવા પહેલાં બટર, પનીર અને પાસ્તા બનાવવા માટેની આ ટીપ્સ ધ્યાનમાં રાખશો તો થશે કામ ઝડપી અને સરળ. જો તમે રસોડાનું કામ સરળ બનાવવા માંગતા હો, તો આ ૫ સરળ ટિપ્સ અનુસરો, જે તમારો કિંમતી સમય બચાશે.

image source

જો તમે રસોડું કામ સરળ બનાવવા માંગતા હો, તો આ પાંચ રસોઈમાં કામ આવે એવી સરળ ટિપ્સ અનુસરશો તો તમને રસોડામાં કામ કરતી વખતે તમારો કિંમતી સમય બચાવવામાં જરૂર મદદરૂપ થશે. રસોડામાં જઈને તેના પોતાના માટે અને તેના પરિવાર માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાથી મહિલાઓને ઘણો સંતોષ આપે છે, પરંતુ આ કામ કરવામાં ઘણી ઊર્જા વાપરવી પડતી હોય છે.

image source

સ્ત્રીઓ બાળકો માટે વિશેષ વાનગીઓ બનાવવા અથવા મનપસંદ વાનગીઓ બનાવવા ઇચ્છે છે, પરિવાર માટે સ્વાસ્થ્યપૂર્ણ આહાર બનાવવા ઘણી મહેનત કરતી હોય છે. સ્ત્રીઓ ઘણીવાર રસોડામાં આખો દિવસ વિતાવતી હોય છે. પરંતુ જો તમને લાગે છે કે તમે રસોડામાં કામ કરતી વખતે ખૂબ કંટાળી ગયા છો અને કામને પતાવવાની ઝડપ વધારવા માંગતા હોવ, તો આજે અમે તમને આવી જ કેટલીક રસોઈ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમારું રસોડામાં વિતાવવાનો સમય બચશે અને કામ ખૂબ જ સરળ થઈ જશે.

પાસ્તા બનાવવા પહેલાં તેને પલાળી રાખો

image source

જો તમે પાસ્તા બનાવવા માંગતા હોવ, તો તેને નરમ બનાવવામાં ઘણો સમય લાગી જાય છે. જો તમારા બાળકો અને કુટુંબના લોકોને પાસ્તા પસંદ છે અને તમારી પાસે વારંવાર પાસ્તા બનાવવાની ફરમાઈશ કરવા છતાં તમે માત્ર રસોડામાં થતા વિલંબને લીધે આ વાનગી બનાવવાનું ટાળો છો, તો પછી તમે એક સરળ ટીપ અપનાવી શકો છો. દિવસને અંતે છેલ્લે રાત્રે ડિનરમાં પહેલાં તમે પાસ્તા બનાવવા માંગો છો, તેને અગાઉથી પાણીમાં પલાળી રાખો. જો તમે આમ કરો છો, તો તમે ખૂબ જ ઝડપથી પાસ્તા બનાવી શકો છો. પલાળેલા પાસ્તા તુરંત બફાઈ જશે અને તેને બનતા સમય ઓછો જશે.

કાંદા ઝડપથી ચડી જાય એ માટે કરો કંઈક આવું…

image source

કોઈપણ વાનગી એમાંય સ્પાઈસી અને પંજાબી ડીશ બનાવવા પહેલાં તેમાં ડુંગળી નાખવામાં આવે છે. તેમાં પણ ડુંગળી ફ્રાય કરવામાં થોડો સમય વધારે લાગતો હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ડુંગળી તળાયા પછી તે અંદરથી કાચી રહી જતી હોય છે. જો તમને પણ આવી તકલીફ થાય છે અને ડુંગળીને ઝડપથી રાંધવા માંગતા હોવ, તો સમારેલી ડુંગળીને તળતી વખતે તેમાં અડધી ચમચી અથવા બેકિંગ સોડાનો ચમચી ઉમેરો. તમને જરૂર ક્રિસ્પી ડુંગળી તમારી સબ્જીમાં નાખવા મળશે.

પનીર સોફ્ટ રાખવા આ ટીપને ધ્યાનમાં લો…

image source

જો તમે ઇચ્છતા હોવ કે તમારું પનીર લાંબો સમય સુધી તમારા કામમાં આવે અને તે બગડી ન જાય તો તેને ખરીદીને કે ઘરે બનાવીને આ કામ કરી લેશો તો એ વધુ સમય ટકી રહેશે. પનીરને બજારમાંથી ખરીદ્યું હોય તો તેને પીવાના પાણીથી સાફ કરીને તેને સ્વચ્છ કરી લો. હવે તેને મોટી ઝાળીવાળી ખમણીથી ખમણ કરી લો. આમ કરીને તેને ડબ્બામાં ભરી રાખશો તો મોટો કટકો સચવાય તેના કરતાં લાંબો સમય સુધી તેને ફ્રીઝમાં રાખીને સાચવી શકાય અને અને વપરાશ લાયક રહેશે. આમ કરવાથી પનીર નરમ રહે છે.

માખણને વાપરતાં પહેલાં આ રીતે પીગાળો…

image source

જો તમે કોઈ વાનગીમાં વધુ પ્રમાણમાં માખણ ઉમેરવા માંગો છો અને તમારે માખણને ઝડપથી ઓગળવાની જરૂર છે, તો પછી તમે આ રીત અપનાવશો તો તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે. તમારે માખણના નાના એકસરખા કટકા કાપીને રાખવા જોઈએ. આવું ફાજલ સમયમાં કરીને તમે એક એરટાઈટ ડબ્બામાં મૂકીને ફ્રિઝમાં પણ રાખી દઈ શકો છો. જ્યારે પણ તમને વધારે પ્રમાણમાં બટર વાપરવાની જરૂર પડે ત્યારે તે કટકાઓને ફ્રીઝમાંથી કાઢીને ગરમ કડાઈ પાસે પણ રાખી દઈ શકો છો. જો ઈચ્છો છો, તો તમે ગરમ પેન અથવા કૂકરની પાસે માખણ ભરેલા વાટકાને રાખી શકો છો. તેનાથી માખણ સરળતાથી ઓગળી જશે. જ્યારે તમે દાળ માખની અથવા કેક બનાવશો ત્યારે આ સ્માર્ટ ટીપ તમને જરૂર કામ આવશે.

પાઈનેપલ કાપતી વખતે અજમાવો આ ટ્રીક…

પાઈનેપલ એવું ફ્રુટ છે, જે ભાવતું હોવા છતાં પણ તેને આપણે નિયમિત રીતે ખરીદતાં નથી. તેની પાછળ એક કારણ છે કે તેને કાપવામાં મુશ્કેલી પડતી હોય છે અને તેને સાચવવામાં પણ તકલીફ પડતી હોય છે. જો તમને અનેનાસ કાપવામાં તકલીફ હોય, તો તેને ઝડપથી અને સરળતાથી કાપવા માટે સૌથી પહેલાં એક સારી ક્વોલીટીની તીક્ષ્ણ છરીથી ચાર ટુકડા કરી લો.

image source

પછી દરેક ટુકડાને અલગ કરીને નાના નાના કટકા કરી લો. આ રીતે સમારવાથી તમે અનેનાસને ખૂબ જ સરળતાથી કાપી શકો છો. જો તમે બાળકોને અનેનાસ આપવા માંગતા હો, તો પછી તમે આ રીત અજમાવી શકો છો. કાપીને તેને એર ટાઈટ ડબ્બામાં ભરીને કે ઝીપ પાઉચમાં મૂકીને ફ્રિઝમાં સાચવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ!

– તમારો જેંતીલાલ