બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કારણોના લીધે ખૂબ ચર્ચામાં રહી છે. અગાઉ તેની હીટ ફિલ્મના વખાણના કારણે તો ત્યારબાદ ડ્રગ્સ કેસમાં નામ ઉછળ્યા બાદ એનસીબી ઓફિસમાં પુછપરછમાં જવા બદલ વિવાદના કારણે, આ સિવાય ભાઈ અને માતા સાથે વેકેશનમાં જ્યારે તેણે પહેલીવાર બિકીની શૂટના ફોટો શેર કર્યા હતા ત્યારે પણ તે ખૂબ ચર્ચામાં રહી છે.
ત્યારે હવે તે ફરીવાર ચર્ચામાં છે આ ચર્ચા સારા અલી ખાનના એક વીડિયોના વાયરલ થવાના કારણે શરુ થઈ છે. જો કે આ ચર્ચા થોડી શરમજનક કહી શકાય કારણ કે અહીં બોલિવૂડની ટોચની અભિનેત્રી સારાને વિદેશમાં લોકોએ ભિખારી સમજી લીધી હતી. આ ઘટના વિશે સારાએ પોતે જ એક મુલાકાતમાં જણાવ્યું હતું. તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે જણાવી રહી છે કે કેવી રીતે તેને લોકોએ ભીખારી સમજી લીધી અને મદદ કરવા ભીખ પણ આપવા લાગ્યા હતા
સારા અલી ખાનનો આ વીડિયો જૂનો છે જેમાં તેણે નાનપણની એક ઘટના વિશે જણાવ્યું હતું. સારાએ જણાવ્યાનુસાર એકવાર તે પિતા સૈફ, માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ સાથે આઉટિંગ માટે નીકળી હતી. તે દરમિયાન તેના માતા-પિતા શોપિંગ કરવા કોઈ દુકાનમાં ગયા અને ઈબ્રાહિમ અને એક હેલ્પર સાથે રસ્તા પર ઊભી હતી.
તે સમયે સારા અચાનક ડાન્સ કરવા લાગે છે અને થોડીવારમાં લોકો સમજે છે કે તે મદદ માટે ડાન્સ કરી રહી છે તો રસ્તા પરથી પસાર થતાં લોકો તેને છૂટા રૂપિયા આપવા લાગે છે. એટલું જ નહીં સારાએ એમ પણ કહ્યું કે પૈસા તેને મળ્યા તો તેણે રાખી લીધા અને ફરીથી ડાન્સ કરવા લાગી કારણ કે તેને લાગ્યું કે લોકોને ડાન્સ ગમ્યો અને તેના કારણે પૈસા આપી રહ્યા હતા.
સારાએ આગળ કહ્યું હતું કે જ્યારે તેના માતા-પિતા બહાર આવ્યા તો હેલ્પરે જણાવ્યું કે સારા એટલી ક્યુટ લાગતી હતી કે લોકોએ તેને પૈસા આપ્યા, ત્યારે અમૃતા સિંહે કહ્યું કે ક્યુટ નહીં લોકોએ તેને ભીખારી સમજી પૈસા આપ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ