સારા અલી ખાન પરીવાર સાથે નીકળી હતી ફરવા અને અચાનક નાચવા લાગી રસ્તા પર, તો લોકો સમજી બેઠા ભિખારી અને પછી…VIDEO

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કારણોના લીધે ખૂબ ચર્ચામાં રહી છે. અગાઉ તેની હીટ ફિલ્મના વખાણના કારણે તો ત્યારબાદ ડ્રગ્સ કેસમાં નામ ઉછળ્યા બાદ એનસીબી ઓફિસમાં પુછપરછમાં જવા બદલ વિવાદના કારણે, આ સિવાય ભાઈ અને માતા સાથે વેકેશનમાં જ્યારે તેણે પહેલીવાર બિકીની શૂટના ફોટો શેર કર્યા હતા ત્યારે પણ તે ખૂબ ચર્ચામાં રહી છે.

image soucre

ત્યારે હવે તે ફરીવાર ચર્ચામાં છે આ ચર્ચા સારા અલી ખાનના એક વીડિયોના વાયરલ થવાના કારણે શરુ થઈ છે. જો કે આ ચર્ચા થોડી શરમજનક કહી શકાય કારણ કે અહીં બોલિવૂડની ટોચની અભિનેત્રી સારાને વિદેશમાં લોકોએ ભિખારી સમજી લીધી હતી. આ ઘટના વિશે સારાએ પોતે જ એક મુલાકાતમાં જણાવ્યું હતું. તેનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે જણાવી રહી છે કે કેવી રીતે તેને લોકોએ ભીખારી સમજી લીધી અને મદદ કરવા ભીખ પણ આપવા લાગ્યા હત

.

image soucre

સારા અલી ખાનનો આ વીડિયો જૂનો છે જેમાં તેણે નાનપણની એક ઘટના વિશે જણાવ્યું હતું. સારાએ જણાવ્યાનુસાર એકવાર તે પિતા સૈફ, માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ સાથે આઉટિંગ માટે નીકળી હતી. તે દરમિયાન તેના માતા-પિતા શોપિંગ કરવા કોઈ દુકાનમાં ગયા અને ઈબ્રાહિમ અને એક હેલ્પર સાથે રસ્તા પર ઊભી હતી.

image source

તે સમયે સારા અચાનક ડાન્સ કરવા લાગે છે અને થોડીવારમાં લોકો સમજે છે કે તે મદદ માટે ડાન્સ કરી રહી છે તો રસ્તા પરથી પસાર થતાં લોકો તેને છૂટા રૂપિયા આપવા લાગે છે. એટલું જ નહીં સારાએ એમ પણ કહ્યું કે પૈસા તેને મળ્યા તો તેણે રાખી લીધા અને ફરીથી ડાન્સ કરવા લાગી કારણ કે તેને લાગ્યું કે લોકોને ડાન્સ ગમ્યો અને તેના કારણે પૈસા આપી રહ્યા હતા.

image soucre

સારાએ આગળ કહ્યું હતું કે જ્યારે તેના માતા-પિતા બહાર આવ્યા તો હેલ્પરે જણાવ્યું કે સારા એટલી ક્યુટ લાગતી હતી કે લોકોએ તેને પૈસા આપ્યા, ત્યારે અમૃતા સિંહે કહ્યું કે ક્યુટ નહીં લોકોએ તેને ભીખારી સમજી પૈસા આપ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ