જલ્સા કરોને જેંતીલાલ

સારા અલી ખાને મોમ માટે લખેલી આ શાયરી વાંચીને તમે બોલી ઉઠશો વાહ વાહ ક્યા બાત હૈ!

સારા અલિ ખાને મમ્મી માટે સુંદર શાયરી લખી

image source

સારા અલિ માટે તેની માતા અમૃતા સિંઘ જ છે સર્વેસર્વા છે

સારા અલિ ખાન પોતે એક રોયલ કુટુંબમાંથી આવતી હોવા છતાં પણ ઘણી ડાઉન ટુ અર્થ છે અને તેણીના આ સ્વભાવના કારણે જ તેણી પોતાના ફેન્સ તેમજ મિડિયામાં ઘણી લોકપ્રિય છે.

તેણીનો જ્યારે ક્યારેય પણ પોતાના ફેન્સ સાથે આમનો સામનો થયો છે ત્યારે તેણીએ ખુબ જ ધીરજથી અને નમ્રતાથી કામ લીધું છે.

image source

આ ઉપરાંત તમે જ્યારે ક્યારેય તેણીને કોઈ ઇન્ટવ્યુમાં જોશો તો ત્યાં પણ તેણી ખુબ જ શાલિનતાથી તેમ છતાં ખુબ જ હળવાશથી વર્તે છે. તેના ચહેરા પર ક્યારેય પોતે એક સેલિબ્રિટિ કે પછી રોયલ ફેમિલિથી આવે છે તેવી એક પણ અભિમાનની રેખા જોવામાં નથી આવતી.

આ બધું જ તેણીને માતા દ્વારા આપવામાં આવેલા સંસ્કારનું જ પરિણામ છે. તેણી પોતાની માતા અમૃતા સિંઘને ખુબ ચાહે છે અને તેને બિરદાવવાનો એક અવસર પણ તેણી ચૂકતી નથી.

image source

તાજેતરમાં સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ‘સારા કી શાયરી’ના ટાઇટલ હેઠળ એક પોસ્ટ શેર કરી છે. રવિવારે સારાએ પોતાના બિઝિ શેડ્યુલમાંથી પોતાની માતાને બિરદાવવા માટે થોડો સમય કાઢ્યો અને એક સુંદર લાંબી પોસ્ટ તેણીને સમર્પિત કરી છે.

તેણીએ પોતાની પોસ્ટમાં પોતાની માતાને ‘મોમી નં. 1’ સંબોધતા લખ્યું છેઃ મિરર મિરર – તું મમ્મી છે કે તેનું પ્રતિબિંબ છે?

અમારી વચ્ચે એક માત્ર તફાવત એ છે કે – મને હંમેશા તેનું એટેન્શ જોઈએ છે. (એટલે કે હું ઇચ્છું છું કે તે માત્ર મારા પર જ ધ્યાન આપે)

બીજી બાજું તેણીમાં અપાર પ્રેમ, વહાલ અને સ્નેહ ભર્યા છે, અને ઘણીવાર હું એક વાતનો ઉલ્લેખ કરતાં ભુલી જાઉં છું તે એ છે કે તેણી મને અવિભાજીત સમય અને ઉર્જા આપે છે.
તેણી મારો પિલર છે, મારી પ્રેરણા છે, એક એવી જાદૂગર છે જે બધી જ ચિંતાઓ દૂર ખેંચી જાય છે.

તેણી પાસે મારા બદલાતા મિજાજ, ખરતા વાળ, ડ્રાઈ સ્કિન અને વોટર રિટેન્શન આવી બધી જ સમસ્યાના ઉપાય છે, તેણીની વૈવિધ્યતા, તેણીની પ્રતિબદ્ધતા, તેણીની ધીરજ અને તેણીનું નિસ્વાર્થપણું મારી સમજણ બહારનું છે.

તે જ્યારે મારી આસપાસ હોય છે ત્યારે કોઈ જ ઉદાસિનતા, કોઈ ભય મારી આસપાસ નથી ભટકતા કે કોઈ આશંકાઓ પણ નથી રહેતી.

image source

મૂળે કોઈ પણ દલીલ વગર મારે એ ઉલ્લેખ કરવાની જૂરૂર નથી કે મારી માતા દરેક રીતે ઉત્તમોત્તમ માતા છે.

સારાએ આ લખાણ પાછળ #amritaki beti અને #sarakishayri પણ લખ્યું છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે સારા અવસર મળ્યે પોતાની માતાનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ચૂકતી નથી.

જો તમે સારા અલિ ખાનનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ફોલો કરતાં હશો તો તમે જોઈ શકશો કે તે પોતાના અકાઉન્ટ પર અવારનવાર માતાની તસ્વીર પણ શેર કરતી રહે છે.

image source

જો તમને યાદ હોય તો તેણીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું ‘Woman crush Wednesday’ તેમાં તેણી અમ્રિતા સિંઘ સાથે તસ્વીરમાં ટ્રેડિશનલ વસ્ત્રોમાં પોઝ આપી રહી હતી.

સારા અલિ ખાને ગયા વર્ષે કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યો હતો. ત્યાર બાદ તેણી રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં રણવીર સિંઘ સાથે જોવા મળી હતી. તેને લોકોએ ખૂબ પસંદ કરી છે. આજે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 1.6 કરોડ ફોલોઅર્સ છે અને તેણીની એક-એક પોસ્ટને લાખો લાઇક્સ અને વ્યૂઝ મળે છે.

image source

સારા અલિ ખાનના પિતા એટલે કે બોલીવૂડના જાણીતા અભિનેતા સૈફ અલિ ખાને કરીના કપૂર ખાન સાથે લગ્ન કર્યા છે આમ કરીના કપૂર તેણીની સ્ટેપ મોમ છે.

image source

અને તેમ છતાં સારા અને કરીનાના સંબંધો ખૂબ જ સામાન્ય અને મધૂર છે. સારા અલિ ખાન સૈફ-કરીનાના દીકરા તૈમુર અલિ ખાનને પણ નાના ભાઈ જેટલું જ વહાલ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version