જલ્સા કરોને જેંતીલાલ

સારા અલી ખાને શેર કરી હોટ બિકીની તસવીરો, એકલતામાં જ જોજો…

સારાઅલી ખાન મનાવી રહી છે ભાઈ અને મમ્મી અમૃતા સિંઘ સાથે ન્યૂ યર

સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન તો દીકરા તૈમુર સાથે સ્વિત્ઝરલેન્ડમાં ન્યૂ યર સેલિબ્રેટ કરી ચૂક્યા છે પણ સારા અલી ખાન ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે સમુદ્ર કીનારે ન્યૂયર સેલિબ્રેટ કરી રહી છે.

તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના વેકેશનની કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં તેણી બીચ પર બીકીની પહેરીને સનબાથ લેતી પણ જોઈ શકાય છે અને યમી નાશ્તો કરતી પણ જોઈ શકાય છે. કારણ કે એક તસ્વીરમાં તેણીના સ્વિમિંગ પુલમાં ફ્લોટીંગ બ્રેકફાસ્ટ ટ્રે પણ છે જે જ્યૂસ, કેક્સ, તેમજ અન્ય નાશ્તાથી ભરેલી છે.

આ ઉપરાંત પણ એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેણી પોતાની માતા અમૃતા સાથે જેટ સ્કી કરી રહી છે. સારાએ જ આ વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી છે. આ વિડિયોમાં અમૃતા જેટ સ્કી ચલાવી રહી છે જ્યારે દીકરી સારા તેની પાછળ બેઠી છે.

સારા પોતાના ભાઈ અને માતા અમૃતાની ખુબ નજીક છે તેણીએ થોડા સમય પહેલાં પોતાની માતા સાથે એક ફોટો શેર કર્યો હતો જેમાં તેણીએ એક લાંબુ કેપ્શન પોતાની માતાને સમર્પિત કર્યું હતું. અને પોતાની માતાને વર્લ્ડ બેસ્ટ મોમ જણાવી હતી.

રજાઓમાં સારા ઉપરાંત તેના ભાઈ ઇબ્રાહીમે પણ આકર્ષણ ઉભું કર્યું છે કારણ તે તેની સાથે પૂલમાં તેનો ભાઈ ઇબ્રાહીમ પણ છે. થોડા સમય પહેલાં ક્રિસ્મસના અવસર પર આ બન્ને ભાઈ બહેને એક સ્પેશિયલ ફોટોશૂટ પણ કરાવ્યું હતું અને તેમની તે સમયની તસ્વીરો પણ ખૂબ વાયરલ રહી હતી.

સારાના ફ્યુચર પ્રોજેક્ટની વાત કરીએ તો તેણી તાજેતરમાં જ ફિલ્મ લવ આજકલની સિક્વલ આજકલમાં કામ કરી રહી છે જેમાં તેણી કાર્તિક આર્યાન અને રણદીપ હુડ્ડા સાથે પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઇમ્તિયાઝ અલીએ કર્યું છે માટે ફિલ્મ પણ જોવા લાયક હશે. આ ફિલ્મની રિલિઝ ફેબ્રુઆરી મહિનામાં થવાની છે.

આ ઉપરાંત સારા અલી ખાન વરુણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર 1માં પણ જોવા મળશે જેનું ડીરેક્શન ડેવિડ ધવન કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં જ રીલીઝ થયું છે. દર્શકો વરુણ અને સારાની કેમેસ્ટ્રી જોવા આતૂર છે. આ ફિલ્મ પહેલી મે 2020માં રિલિઝ થવા જઈ રહી છે. આમ આ વર્ષ સારા માટે કામથી ભરપૂર હશે તો કામ શરૂ થાય તે પહેલાં રજાની મજા તો માણવી જ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version