જલ્સા કરોને જેંતીલાલ

સારા અલીએ ફિલ્મ લાઈનમાં આવતા પહેલાં માત્ર ચાર જ મહિનામાં 30 કીલો વજન ઘટાડ્યું હતું ! જાણો તેના વેઇટ લોસનું રહસ્ય !

આજે બોલીવૂડના ન્યુ કમર્સના નામ આવે તો પહેલું જ નામ સૈફ અલી – અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનનું નામ લોકોના હોઠો પર આવે છે. તેણીએ પોતાના સાદા લૂક તેમજ શાલિન સ્વભાવથી પ્રેક્ષકોના દીલ જીતી લીધા છે.

સોહા અલીના આજે ઇન્સ્ટાગ્રામ પર એક કરોડ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે. તેની એક એક તસ્વીરને લાખો લાઈક્સ મળે છે. અને તેના ફેન્સ તેની આવનારી ફિલ્મો માટે આતુરતાથી રાહ જોઈ રહે છે. આજે તેણી યુવા વર્ગ માટે એક ફેશન આઇકન બની ગઈ છે. પણ તેણીએ અહીં પહોંચવા માટે ઘણી તકલીફ વેઠવી પડી છે.

તમને એવું લાગતું હશે કે તેને વળી શું તકલીફ પડી હશે તે તો પહેલેથી જ સુપર સ્ટારની દીકરી છે. ફીલ્મોમાં કામ તો તેને ચપ્ટી વગાડતાં જ મળી ગયું હશે. ચલો એકવાર માની લઈએ કે તેને પોતાની પહેલી ફિલ્મમાં કામ મળવામાં તકલીફ નહીં પડી હોય પણ તમને ખબર હશે કે સારા અલી ખાન ફિલ્મોમાં આવ્યા પહેલાં 96 કી.ગ્રામ વજન ધરાવતી ભારે શરીરની યુવતિ હતી.

તમે ગમે તેવા સુપર સ્ટારના દીકરા કે દીકરી હોવ પણ તમે દર્શકોને દેખાવે નહીં ગમો તો તમને તેમાં જરા પણ સફળતા નહીં મળે. અને આ કોઈ સામાન્ય લાઈન તો છે નહીં, આ તો ગ્લેમર વર્લ્ડ છે જેમાં પહેલા વ્યક્તિનો દેખાવ આવે છે અને પછી વ્યક્તિની ટેલેન્ટ આવે છે. તો સારાએ આ 96 કી.ગ્રામની બોડીને 60 કીલો સુધી લાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે.

ગઈ કાલે સારા અલિએ પોતાનો 24મો બર્થ ડે બેંકોક ખાતે કો સ્ટાર વરુણ ધવન સાથે ઉજવ્યો હતો. આજે તેણી પાસે ફિલ્મોની લાઈનો લાગી છે તો ચાલો જાણીએ કે કેવી રીતે તેણી ફેટ ટુ ફીટ બની.

તેણીને એક ઇન્ટર્વ્યુમાં તેના વેઇટ લોસ સફર વિષે પુછવામાં આવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે તેણીએ પોતાનું વજન ઘટાડવા માટે ત્રણ ટાઈમ માત્ર ચીકન અને ઇંડા પર જ જીવવું પડતું હતું. આ ડાયેટ હોલીવૂડની ઘણી બધી સેલિબ્રીટીઓ ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે મહાન ફૂટબોલ પ્લેયર બેકહેમની વાઈફ વિક્ટોરિયા બેકહેમ પણ આ ડાયેટ ફોલો કરે છે.

જો કે ડાયેટીંગ કરતી વખતે તેમણે ઘણી બધી રીતો અપનાવી હતી જેમ કે તેમણે વજન ઘટાડવા માટે કીટો ડાયેટીંગ પણ કર્યું હતું પણ તેની તેમના શરીર પર કોઈ અસર નહોતી થઈ. તેણી જણાવે છે કે તેણીને વજન ઘટાડવા માટે ભારે મહેનત કરવી પડી હતી.

તે એ લોકોને સલાહ આપવા માગે છે કે જેઓ માને છે કે રાતોરાત વજન ઘટી જશે. તો તેવા લોકો સમજી લે કે વજન ઘટાડવા માટે રીતસરનો પરિશ્રમ કરવો પડે છે.

ડાયેટ નિષ્ણાતો જણાવે છે કે સારાએ અપનાવેલો ડાયેટ વાસ્તવમાં કારગર નીવડે છે. આ ડાયેટમાં તમારે ત્રણે સમય એક જ વસ્તુ ખાવાની હોય છે. અને આવું એકધારું ચાલુ રાખવાથી તમને થોડા દીવસોમાં ધીમે ધીમે તમારા શરીરમાં ફેર દેખાવા લાગશે.

સારાએ જણાવ્યુ હતું કે તે સ્ટ્રીક્ટ ડાયેટ તો ફોલો કરે જ છે પણ તે રોજ સવારે નિયમિત વર્કઆઉટ પણ કરે છે અને સવારની બાજુએ હળદર, કોબી અને ગરમ પાણી લેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે વર્કઆઉટ સેશન બાદ ગ્રીક યોગર્ટ જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય તે લેવાનું પસંદ કરે છે અને સાથે સાથે એક કપ કોફી પણ તેણી લે છે.

સારા અલીની જેમ તમે પણ જો મહિનાઓમાં જ ધરખમ વજન ઉતારવા માગતા હોવ તો આટલું કરો

જો તમે પણ સારાની જેમ દીવસમાં એક જ ખોરાક પર કોન્સન્ટ્રેટ થઈને વજન ઘટાડવાનો ઇરાદો રાખતા હોવ તો જાણી લો કે તેનાથી તમારી કેલરી તો ઘટશે પણ શરીરમાંનું મેટાબોલિઝમ પણ અસ્થિર થશે. માટે ડાયેટ શરૂ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

આ ઉપરાંત એકની એક વસ્તુ ખાવાથી તે વસ્તુથી આપણને નફરત થવા લાગે છે. જેની પણ શરીર પર વિપરિત અસર પડી શકે છે.

બની શકે કે એક સમયે તમારું વજન આવું ડાયેટ અપનાવવાથી ઓછું થઈ જાય પણ તેનાથી તમે બિમાર પણ થઈ શકો છો. તેના કરતાં તમારા સ્વભાવ, તમારી રુચી તેમજ તમારા શરીરને અનુરુપ નિષ્ણાત ડાયેટીશીયનની સલાહ લઈને ડાયેટ ફોલો કરવો અને તેને તાલમેલ રોજિંદા વર્કઆઉટ સાથે પણ બનાવી રાખવો તો જ તમારા શરીરનું વજન ઉતવામાં મદદ મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version