સારા અલી ખાને જણાવી કરીના અને સૈફના લગ્નની ક્યારેય સામે ના આવેલ વાતો…

કરીના-સૈફના લગ્ન વિષે જાણી સૈફની એક્સ-વાઈફ અમૃતાએ આપ્યું હતું આવું રિએક્શન ! સારા અલી ખાને કર્યો મોટો ખુલાસો

image source

બોલીવૂડ ભારતીયોને માત્ર મનોરંજન જ પુરુ નથી પાડતું પણ ઘણાબધા સારા ઉદાહણો પણ પુરા પાડે છે. સૌથી પહેલું તો તે ધર્મનિર્પેક્ષતા શીખવે છે. કારણ કે લગભગ મોટા ભાગના બોલીવૂડ સેલિબ્રીટીઝ પોતાનાથી અલગ ધર્મનો જીવનસાથી પસંદ કરે છે અને તેને તેનો ધર્મ સંપુર્ણ પણે નિભાવવાની પણ સ્વતંત્રતા આપે છે. તો વળી બોલીવૂડ એ પણ શીખવે છે કે તમારા ભૂતકાળના સંબંધોને કેવી રીતે નિભાવવા.

image source

બોલીવૂડમાં પ્રવેશતાં જ એક પછી એક સુપર હીટ ફિલ્મો આપી રહેલી સારા અલિખાનના પિતા સૈફ અલિ ખાન અને તેની માતા અમૃતા સિંઘ તેર વર્ષના લગ્ન જીવન બાદ 2004માં એકબીજાથી છુટ્ટા થયા હતા. જો કે તેઓ જ્યારે છુટ્ટા થયા ત્યારે તે બન્ને વચ્ચેના સંબંધમાં ઘણી કડવાશ હતી. પણ ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બધું જ થાળે પડતું ગયું.

image source

તેમના ડીવોર્સ ભલે થઈ ગયા પણ તેમણે માતાપિતાની ફરજ સંયુક્ત રીતે પણ સારી રીતે નીભાવી જાણી હતી. અને પોતાના છુટ્ટાછેડાના આઠ વર્ષ બાદ 2012માં સૈફ અને કરીનાએ લગ્ન કરી લીધા. અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ તેમના ફેન્સમાં તેમની વચ્ચેના એજ ગેપે ચકચાર મચાવી દીધી હતી. જો કે તે વખતે દરેક વ્યક્તિ એ પણ જાણવા આતુર હતું કે આ બન્નેના લગ્નથી સૈફની એક્સ વાઈફ અમૃતાની શું પ્રતિક્રિયા હશે.

image source

તાજેતરમાં સારા અલી ખાને એક મેગેઝિનને આપેલા ઇન્ટર્વ્યુમાં સારાએ પોતાના કુટુંબ સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો જણાવી હતી. તેમાં તેણીએ લોકો જે પ્રશ્નની વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ તેણે આપ્યો હતો. તેણીને પુછવામાં આવ્યું હતું કે સૈફ અને કરીનાએ લગ્ન કરવાનુ નક્કી કર્યું ત્યારે તેની માતા અમૃતા સિંહનું શું રીએક્શન હતું ?

image source

ત્યારે તેણીએ ખુબ જ સહજતાથી જવાબ આપતા જણાવ્યું હતું, “જ્યારે મારા પિતા કરીના સાથે લગ્ન કરવાના હતા. ત્યારે મને સારી રીતે યાદ છે કે તે સમાચાર સાંભળી મારી મમ્મી મને ઘરેણાના લોકર પાસે લઈ ગઈ અને તેમાંથી ઘરેણા કાઢવા લાગી.

image source

મેં મારી મ્મીને પુછ્યું કે મારે કયા ઇયરીંગ્સ પહેરવા જેઈએ ? ત્યારે મારી માતાએ ડીઝાઈનર સંદીપ ખોસલા અને અબુ જાનીને બોલાવ્યા અને તેમને જણાવ્યું કે સૈફ લગ્ન કરવા જઈ રહ્યા છે તો હું ઇચ્છું છું કે લગ્નમાં સૌથી સુંદર ચણિયાચોળી સારા જ પહેરે.”

image source

તેણીએ આ વિષે વધારે જણાવતા કહ્યું હતુ કે સૈફ અને કરીનાના લગ્નને લઈને તેની માતા ઘણી ઉત્સાહિત હતી. સારા સાથે જ્યારે પણ કોઈ ઇન્ટર્વ્યુ કરવામાં આવે છે ત્યારે હંમેશા તેણીના કરીના સાથેના સંબંધો વિષે અચૂક પુછવામાં આવે છે અને તેણી ઘણીવાર તે બન્ને વચ્ચે મિત્રો જેવા સંબંધો છે તેવું કહી ચુકી છે.

image source

જો કે તેણી કોફી વિથ કરનમાં જ્યારે પિતા સૈફ સાથે આવી હતી ત્યારે તેણીને પિતાના લગ્ન વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણીએ જણાવ્યુ હતું કે લગ્નના સમાચાર સાંભળી તેણી થોડી અપસેટ થઈ ગઈ હતી પણ તેણીની મમ્મીએ તેણીને સમજાવી અને ત્યાર પછી જ તેણી પોતાના પિતાના લગ્નમાં હાજર રહી.

image source

ડીવોર્સ બાદ સારા અને ઇબ્રાહિમને ભલે માતા અમૃતાએ જ ઉછેરીને મોટા કર્યા હોય અને સ્વાભાવિક રીતે બન્ને સંતાનો તેની માતાની વધારે નજીક છે પણ તે બન્ને સૈફને પણ તેટલો જ પ્રેમ કરે છે. અને માટે તે પોતાના પિતાના દરેક સંબંધને પણ તેટલું જ માન આપે છે અને માટે જ તેના અને કરીના કપૂરના સંબંધ હંમેશા સારા રહ્યા છે. માત્ર કરીના જ નહીં પણ પોતાના પિતા અને કરીનાના દીકરા તૈમુરના બાળપણને પણ તેણી ખુબ એન્જોય કરતી અવારનવાર તસ્વીરોમાં જોવા મળી છે.

image source

કરીના અને સૈફના લગ્ન થયા તે વખતે તેમની વચ્ચેના એજ ડીફરન્સને લઈને ઘણી બધી રમુજો મિડિયામાં ઉભી થઈ હતી. કારણ કે સૈફે જ્યારે પોતાના પ્રથમ લગ્ન અમૃતા સિંહ સાથે 1991માં કર્યા ત્યારે તેણી માત્ર અગિયાર જ વર્ષની હતી.

image source

તે વખતે સૈફ અલી ખાન હજુ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યો જ હતો. અને અમૃતા સિંહ પહેલેથી જ એક સ્થાપિત સ્ટાર હતી. તેણી એક આખાબોલી અને બોલ્ડ વ્યક્તિત્વ ધરાવતી હતી. જ્યારે સૈફ એક શાંત અને કૂલ પર્સનાલિટી ધરાવતો હતો.

image source

સૈફ અને અમૃતા પ્રથમવાર કોઈ ફિલ્મના સેટ પર મળ્યા હતા. અને એક કોમન ફ્રેન્ડ દ્વારા તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા અને છેવટે ખુબ જ ટુંકાગાળાના મેલમિલન બાદ બન્નેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું અને લગ્ન થઈ પણ ગયા.

image source

તેણી સૈફ કરતાં ઘણી મોટી હતી. લગ્નના 13 વર્ષ અને તે દરમિયાન બે બાળકોના જન્મ બાદ સૈફ અને અમૃતાએ એકબીજાથી અલગ થવાનું નક્કી કરી લીધું હતું.

image source

વર્ષો પહેલાં સૈફે એક ઇનટ્વ્યુમાં જણાવ્યું હતું, “મારે અમૃતાને પાંચ કરોડ રૂપિયા આપવાના હતા જેમાંથી મેં 2.5 કરોડ આપી દીધા હતા. આ ઉપરાંત તેને જ્યાં સુધી મારો દીકરો 18 વર્ષનો ન થાય ત્યાં સુધી દર મહિને એક લાખ રૂપિયા આપવાનો છું.

image source

હું કંઈ શાહરુખ ખાન નથી. મારી પાસે તેટલા બધા રૂપિયા નથી. મેં તેણીને વચન આપ્યું છે કે બાકીના રૂપિયા હું તેણીને ચુકવી દઈશ અને હું ચુકવીશ પણ ખરો પછી ભલે ગમે તે થાય.”

image source

તે વખતનો સમય સૈફ માટે કપરો હતો તે જે કંઈ પણ કમાણી કરતો તે બધી જ તેના બાળકોને આપી દેવામા આવતી. તેની પાસે કોઈ જ રૂપિયો નહોતો બચતો. તેનો બંગલો હતો તે અમૃતા અને તેના બાળકોને આપી દેવામાં આવ્યો હતો. તેના બધા સગા સંબંધીઓ પણ તેણીના પક્ષે થઈ ગયા હતા. જો કે તે માનસિક રીતે ઘણો રિલેક્સ થઈ ગયો હતો. કારણ કે તેમના લગ્ન જીવનમાં કડવાશ સિવાય કશું જ નહોતું બચ્યું.

image source

લગ્ન બાદ સૈફના સંબંધો ઇટાલિયન સ્ટાર, રોઝા કેટાલાનો સાથે પણ રહ્યા હતા જે વધારે લાંબા નહોતા ચાલ્યા. પણ ત્યાર બાદ તે ફિલ્મ ટશનના શુટિંગ દરમિયાન કરીનાની નજીક આવ્યો અને 2012માં તે બન્નેએ લગ્ન પણ કરી લીધા. અને 2016માં સુંદર બેબી બોય તૈમુર અલિ ખાનના માતાપિતા બન્યા.

image source

હાલ સૈફના અમૃતા સાથેના બાળકો એટલે કે ઇબ્રાહીમ અને સારા અને કરીનાનું બાળક એટલે કે તૈમુર ત્રણે એકબીજાની સાથે ખુબ જ હળવાશથી રહે છે. તેઓ અવારનવાર સોશિયલ મિડિયા પર વાર-તહેવારે સેલિબ્રેશન કરતા જોવા મળે છે.

image source

સારા અલિ ખાન હાલ વરુણ ધવન સાથે કુલી નં1ના શુટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ કરીના કપૂર અને ગોવિંદાની કુલી નંબર 1ની રીમેક છે. તો કરીના પણ પોતાના રિયાલીટી શોઝ, આવનારી ફિલ્મો માં વ્યસ્ત છે. જ્યારે સૈફ પણ પોતાના પ્રોડક્શન હાઉસ તેમજ વેબ સિરિઝ અને ફ્યુચર પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ