શું તમે જોયો સૈફની દીકરી સારા અલી ખાનનો આ લેટેસ્ટ વિડીયો?

સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાને જબરદસ્ત ક્લાસિકલ ડાન્સ કર્યો, સિમ્બાની યુવતીનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો.

image source

સારા અલી ખાનનો ક્લાસિકલ ડાન્સ કરતો આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીનો આ વીડિયો અત્યાર સુધીમાં 1.5 મિલિયન વખત જોવામાં આવ્યો છે.

આ વાયરલ વીડિયો સૌથી પહેલા સારા અલી ખાને પોતે જ શેર કર્યો હતો.

image source

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે એક વીડિયો શેર કર્યો છે. સારા અલી ખાનનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સારા અલી ખાન ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. તમને એ જણાવી દઈએ કે સારા અલી ખાનનો આ નવો વીડિયો નથી, પરંતુ તે તેનો એક થ્રોબેક વીડિયો છે. જો કે ચાહકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને વખતોવખત તે તેના જીવનની બધી ઝલક ફેન્સ સાથે શેર પણ કરે છે. તાજેતરમાં જ સારા અલી ખાને તેનો એક જુનો વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટ્રેડિશનલ ઓડિસી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આમાં સારા અલી ખાન નૃત્ય જે તન્મયતા થી શાસ્ત્રીય નૃત્ય કરી રહી છે તે તેના પ્રશંસકોને ખૂબ જ આનંદ આપે છે.

image source

તેના પ્રશંસકો આ રીતે તેને ક્લાસિકલ ડાન્સ કરતી જોઈ સારા અલી ખાનની પ્રશંસા કરી રહ્યા છે. ચાલો તમને એ જણાવી દઈએ કે સારા અલી ખાન તેના બિન્દાસ અંદાજથી ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. તેમજ લોકો તેની અદા જોયા પછી તેની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં અભિનેત્રી પરંપરાગત કપડા પહેરેલી જોવા મળી રહી છે. તેનો વીડિયો જોનારા કોઈપણ કહેશે કે તે અભિનયની સાથે સાથે નૃત્યમાં પણ નિષ્ણાત છે. 11 મિનિટનો આ વીડિયો શેર કરતાં અભિનેત્રીએ તેના કેપશનમાં લખ્યું છે કે, “બટ્ટુ, હેપી ઉત્કલ દિવસ”. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલના દિવસે, ઓરિસ્સાને બિહારથી અલગ કરવામાં આવ્યું હતું અને એક અલગ રાજ્યની રચના કરવામાં આવી, જેને ઉત્કલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાને તેની ફિલ્મો અને તેની અદાથી લોકોના દિલમાં ઘણી જગ્યા બનાવી લીધી છે. સારા અલી ખાનને મલ્ટિ ટેલેન્ટેડ કહેવું કાંઈ ખોટું નથી. હકીકતમાં આ અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જબરદસ્ત શૈલીમાં ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં સારા અલી ખાન ક્લાસિકલ ડાન્સના દરેક સ્ટેપને સારી રીતે કરતી જોવા મળી રહી છે.

image source

જેમાં તે પિંક ચિકનકારી સ્યુટમાં પરફોર્મ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહ્યો છે, આ સાથે લોકો તેની ઉપર જોરદાર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. સારા અલી ખાન હાલમાં લોકડાઉનને કારણે તેના ઘર પર જ છે.

તમને જણાવી દઈએ કે 1 એપ્રિલે જ્યારે લોકો આખા દેશમાં એક બીજાને એપ્રિલ ફૂલ બનાવી રહ્યા હતા, તે દિવસે જ ઓરિસ્સાની રચના થઈ હતી જે એક ખાસ પ્રસંગ હતો. સારા અલી ખાનના આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયોને ખૂબ શેર પણ કરી રહ્યાં છે.

image source

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો સારા અલી ખાન ટૂંક સમયમાં જ વરુણ ધવન સાથે આગામી ફિલ્મ ‘કુલી નંબર 1’ ની સિક્વલમાં જોવા મળશે. જે 1995 ની ફિલ્મ કુલી નંબર 1 ની રિમેક છે. ડેવિડ ધવન નિર્દેશિત આ ફિલ્મ 1 મેના રોજ રીલિઝ થશે. આ સિવાય તે ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મ ‘અતરંગી રે’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર અને ધનુષ જોવા મળશે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી, 2021 ના રોજ રીલિઝ થશે. સારા અલી ખાન એ સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે રણવીર સિંહ સાથે ફિલ્મ ‘સિમ્બા’ માં પણ જોવા મળી હતી.

image source

સારા અલી ખાન છેલ્લે કાર્તિક આર્યનની સાથે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કાલ 2’ માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી નહીં, જોકે આ ફિલ્મમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યનની જોડી ને સારી એવી પસંદ કરવામાં આવી હતી.

image source

તમને એ જણાવી દઈએ કે કોરોના વાયરસના વધતા જતા પ્રભાવને કારણે દેશમાં હાલમાં 21 દિવસનો લોક ડાઉન ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન, દરેક તેમના ઘરે છે અને થોડી પ્રવૃત્તિ કરે છે. લોકડાઉન દરમિયાન બૉલીવુડ સ્ટાર તેમના ઘર પર કરવામાં આવેલા કામોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ