જલ્સા કરોને જેંતીલાલ

સારા અલી ખાને વારાણસીમાં લીધો તો ખરી ગંગાની આરતીમાં ભાગ, પણ જોતી હતી ક્યાંક બીજી જગ્યાએ જ, PICS

સારા અલી ખાને વારાણસી ખાતે ગંગા આરતીમાં લીધો ભાગ – જોવા મળી આધ્યાત્મિક મૂડમાં

image source

સારા અલી ખાનની ફિલ્મ રીલીઝ થઈ રહી હોય કે ન થઈ રહી હોય તેણી પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તો સતત એક્ટિવ રહે જ છે. હાલ તેનું સોશિયલ મિડિયા અકાઉન્ટ જણાવી રહ્યું છે કે તેણી વારાણસી એટલે કે કાશીમાં છે. અહીં તેણી ગંગા આરતીમાં ભાગ લેતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ પર તેના 2 કરોડ જેટલા ફોલોઅર્સ છે.

તેણીએ અત્યાર સુધીમાં બોલીવૂડની ત્રણ ફિલ્મો કરી લીધી છે. જેમાંથી સિંબા સુપર હીટ રહી છે જ્યારે બાકીની બન્ને ફિલ્મ એટલે કે લવ આજ કલ અને કેદારનાથને મધ્યમ સફળતા મળી છે. પણ તેની એક્ટિંગની તેમજ તેના પર્ફોમન્સની દર્શકોએ નોંધ લીધી છે. અને તેનો એક આગવો ફેન વર્ગ તેણી ધરાવે છે.

image source

તેણી મોટા ભાગે સાદા વસ્ત્રો તેમજ ઓછા મેકઅપમાં જોવા મળે છે અને લોકોને તેની આ જ સાદગી ખૂબ પસંદ આવે છે.

તમને જણાવી દઈએ કે સારા આનંદ એલ રાયની આવનારી ફિલ્મ અતરંગી રેમાં જોવા મળશે. આ જ ફિલ્મના શૂટિંગ માટે તેણી વારાણસી પહોંચી ગઈ છે. જેની તસ્વીરો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જે તેણીએ જ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

તેણીએ પોતાની આ તસ્વીરોને કેપ્શન આપ્યું છે, ‘ગંગા નદી’. આ તસ્વીરોમાં સારા ક્રીમ કલરના પંજાબી સૂટમાં જોઈ શકાય છે. તેણીએ ગંગા આરતી દરમિયાન માથું ઓઢીને આરતીના દર્શન કર્યા હતા. આ સિવાય એક તસ્વીરમાં તેણી એક હોડીમાં ગંગા નદીની સેર કરતી પણ જોવા મળે છે.

image source

આ ફિલ્મનું શુટિંગ 3 માર્ચના રોજ શરૂ થઈ ગયું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ હાલ ડોઢ અઠવાડિયા માટે વારાણસા રોકાશે અને તેના અલગ અલગ લોકેશન પર શૂટિંગ કરશે. આ સ્થળોમાં કાશી સ્ટેશન, ચંદૌલીનું ખુરુજા ગામ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. ફિલ્મમાં સારા અલી ખાન સાથે અક્ષય કુમાર અને સાઉથ સુપરસ્ટાર ધનુષ પણ જોવા મળશે. એક અહેવાલ પ્રમાણે સારા અલી ખાન આ ફિલ્મમાં બીહારી છોકરીનું પાત્ર ભજવી રહી છે જે તમને ભોજપૂરી બોલતી પણ જોવા મળશે.

image source

આ ફિલ્મમા સારા ડબલ રોલમાં જોવા મળશે. સારા અલી ખાન સાથે તમે અક્ષય અને ધનુષ બન્નેને રોમાન્સ કરતાં જોઈ શકશો. આ ઉપરાંત સારા વરુણ ધવન સાથે પણ ફિલ્મ કુલી નંબર વનમાં જોવા મળશે. જેનું કેટલુંક શૂટિંગ તો પૂર્ણ થઈ ગયું છે.

image source

સારા અવારનવાર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની માતા તેમજ ભાઈ ઇબ્રાહિમ અલી સાથેની તસ્વીરો શેર કરતી જોવા મળી છે. ન્યૂયર હોલીડેઝની કેટલીક તસ્વીરો પણ તેણે શેર કરી હતી જે તેના ફેન્સને ખૂબ પસંદ આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version