“સાપ્તાહિક રાશિફળ: બાર રાશિના જાતકો માટે કેવું છે આ સપ્તાહ જાણવા વાંચો રાશિફળ”

સાપ્તાહિક રાશિફળ : બાર રાશિના જાતકો માટે કેવું છે આ સપ્તાહ જાણવા વાંચો રાશિફળ

મેષ : તમારે તમારા સ્વાસ્થ્ય વિશે સજાગ રહેવાની જરૂર છે. તબિયત અચાનક બગડી શકે છે. પ્રેમીઓ કે દંપતિ વચ્ચે ઝઘડા થશે. તમારે તમારા ક્રોધને કાબૂમાં રાખવો જરૂરી છે. કારર્કિદીમાં પ્રગતિ થઈ શકે છે. અંગત જીવનમાં પરિસ્થિતિ સપ્તાહના અંત સુધીમાં સામાન્ય થવા લાગશે. પરિવારમાં વયોવૃદ્ધ હોય તેમનું ખાસ ધ્યાન રાખજો.

વૃષભ : આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પુરું કરવામાં સફળ થશો. મનની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. તમારા જીવનસાથીને સમય આપજો. નોકરી બદલવા માટે વિચાર કરતા હોય તો આ સમય યોગ્ય નથી.

મિથુન : તમે તમારી કારકિર્દી અંગે નિરાશા થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ફાજલ સમયનો ઉપયોગ રચનાત્મક કાર્યમાં કરો. કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો. જીવનસાથી સાથે સારો સમય પસાર કરો. માતા-પિતાનો સહયોગ મળશે.

કર્ક : પ્રેમ સંબંધમાં તમારી સાથે દગો થાય તેવી સંભાવના છે. ઓનલાઈન કોઈ કામ કરો તો તે વખતે સાવચેત રહેજો નહીં તો તમે છેતરાઈ શકો છો. નોકરી કરનારાઓની આર્થિક સ્થિતિ ખર્ચના કારણે કથળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

સિંહ : આ અઠવાડિયામાં ભાગ્ય તમારો સાથ આપશે. તમે જે કાર્ય પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો છો તેમાં તમને સફળતા મળશે. પરંતુ જીવનસાથીની તબિયત બગડી શકે છે તેથી સાવધાન રહેવું. પરીવારના સભ્યોની કાળજી લેજો.

કન્યા : આર્થિક બાબતો અંગે જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે. નવું કાર્ય શરૂ કરવા તૈયારી કરી રાખો સારી તક મળશે. પિતૃ પક્ષ તરફથી આર્થિક મદદ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં દગો થવાની સંભાવના છે.

તુલા : આ અઠવાડિયે તમારે તમારા બધા કાર્યો પૂરા કરવા માટે સખત મહેનત કરવી પડી શકે છે. તમારા પાર્ટનરની સહાયતાથી તમે તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો. પરંતુ પાટર્નરને સમય આપવાનું ભુલતા નથી. તેની અવગણના ભારે પડશે.

વૃશ્ચિક : તમારા માટે સમય શુભ રહેવાની સંભાવના છે. તમે તમારા સ્વાસ્થ્યને લઈને જાગૃત રહેશો અને અન્યને પણ સ્વસ્થ રહેવાની સલાહ આપજો. વેપારી વર્ગની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો થવાની સંભાવના છે.

ધન : પ્રેમ સંબંધની બાબતમાં આ સપ્તાહ ઉત્તમ સાબિત થશે. બદલાતા સમય સાથે પ્રેમ સંબંધોમાં પણ ખટરાગ હશે તો તે દૂર થશે અને સંબંધો મધુર બનશે. તમે ભવિષ્યની નવી યોજનાઓ બનાવી શકો છે. કર્મચારીઓ ઓફિસમાં સારું પ્રદર્શન કરી પ્રશંસા મેળવશે.

મકર : મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરી અને તમે કંઇક નવું શીખવાનો પ્રયાસ કરી શકો છો. પરંતુ સ્વાસ્થ્ય માટે વિશેષ ધ્યાન આપવું પડશે. ખર્ચ પ્રત્યે સજાગ રહેજો. આ સપ્તાહમાં ખર્ચ વધી શકે છે.

કુંભ : તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. ઝઘડો થયો હશે તો તે પણ દૂર થશે. બાળકો તરફથી પણ સુખ પ્રાપ્ત થવાની અપેક્ષા છે. તમારી કારકિર્દી વિશે કોઈ જાણકાર વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

મીન : જીવન કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ પ્રગતિના માર્ગ પર છે. મહેનતથી તમને સારા પરિણામ મળશે. લવ લાઈફ સારી રહેશે. જીવનસાથીને ખુશ કરવા માટે તમામ શક્ય પ્રયત્નો કરજો. સપ્તાહ પ્રેમ આપવા અને માણવાનું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ