13થી 19 જાન્યુઆરી 2020 : જાણો આ સપ્તાહમાં કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય

13થી 19 જાન્યુઆરી 2020 : જાણો આ સપ્તાહમાં કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય

મેષ

આ સપ્તાહમાં તમે નવા વિચારો સાથે આગળ વધશો તો વધારે લાભ થશે. યાત્રાઓ માટે આ સમય શુભ અને ફળદાયી રહેશે. સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં વધારે પઝેસિવ રહેશો, જેના કારણે નુકસાન પણ થઈ શકે છે. આર્થિક અવરોધ ખર્ચના કારણે ઊભા થશે.

વૃષભ

આર્થિક બાબતોમાં આ સપ્તાહમાં સુધારો થશે. રોકાણોથી શુભ સંયોગ બનશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. કોર્ટ કચેરીના કામમાં તમને લાભ થશે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ ત્યારે જ થશે જ્યારે તમે લોકો સાથે મળીને કામ કરશો. યાત્રાઓ કરવા માટે સમય યોગ્ય નથી. શક્ય હોય તો યાત્રા ટાળવી.

મિથુન

યાત્રાઓ દ્વારા આ સપ્તાહમાં લાભ થશે. સફળતા સરળતાથી મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. શુભ સંયોગ આ સપ્તાહમાં બની રહ્યા છે. રોકાણો દ્વારા સારો લાભ થશે. આ સપ્તાહમાં લીધેલા નિર્ણય ભવિષ્યમાં લાભ કરાવશે. કાર્યક્ષેત્રમાં વધારે જોખમ ન લેવું. સપ્તાહના અંતમાં મન પ્રસન્ન રહેશે.

કર્ક

કાર્યક્ષેત્રમાં આ સમય વ્યસ્તતાભર્યો રહેશે. ટીમ સાથે મળીને આગળ વધવું. આર્થિક બાબતો માટે અનુકૂળ સમય છે. મન શાંતિ રાખી દરેક નિર્ણય કરવા. રોકાણ લાભકારી સાબિત થશે. આ સપ્તાહમાં યાત્રાઓ કરવાથી સાધારણ ફળ મળશે. સપ્તાહના અંતમાં સ્થિતિ પ્રતિકૂળ રહેશે તો સાવધાન રહેવું.

સિંહ

આ સપ્તાહ ઉતાર-ચઢાવ સાથે આવશે. ક્યારેક મન પ્રસન્ન થશે તો ક્યારેક ઉદાસી રહેશે. જૂની વાતને લઈ મનમાં શંકાકુશંકા રહે. યાત્રાઓ આ સમયે કરવી નહીં. સપ્તાહના અંતમાં એવી સ્થિતિ સર્જાય શકે છે જેમાંથી બહાર આવવા અન્યની મદદ લેવી પડે.

કન્યા

કાર્યક્ષત્રમાં ઉન્નતિનો માર્ગ ખુલશે. જીવનમાં પ્રગતિ થશે અને સમય પણ અનુકૂળ રહેશે. આર્થિક વૃદ્ધિના પણ સંયોગ છે. જો કે તમારી અપેક્ષા મુજબ લાભ આ સપ્તાહમાં ન થાય. પરિવારમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય. ઉત્સવ જેવું વાતાવરણ રહે. યાત્રાથી લાભ

તુલા

કાર્યક્ષત્રમાં ઉન્નતિ થશે તેમજ જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. આ સમયે ગ્રહ ગોચર તમને અનુકૂળ પરીણામ આપશે. આ સપ્તાહમાં યાત્રા પણ લાભકારી સાબિત થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો ટાળવો. આર્થિક બાબતોમાં નિષ્ણાંતની મદદ લેવી પછી જ નિર્ણય કરવો.

વૃશ્ચિક

કાર્યક્ષેત્રમાં સંયમ તેમજ વ્યવહાર કુશળતા સાથે કામ કરવું. આર્થિક નિર્ણયો કરવા માટે શુભ સમય છે. વડિલો તરફથી મદદ મળશે. યાત્રાઓ કરવામાં સમય અનુકૂળ. લાભ થાય, કોઈ મહિલા મદદરૂપ થઈ શકે છે.

ધન

પરીવારમાં નવી શરૂઆત તમારા જીવનમાં સુખ તેમજ શાંતિ લાવશે. તમે જીવનમાં નવી ઉમંગ સાથે આગળ વધશો. કાર્યક્ષેત્રમાં પ્રતિકૂળ સમાચાર પ્રાપ્ત થશે જેનાથી મન દુખી થઈ શકે છે. આર્થિક રોકાણ કરવા સમય યોગ્ય નથી. આ સપ્તાહમામ મન બેચેન રહી શકે છે. આ સપ્તાહમાં યાત્રા થશે તો તે આનંદદાયક રહેશે.

મકર

પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે. પોતાના પાર્ટનર સાથે એકાંતમાં સમય પસાર કરશો અને આનંદ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં તકલીફ વધી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. યાત્રાઓ માટે સમય અનુકૂળ નથી. સપ્તાહના અંતમાં ઉજવણીનું વાતાવરણ રહેશે. કોઈ પ્રસંગમાં ભાગ લઈ શકો છો.

કુંભ

આ સપ્તાહ યાત્રાઓ કરવાની બાબતમાં લાભકારી છે. જીવનમાં પ્રગતિકારક સ્થિતિ સર્જાશે. પરિવાર સાથે યાત્રા થઈ શકે છે. મનમાં શંકા કુશંકા વધી શકે છે. આર્થિક વૃદ્ધિના યોગ છે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે.

મીન

કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. સહયોગી અને મિત્રો મદદ કરશે. આર્થિક વૃદ્ધિ સારી થશે. યાત્રા કરવા માટે સમય અનુકૂળ છે. પરીણામ સારા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ