સાપ્તાહિક રાશિફળ : 27 જાન્યુ.થી 2 ફેબ્રુ. સુધી કેટલીક રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન

સાપ્તાહિક રાશિફળ : 27 જાન્યુ.થી 2 ફેબ્રુ. સુધી કેટલીક રાશિના જાતકોને રહેવું પડશે સાવધાન

મેષ

તમે કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ કરશો અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. ભવિષ્ય વિશે વિચારવાનો અને નિર્ણય કરવાનો આ યોગ્ય સમય છે. આ સપ્તાહમાં આર્થિક ખર્ચ વધારે થશે. યાત્રા કરવા માટે સમય યોગ્ય નથી તેથી આ સમયે યાત્રા ટાળવી. આ સપ્તાહમાં તમારા પ્રિયજનો સાથે સંપત્તિ અંગે વિવાદ થઈ શકે છે.

વૃષભ

કાર્યક્ષેત્રમાં પરિવર્તન થઈ શકે છે જો કે તેની સાથે પ્રગતિના માર્ગ ખુલ્લા થશે. પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત થશે. આ સમય મુસાફરી માટે યોગ્ય નથી તેથી તેને મુલતવી રાખવી તમારા માટે સારું રહેશે. સપ્તાહના અંતમાં એવી ઘટનાઓ બનશે જે જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે.

મિથુન

પરિવારમાં ખુશીઓ રહેશે અને ઉજવણીનું વાતાવરણ રહેશે. યાત્રા થશે અને તેનાથી ખાસ સફળતા પણ મળશે. આર્થિક પ્રગતિ ધીમી રહેશે. કાર્યસ્થળે સહકર્મચારીઓ સાથે તકરાર થઈ શકે છે. અઠવાડિયાના અંતે નવા લોકોને મળવાનું શક્ય બને આ નવા સંબંધો ભવિષ્યમાં તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે.

કર્ક

સફળતા પ્રાપ્ત કરી શકો છો અને તમે ખુશ પણ રહેશો. જરુરીયાતમંદને મદદ કરવી. જો તમે કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયોને વળગી રહશો તો સફળતા પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ સુધારવા માટે તમારે આ અઠવાડિયામાં ઘણા પ્રયત્નો કરવા પડી શકે છે. અઠવાડિયાના અંતમાં મન વ્યથિત રહેશે. સતર્ક રહી કામ કરતા રહો.

સિંહ

આ અઠવાડિયું મુસાફરી માટે ખૂબ જ શુભ છે અને આ સ્થિતિમાં તમને ઘણી સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ જોવા મળી રહી છે. આ સમયે આર્થિક ખર્ચ વધશે. કુટુંબમાં કોઈ પણ વિશે બોલવું સંબંધોમાં ખટરાગ ઊભો કરી શકે છે. અઠવાડિયાના અંતમાં મનમાં થોડી અસ્થિરતા આવશે.

કન્યા

આ અઠવાડિયામાં તમને કાર્યક્ષેત્રમાં ઘણી સફળતા મળી શકે છે. તમારા સાથીદારો તમને આગળ વધવામાં મદદ કરી શકે છે. આ અઠવાડિયાથી આર્થિક વૃદ્ધિના શુભ સંકેતો મળવાનું શરૂ થશે. પારિવારિક બાબતે તમને સારા સમાચાર મળી શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થશે. મુસાફરી કરતી વખતે સાવધાન રહેવું.

તુલા

જીવનમાં અને કાર્યોમાં થોડી નવીનતા લાવશો તો તમને વધુ સફળતા પ્રાપ્ત થશે. જીવનના આ ક્ષેત્રમાં પરિવર્તન આવી રહ્યા છે. પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે અને કુટુંબનો કોઈ પણ સભ્ય જેની પાસે મજબૂત વ્યક્તિત્વ છે તે આ સમયે તમારો ઘણો સહયોગ કરશે. આર્થિક ખર્ચ વધારે રહેશે અને આ તરફ ધ્યાન આપવાની જરૂર છે.

વૃશ્ચિક

તમે નવા વિચાર સાથે આગળ વધશો. નાણાકીય બાબતોમાં લાભ થઈ શકે છે અને તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણો પણ લાભકારક સાબિત થશે. તમે તમારા નજીકના લોકો સાથે જેટલો વધુ સમય પસાર કરશો તેટલું તમારા માટે સારું છે. વીકએન્ડ સુખદ રહેશે.

ધન

નવા પ્રોજેક્ટ્સ તમને આ અઠવાડિયામાં વિશેષ લાભ આપશે. કાર્યો સમયસર પૂર્ણ થશે. આર્થિક લાભ પણ થશે અને રોકાણો પણ સકારાત્મક પરિણામો આપી શકે છે. મુસાફરી માટે આ સમય અનુકૂળ નથી એટલે યાત્રા ટાળવી. આ અઠવાડિયે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.

મકર

જીવનમાં સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. નાણાકીય બાબતોમાં પણ પરિસ્થિતિ મજબૂત થઈ રહી છે. આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય સંબંધી બાબતોમાં ખર્ચ વધારે થઈ શકે છે. જો કે, સપ્તાહનો અંત એકદમ સુખદ છે.

કુંભ

જો તમે ક્ષેત્રમાં થોડી નવીનતા લાવશો તો જ સફળતા સરળતાથી પ્રાપ્ત થશે. નાણાકીય બાબતોને મજબૂત બનાવવા મહેનત વધુ કરવી જોઈએ. પરિવારમાં સુખ આવશે. યાત્રાઓ પણ તમારા માટે સારા પરિણામ લાવશે.

મીન

આ અઠવાડિયે તમારે તમારા જીવનમાં સુસંગતતા લાવવા માટે ખૂબ ધીરજ સાથે નિર્ણય લેવો જોઈએ. નાણાકીય બાબતો તમારા માટે શુભ રહેશે. યાત્રાઓમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જાગૃત રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારની બેદરકારી તમારા માટે મુશ્કેલી લાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ