કવર વર્ઝન “તમે વહાલ નો દરિયો” થયું વાઈરલ .સાંત્વની ત્રિવેદી નો અવાજ અને પ્રિયા સરૈયા ના શબ્દો એ લોકો નું દિલ જીતી લીધું
છેલ્લા બે મહિનામાં ભારતમાં લોકડાઉને લોકોનું જીવન સામાજિક, આર્થિક અને ભાવનાત્મક રીતે બદલી નાખ્યું છે.કોરોના મહામારી ના સમય માં સંગીત ક્ષેત્રે પણ સ્થિરતા અનુભવી છે , સંગીત ક્ષેત્રે હાલ એવો એક વર્ગ છે જે એવું માને છે કે સંગીત ની રચના કરવા માટે સ્ટુડીઓ સેટ અપ હોવું જોઈએ રેકોર્ડીંગ માટે સારા ડીવાઈઝ હોવા જોઈએ અને ખાસ વિડીઓ આલ્બમ કરવા સારા સેટ તૈયાર કરવા પડે.

આ બધી માન્યતાઓ ને નેવે મૂકી ને આજ ની નવી પેઢી ના ખ્યાતનામ કલાકાર જેઓ વાદલડી વરસી , લવ મેશ્પ અને એવા અનેક ગીતો થી લોકો ના દિલ માં પોતાની એક અલગ જગ્યા બનાવી ચૂકેલ એક નાનકડા સીટી કે જ્યાં મોટા શહેરો જેવી સુવિધા અને તકનીક નો અભાવ છે એ જગ્યા પર થી ઘર માં જ સામાન્ય રેકોર્ડીંગ સેટ કરી ને એમના સાથી સંગીત ના જાણકાર અને જાણીતા મ્યુઝીક ડીરેક્ટર આકાશ પરમાર સાથે ભેગા મળી ને પ્રિયા સરૈયા , સચિન જીગર ની રચના નું કવર વર્ઝન લોન્ચ કર્યું જે આજ કાલ અનેક લોકો ના મોબાઈલ માં વોટ્સએપ સ્ટોરી માં , ટીકટોક વિડીઓ માં તથા સોસીયલ મેડિયા માં ધૂમ મચાવી રહ્યું છે .

આ વિષે વધુ માં જણાવતા સાંત્વની ત્રિવેદી જણાવે છે કે લોકડાઉન માં કામ કરવા નું અમને એટલે વધારે અનુકુળ થયું કારણ કે આ કરવા માટે અમે માનસિક રીતે વર્ષો થી તૈયાર હતા ,અમે એવા શહેર થી આવીએ છે જ્યાં આ પ્રકાર ની સુવિધા છે જ નહિ કે અમે મોટા સેટ બનાવીએ સ્ટુડીઓ રેકોર્ડ કરીએ , એટલે આ અમારા માટે ખુબ સરળ બની ગયું .

વધુ માં વિડીઓ બનવા સ્થાનિક અને ખુબ મોટા કલાકારો સાથે કામ કરતા એમનો મિત્ર દેવ પટેલ નો ખુબ સહકાર મળતા અમારા ઘર ના આંગણે અને અમારા ધાબે શૂટ કર્યું જેથી લોકડાઉન ના નિયમ ના ભંગ પણ ના થાય અને આજે રોજ લાખો લોકો દેખી રહ્યા છે

આ ગીત સાંત્વની ના અવાજ માં ત્યારે ખુબ પોપુલર થયું જયારે ફક્ત સાઉન્ડ ટેસ્ટ માં એક વખત એમને ગયું અને ખુબ વાઈરલ થયું , ત્યાર બાદ સોસીયલ મડિયા માં આના ફૂલ વર્ઝન ની લોકો ની ખુબ માંગ હતી અવાર નવાર લોકો કોમેન્ટ માં ફરમાઈશ કરતા હતા એ જ અરસા માં પ્રિયા સરૈયા અને સચિન જીગરજી એ આનું ફૂલ વર્ઝન લોન્ચ કર્યું જેથી એનું કવર વર્ઝન કરવા ની પ્રેરણા મળી વધુ માં સાંત્વની જણાવે છે કે એ પોતે સંગીત ના ગુજરાત ના આ મહાનુભાવો ના ખુબ મોટા ફેન છે અને ખુબ એમનો આદર કરે છે તથા એમને ફોલો કરે છે..
સાંત્વની ત્રિવેદી થી પ્રેરણા લઇ ને આ લોકડાઉન નો આજ ના નવા પેઢી ના કલાકારો ઘેર બેઠા જ સીમિત સંસાધનો માં જ પોતાના ફિલ્ડ માં આગળ વધી શકે છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ