વિટામીન C મેળવવા માટે સંતરા કરતા પણ વધુ અસરદાર છે આ ૭ વસ્તુઓ!

નારંગી સિવાય પણ ઘણા બધા ફ્રુટ સમાન ભરપૂર માત્રામાં વિટામિન સી ઉપલબ્ધ છે

image source

વિટામીન સી ની વાત આવે એટલે આપણને કેસરી કલર ધરાવતું ,રસથી ભરપૂર, ખાટી ખાટી સુગંધથી મઘમઘતું સંતરુ યાદ આવે.સંતરામાં 69.5 મિલિગ્રામ વિટામીન-સી હોય છે.પણ અન્ય પણ કેટલાક ફ્રુટ એવા છે અને શાકભાજી પણ એવા છેકે જે ખાટા નથી અને તેમ છતાં તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી ઉપલબ્ધ છે.

image source

વિટામીન સી ઇમ્યુનિટી બૂસ્ટર માનવામાં આવે છે.તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને વિટામીન સી શરીરના આંતરિક હીલિંગમાં પણ મદદરૂપ છે.

image source

આહાર નિષ્ણાત સુજાતા શેટ્ટી જણાવે છે કે મહિલાઓ માટે વિટામીન સી વિશેષ ઉપયોગી છે.વિટામીન સી ટિશ્યુના વિકાસમાં સહાયક છે એટલું જ નહીં કેટલાક પ્રકારના કેન્સર,હૃદયરોગ તેમજ ટીશ્યુના નુકસાનને અવરોધવા માં પણ વિટામીન સી ફાયદાકારક છે.હાર્ટ, આંખ અને ત્વચાની સુરક્ષા માટે પણ વિટામીન-સી ઉપયોગી છે. લોહીમાં રહેલા રક્તકણના નિર્માણમાં પણ વિટામિન સીનિ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે.

ભરપૂર માત્રામાં વિટામિન સી ધરાવતા કેટલાક ખાદ્ય પદાર્થો જોઈએ.

બ્રોકલી

image source

બ્રોકલી ગ્રીન વેજીટેબલ્સ પરિવારનું સભ્ય છે.બ્રોકલીમાં 132 મિલિગ્રામ વિટામીન-સી રહેલું છે એટલું જ નહીં એક પ્લેટ બ્રોકલી ના શાકમાં ભરપૂર ફાઈબર સમાવેશ થાય છે .જેનાથી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે અને કબજિયાતની સમસ્યામાં પણ રાહત રહે છે.બ્રોકલીમાં રહેલું વિટામીન-સી ઉપરાંત અન્ય તત્વો કેન્સર પ્રિવેન્ટિવ માનવામાં આવે છે.

લાલ -લીલા મરચાં.

image source

લાલ- લીલા કેપ્સીકમમા નારંગી થી ત્રણ ગણું વિટામિન સી એટલે કે 190 મિલિગ્રામ વિટામીન-સી રહેલું છે..ઉપરાંત લાલ કેપ્સિકમમાં વિટામીન એ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે ,જે આંખોના તેજ માટે વિશેષ ફાયદાકારક છે.કેપ્સીકમમાં ફાઇબરનું પ્રમાણ પણ વધારે હોય છે.

પાઈનેપલ

image source

પાઈનેપલ માં ૭૮.૯ મિલીગ્રામ વિટામીન સી હોય છે.સાથે સાથે તેમાં રહેલું બ્રોમેલિયન એન્જાઇમ ખોરાકના પાચનમાં મદદરૂપ છે.બ્રોમેલિયન સખત પરિશ્રમ બાદ શરીરને હિલ કરવામાં મદદરૂપ તત્વ છે.

કિવી.

image source

કીવી ખટાશ ધરાવતું સ્વાદિષ્ટ ફળ છે.બે કિવી ખાવાથી 137 2.4 મિલિગ્રામ વિટામીન-સી પ્રાપ્ત થાય છે.કિવી માં પોટેશિયમ અને કોપરની માત્રા પણ ભરપૂર હોય છે.કિવી વિપુલ માત્રામાં આયર્ન પૂરું પાડે છે.લોહતત્ત્વની ઊણપ ધરાવનાર મહિલાઓએ રોજિંદા ખાદ્ય પદાર્થમાં કિવીનો સમાવેશ કરવો જોઈએ.

કોબીજ અને ફ્લાવર.

image source

કોબીજ અને ફ્લાવર જેવા શાકભાજીમાં પણ વિપુલ માત્રામાં વિટામિન સી રહેલું છે.એક પ્લેટ શાકમાં આશરે 127.7 મિલિગ્રામ વિટામીન સી પ્રાપ્ય છે ઉપરાંત તેમાં પાંચ ગ્રામ ફાઈબર અને પાંચ ગ્રામ પ્રોટીન પણ ઉપલબ્ધ છે.કોબીજ અને ફ્લાવર માં કેન્સર પ્રિવેન્ટિવ તત્વો પણ ભરપૂર માત્રામાં રહ્યા છે.

પપૈયું

image source

પેટ જન્ય રોગ માટે પપૈયુ રામબાણ ઇલાજ ગણાય છે.ખોરાકમાં પપૈયાનો નિયમિત સમાવેશ શારીરિક સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.પપૈયું મેદસ્વીપણું પણ દૂર કરે છે ઉપરાંત ત્વચાને સ્વસ્થ અને નિરોગી રાખે છે. સાયનસની સમસ્યામાં પણ પપૈયું લાભદાયક છે. એક કપ પપૈયામાં ૮૮.૩ મિલિગ્રામ વિટામીન-સી રહેલું છે.

સ્ટ્રોબેરી

image source

સ્ટ્રોબેરીમાં ૮૪.૭ મિલિગ્રામ વિટામિન સી ઉપલબ્ધ છે..સ્વસ્થ આરોગ્ય માટે જરૂરી ફોલેટ તથા અન્ય વિટામીન્સ અને મીનરલ્સ પણ સ્ટ્રોબેરીમાં પર્યાપ્ત માત્રામાં રહેલાં છે.દાંત અને ત્વચાની ચમક માટે પણ સ્ટ્રોબેરી ગુણકારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ