જલ્સા કરોને જેંતીલાલ

વાંઝ – સંતાન ઝંખતા હતા બંને પતિ અને પત્ની એવામાં એકદિવસ એવો આવ્યો કે…

સાંભળો છો??? હવે આરામ કરો ક્યાં સુધી જાગતા રેહશો??? આમ સતત ઉજાગરા કરી કામ કરશો તો તમારી તબિયત બગડશે. !!! રાત્રી ના ત્રીજા પ્રહાર માં પત્ની નું આ વાક્ય પતિ ના કાને અથડાય છે.. પરંતુ પતિ સિલાઈ કામ માં એટલો મશગુલ છે કે તેને આ શબ્દો ની અસર થતી નથી… અને નથી સમય નું ભાન કે નથી પોતાની હેલ્થ નું.. મગજ માં વિચારો ની વણથંભી વણજાર ચાલે છે. અને આંખો અને હાથ પગ સિલાય કરે છે..

image source

આ દરજી અટલે રાજુ ભાઈ.. અને પત્ની લક્ષ્મી બેન… બન્ને જણે પોતાની મરજી તેમને પોતાના માતા પિતા ની પરવાનગી થી મેરેજ કરેલા… જેમને લગ્ન ના 15 વર્ષ થઈ ચુક્યા છે… હજુ સુધી બન્ને ને કોઇ જ સંતાન નથી.. આથી ગામ વાળા લોકો તેમજ ઘર ના બધા જ વ્યક્તિ લક્ષ્મી બેન ને એક વાંઝ તરિકે બોલાવતા…લક્ષ્મી બેન કયારેય કોઇ ને વળતો જવાબ આપતા નહિ.. અને કયારેય કોઇ ની સામે બોલી ન હતા સકતા… પોતાનું દુઃખ પોતાની જાતે જ એકલા સહન કર્તા અને છુપાવી ને રડી લેતા…

આ બધી જ વાત થી રાજુ ભાઈ વાકેફ હતા.. પોતાની તેમજ પોતાના પત્ની ની આ હાલત એમનાથી હવે સહન નતુ થતું… 15 વર્ષ સુધી લોકો ને મેહના ટોણા થી લક્ષ્મી બેન જણે જીવન જીવવાનું જ ભુલી ગયા હતા… બસ હવે મન માં એક જ આશ હતી કે ક્યારે ભગવાન બન્ને ની ઝોળી ખુશીઓ થી ભરી દે…. લક્ષ્મી બેન કયારેય કશું બોલતા કે કેહતા નહિ પરંતુ રાજુ ભાઈ લક્ષ્મી બેન ની આ કફોડી વેદના થી વાકેફ હતા…

image source

આથી રાજુ ભાઈ પોતાની પત્ની લક્ષ્મી તેમજ પોતાના મમ્મી પાપા ના દાદા દાદી બનવાના કોડ અને પોતાની કર્મી ગરીબાઈ અને લગ્ન પાછી ના ગણા વર્ષો પછી પણ સારા દિવસો ન આવતા લાગ્યું કે ડોકટરી સારવાર કરાવવી પડશે… આથી એ ડોકટરી ખર્ચા ને પોહચી વડવા રાત દિવસ સિલાય કામ કરી તેની એક એક પાઇ નું બચત કરવાનું કામ હતું… આ પૈસા ભેગા થાય તો જ સારવાર શરૂ કરી શકાય તેમ હતું…

આથી લક્ષ્મી બેન અને રાજુ ભાઈ સારવાર ની સફરે નીકળી પડ્યા.. સફર માં અમે ગણા ડૉક્ટર બદલ્યાં પણ અમારી મઁઝીલ અમને ના મળી… કોઇ કેહ્તું કે આયુર્વેદિક દવા લ્યો, એના માટે તેઓ દૂર દૂર સુધી ગામડાઓ માં જઈ ને સારવાર લેવા લાગ્યા.. જાત જાત ની, કલર કલર ની પ્રવાહી બોટલો પીધા બાદ પાન તેઓ ત્યાં ના ત્યાંજ રહ્યા… અંતે તમામ પ્રકાર ની સારવાર બંધ કરી ને બેસી ગયા…

લક્ષ્મી બેન :- આપડી તો તમામ આવક સારવાર માં જ ખર્ચાય જાય છે… ઘર પણ હવે તો માંડ માંડ ચાલે છે… હવે શુ કરીશુ?

image source

રાજુ ભાઈ :-લક્ષ્મી તું ચિંતા ના કર.. હું હંમેશા તારી સાથે છું… તારું આમ લોકો તરફ થી વાંઝ કેહવું, મને નથી પોસાતું… ભલે તું બોલી શકતી નથી.. પરંતુ તારા મન ની વ્યથા, તારા માં બનવાનો અભરખો તારા હૃદય ને જંપવા દેતો નથી..તે હું જાણું છું… આપડે પેટે પાટા બાંધશુ પણ શહેર માં જઈ ને કોઇ સારા ડૉક્ટર ને મળશુ….. એમ બોલી ને બન્ને રડી પડ્યા…

આથી બન્ને ને ડૉક્ટર બાવીશી સાહેબ નું નામ સાંભળવા મળ્યું.. અને ત્યાં પોહચી ગયા… તેમને કોઇ બીજી ગંભીર બીમારી ન હતી આથી પરિસ્થિતિ ને પોહચી વડવા માટે બાળક માટે ની કુત્રિમ સસ્તી પદ્ધતિ અપનાવી… પાંચ વાર પ્રયત્ન કરવા છતાંય સફળ ન થયું.. હવે આગળ ના ખર્ચા માટે પૈસા પણ ન હતા… અને ફરી એક વાર તમામ સારવાર બંધ કરી ને માયુસ થઈ ને બેસી ગયા…

રાજુ ભાઈ અને લક્ષ્મી બેન લાચાર, નિસહાય બની ને તડપી રહ્યા હતા… IVF થી જરૂર બાળક થશે.. બસ એજ વાક્ય રાજુ ભાઈ ને શાંત બેસવા દેતું ન હતું… હૈયા માં સતત દસ્તક દેવાતી હતી.. બાળક તો મેળવવું જ હતું માત્ર પૈસા ને કર્મે નિઃસંતાન રેહવું પડે એવા સંજોગો હતા… પણ અમને મન માં સંકલ્પ લીધો હોય એમ બાળક તો મેળવવું છે.. આથી રાત દિવસ એક કરી સિલાઈ કામ માં તનતોડ મેહનત કર્તા… અને એક એક પાઇ ની બચત કરવા લાગ્યા… અને પાંચ વર્ષ અથાગ પરિશ્રમ બાદ થોડી ગણી બચત ને લઇ ને ફરી પાછા બાવીશી ઇન્સ્ટિટ્યૂટ માં પહોંચ્યા..

image source

લક્ષ્મી બેન ને IVF કરાવવું પડે તેમ જ હતું… આથી ડોક્ટર રે તેમને એ ખર્ચો ઉપાડી શકે નહિ તેમ જણાવ્યું.. તેવી સ્થિતિ માં તે ડોક્ટર રે તેમને એક રાહ ચીંધ્યો… લક્ષ્મી બેને પોતાના સ્ત્રીબીજ તેમના જેવા નિઃસંતાન યુગલો ને દાન કર્યા… અને તેની અવાક માંથી બન્ને જણે IVF ની સારવાર અપનાવી… સાહેબ અને મેડેમ એ પણ તેમને થોડો આર્થિક ટેકો આપ્યો… અને ગણા વર્ષો ના સંગર્ષ બાદ IVF ની સારવાર ના પ્રથમ પ્રયત્ન માં જ તેમને સફળતા મળી……

તારીખ 1/9/2017 ના રોજ લક્ષ્મી બેન માં કુખે થી દિકરી નો જન્મ થયો… એ દિકરી ને લીધે લક્ષ્મી બેન નું વાંઝ તરીકે ની ઓળખાણ હંમેશા ને માટે દૂર થઈ…. અને ખુશી થી ભરેલા નવા જીવન ની શરૂવાત કરી… એમની દિકરી નું નામ ખુશી જ રાખ્યું….

આજે પણ રાજુ ભાઈ અને લક્ષ્મી બેન લોકો માટે પ્રેરણા નો સ્ત્રોત બન્યા… જો રાજુ ભાઈ એ બાળક મેળવવાનો મક્કમ નિર્ણય કર્યો ત્યારે રસ્તો આપોઆપ જ મળી ગયો… જો બેસી રહ્યા હોત તો આજે પણ એક વાંઝ પણ ના પડછાયાએ હીબકતા હોત… ભાગ્ય નું પાત્ર ભલે છિદ્રો વાળું હતું, બે ટન્ક ના રોટલા પણ જેમ તેમ પુરા થતા, તેમાંય બાળક મેળવવાની ઝંખના, સારવાર ના પૈસા.. એ બધું પડ્યા પર પાટુ જેવા હાલ હોવા છતાંય હિમ્મત થી આગળ વધ્યા અને સફળતા મેળવી…

અંત માં હું એટલું જ કેહવા માંગુ છું પૈસા ને મહત્વ ના આપો.. પોતાના બાળક ને આપો… લક્ષ્મી બેન અને રાજુ ભાઈ જેવી પરિસ્થિતિ ગણા ની છે પરંતુ એમ બેસી રહેવા થી કયારેય ભાગ્ય આપોઆપ આવતું નથી… પ્રયત્ન તો કરવો જ પડે છે..

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version