જલ્સા કરોને જેંતીલાલ

સંસ્કારી દીકરી – પિતાજી ઘર હવે નાનું પડે છે એટલે તમારે રહેવાની વ્યવસ્થા બીજે કરી દીધી છે આ શબ્દો હતા એ દીકરાના જેની માટે…

આજે પણ આખું વૃદ્ધાશ્રમ દર વખત ની જેમ ખીલી ઉઠ્યું હતું. દરેક ના ચહેરા પર એક હાસ્ય ની લહેરખી છવાઈ ગઈ હતી. પોતાના દીકરાઓ એ તરછોડી દીધા નું દુઃખ ઘડીભર માટે ભુલાઈ ચૂક્યું હતું. અને આવું દર મહિને બનતું. દર મહિના ની 7 તારીખે એ યુવતી નું વૃદ્ધાશ્રમ માં આગમન થતું અને એ આગમન ની રાહ જાણે દરેક વૃદ્ધ આખો મહિનો જોતા.

image source

એમાં હું પણ બાકાત નહોતો. છેલ્લા 2 વર્ષથી દીકરો “પિતાજી ઘર હવે નાનું પડે છે એટલે તમારે રહેવાની વ્યવસ્થા બીજે કરી દીધી છે” એમ કહી અહીંયા મૂકી ગયેલો. શરૂઆત માં તો મન અને મગજ પર વિચારો એ કબ્જો જમાવેલો કે મારા એકના એક દીકરા ના ઘર માં મારા માટે જગ્યા નથી. પણ સમય રહેતા અન્ય સાથીઓની વાતો સાંભળી હું ય અહીં મન મનાવી રહેવા લાગ્યો હતો.

દરેક ની જેમ હું પણ 7 તારીખ નો આતુરતાથી રાહ જોતો. કોણ જાણે કેમ પણ એ યુવતી નું વ્યક્તિત્વ હંમેશા મને આકર્ષતું. મારી દીકરી ની ઉંમર ની એ યુવતી માં મને જાણે મારુ કોઈ પોતાનું દેખાતું. કદાચ આ સ્થિતિ અહીં રહેતા દરેક વૃદ્ધ ની હતી. પણ હું એ યુવતી વિશે ખાસ કંઈ જાણતો નહિ. બસ એનું નામ સ્નેહા છે એથી વિશેષ એના વિશે કાઈ જાણતો ન હતો.

image source

આમ તો સ્નેહા ની અઠવાડિયે એકાદ મુલાકાત હોય જ પણ આ 7 તારીખે એ કંઇક વધારે જ ઉત્સાહિત લાગતી. એક મિત્ર પાસેથી જાણવા મળેલું કે એના પિતા થોડા વર્ષો પૂર્વે એકાદ મહિના ની 7 તારીખે જ સ્વર્ગવાસ પામ્યા હતા બસ એટલે જ એ દર મહિના ની 7 તારીખે આ વૃદ્ધાશ્રમ માં પોતાના પિતા ની યાદ માં આવે છે.સ્નેહા ની એક ખાસિયત દર મહિને આવે ત્યારે બધા ની જરૂરિયાત વિશે જાણી લે અને ફરી વાર આવે ત્યારે એમના માટે એ વસ્તુ અચૂક લઈ આવતી. આજે બધા વૃદ્ધ ને મળ્યા બાદ એને મારી તરફ આવતા જોઈ. હું મારી જગ્યા પર સરખો ગોઠવાઈ ગયો. મારી પાસે આવી ને બેઠી અને મારા હાથ માં એક થેલી થમાવતા બોલી

“સાલ લાવી છું તમારા માટે. કોઈકે જણાવ્યું હતું કે તમને સાલ વગર ઊંઘ નથી આવતી. કૂણી છે એટલે તમને ગમશે જ” મારી આંખ માં પાણી આવી ગયું. આવું ધ્યાન તો એક માઁ જ રાખી શકે કાં તો પછી એક દીકરી. હું એને અંતરથી આશીર્વાદ આપી રહ્યો હતો. ત્યાં જ ફરી એ બોલી “કાકા. તમે કેમ આમ ઓછું બોલો છો. મન માં કોઈ વાત હોય તો મને જણાવી શકો છો”

image source

ફરી એકવાર આંખ ભીની થઇ ઉઠી. મેં એના માથે હાથ મૂકી એનો આભાર વ્યક્ત કર્યો. એક વચન પણ આપ્યું કે હવે હું સૌ સાથે હસતો બોલતો રહીશ. અને એ કઈ કેટલીય વાતો કરતી મારી સાથે બેઠી હતી. અંતે એ ઉભી થઇ. મારા ચરણ સ્પર્શ કરી એ અન્ય વડીલો ને મળવા આગળ વધી. આજે એના વિશે વધુ જાણવા ની ઈચ્છા થઈ. એના પ્રત્યે નું મન વધી ગયું. અંતે મેં ઓફિસ માં જઈ પૂછપરછ આદરી.

image source

“કઈક પૂછવું હતું? પૂછી શકું?” ઓફિસ ના બારણે જઈ અમારા મેનેજર ને પૂછ્યું.. “આવો આવો…બોલો શુ પૂછવું હતું?” એમને ખૂબ જ વિવેક થી કહ્યું મેં સ્નેહા વિશે વાત કરવાની શરૂ કરી. અંતે પૂછી જ લીધું

.”સ્નેહા કોની દીકરી છે? ખૂબ જ વિવેકુ અને સમજુ છે. આજ ના જમાના માં આવી દીકરી મળવી કપરી છે”.. “હા સાચી વાત છે. ખૂબ જ માયાળુ છે. બધા પ્રત્યે ખૂબ જ લાગણીશીલ છે. આપણે ત્યાં ના બધા વડીલો ને એકાદ વાર તો મન માં વિચાર આવ્યો જ હશે કે જો એમને પણ સ્નેહા જેવી એકાદ દીકરી હોત તો આજે અહીંયા ન હોત”

image source

મને મનોમન એમની વાત સાચી લાગી.એમને એમની વાત આગળ ચલાવતા કહ્યું “સ્નેહા ડોકટર પરિમલ ની દીકરી છે. શહેર ના જાણીતા સર્જન હતા પણ કોઈ કારણસર માનસિક સંતુલન ગુમાવી બેઠેલા. પણ બધા કહે છે કે સ્નેહા ના આવ્યા બાદ એમને નવું જીવન મળ્યું હતું”.

image source

પછી ના શબ્દો જાણે મારે કાને અથડાયા જ નહીં. હું તો ડોકટર પરિમલ ના નામે જ થંભી ગયો. આજ થી 30 વર્ષ પહેલાં આવી જ એક ડોકટર પરિમલ ના નામ ની તકતી વાળા દરવાજે હું મારી નવજાત દીકરી ને મૂકી આવેલો. દીકરા ના પ્રેમ માં એટલો અંધ હતો કે જોડિયા બાળકો માં દીકરા ને પ્રેમ ની કમી ન રહી જાય એટલે એ દીકરી ને હું એક અજાણ્યા ઉંમરે મૂકી આવ્યો હતો. શુ સ્નેહા એ જ દીકરી છે? મારા મન માં ઊંડો આઘાત લાગ્યો…વધુ માહિતી પર થી જાણવા મળ્યું કે સ્નેહા એ જ દીકરી છે જેને મેં તરછોડી દીધી હતી પણ એને મને ન તરછોડ્યો.આજે આકસ્મિક રીતે પણ એ એના પિતા સાથે ખડે પગે ઉભી છે.

image source

મેનેજર સાહેબે પોતાની વાત આગળ ચલાવી “ધન્ય છે એના પિતા ને કે એને આવા સંસ્કાર આપ્યા..ભાગ્યશાળી ના ઘરે જ આવી દીકરી અવતરે” એમના શબ્દો સાંભળી મનોમન ખુદ ને ધૂતકારી લીધું. મને કોઈ હક નથી એના બાપ બનવાનો. અને અંતર પર એક ભાર વધી ગયો. હું અપરાધી બની ગયો મારી જ દીકરી નો. હું સ્નેહા ને દૂરથી જતા જોઈ રહ્યો. એને પાછું વળી ને મારી સામે જોયું એ જ હેત અને ચહેરા પર સ્મિત સાથે એને મારી તરફ હાથ હલાવ્યો પણ હું એની સાથે આંખ ન મિલાવી શક્યો.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version