ફિલ્મ સંજૂના ટીઝર લોન્ચ સમયે નહોતો આવ્યો સંજય દત્ત, વાંચો બધું વિગતે અને જુઓ વિડીઓ…

રણબીર કપૂરની એક્ટિંગ જોઈને ઈનસિક્યોર થયો સંજય દત્ત, આખરે રિલીઝ થયું ‘સંજૂ’ નું ટીઝર

નિર્દેશક રાજકુમાર હિરાની પોતાની અપકંમિગ ફિલ્મ ‘સંજૂ’ ની સાથે બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે તૈયાર છે. સંજય દત્તના જીવન પર આધારિત ફિલ્મ સંજૂ આજકાલ ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર 24 એપ્રિલ એટલે કે મંગળવારે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભુમિકામાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે તે દર્શકોની વચ્ચે છવાઈ ગયો. રણબીર કપૂરને જોઈને ઓળખવું બહુ મુશ્કેલ છે કે તે સજય દત્ત છે કે નહીં.

ફિલ્મમાં રણબીર કપૂરની એક્ટિંગ જોઈને સંજય દત્ત પણ ઈનસિક્યોર થઈ ગયો છે. તેમણે ફિલ્મનાં ડિરેક્ટર રાજકુમારી હિરાનીને એવું કંઈક કહ્યું કે ત્યાં હાજર રહેલાં તમામ લોકો હંસી પડ્યા હતા. વિદેશમાં શૂટિંગમાં વ્યસ્ત હોવાને કારણે ટીઝર લોન્ચ વખતે સંજય દત્ત હાજર ન હતો અને એટલા માટે સંજય દત્તની સાથે વીડિયો ચેટ કરવામાં આવી હતી.

સોશિય મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં સંજયએ ફિલ્મ સંજૂને લઈને કહ્યું કે, ટીઝર નથી જોયું તો અત્યારે જ જોઈલો અને જણાવો કે કેવું છે ટીઝર? સંજયને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેની લાઈફ પર ફિલ્મ બનાવામાં આવી છે. તેની ઈચ્છા હતી કે તે પણ ટીઝર લોન્ચ વખતે ત્યાં હાજર રહેવા માંગતો હતો, પરંતુ તે અત્યાર બહાર શૂટિંગ કરી રહ્યો છે. સંજયએ ફિલ્મનાં કેટલાંક સીન જોયા છે, તેને વિશ્વાસ નથી થઈ રહ્યો તે રણબીર તેના જેવો દેખાય રહ્યો છે. સંજય હસતા હસતા કહ્યું કે, રાજૂ મુન્નાભાઈમાં રણબીર કપૂરને ન લેતા.

ફિલ્મના ટીઝરમાં સંજય દત્તના જીવનના શરુઆતના દિવસોથી લઈને કરિયરના ઉતાર-ચઢાવ અને જેલ સુધીની જર્ની બતાવવામાં આવી છે. અત્યાર સુધી ફિલ્મનું નામ શું છે તે કોઈને નહોતી ખબર. રાજકુમાર હિરાની, રણબીર કપૂર, સંજય દત્ત અને પ્રોડ્યુસર બધા જ નામ માટે કન્ફ્યુઝ હતા. ટીઝર હટકે સ્ટાઈલમાં બનાવવામાં આવ્યું છે.ફિલ્મમાં સ્ટારકાસ્ટની વાત કરીએ તો, સોનમ કપૂર, દીયા મિર્ઝા અને મનીષા કોઈરાલા જોવા મળશે. ફિલ્મમાં અનુષ્કા શર્માં જર્નાલિસ્ટની ભૂમિકામાં જોવા મળશે. તો સોનમ કપૂર સંજય દત્તની ગર્લફ્રેન્ડનો રોલ કરશે. અભિનેત્રી મનીષા કોઈરાલા સંજય દત્તની માતાની ભૂમિકા ભજવશે. ફિલ્મ 29 જૂનએ રિલીઝ થશે. ફિલ્મને વિધુ વિનોદ ચોપરાએ પ્રોડ્યૂસ કરી છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

દરરોજ બોલીવુડની અવનવી અને રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી