શીરડીના સાંઇબાબાના સંજય દત્તે કર્યા દર્શન,PICS

નવું વર્ષ સારું પસાર થાય તે હેતુ સંજય દત્તે કર્યા શીરડીના સાંઈ બાબાના દર્શન

સંજય દત્ત આજકાલ ભક્તિપૂર્ણ મૂડમાં જોવા મળે છે. તાજેતરમાં સંજય દત્તને શિરડીના સાંઇ બાબાના મંદીર ખાતે જોવામાં આવ્યો હતો. દર્શન કરતી વખતે સંજયદત્ત્ને સફેદ કુર્તામાં જોવામાં આવ્યો હતો. તે પૂર્ણ ભક્તિભાવથી સાંઈબાબા સામે નત મસ્તકે બે હાથ જોડીને આંખો બંધ કરી પ્રાર્થના કરી રહ્યો હતો.

image source

સાંઈ બાબાના દર્શનની આ તસ્વીર સંજયે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. અને કેપ્શનમાં લક્યું હતું આવતું વર્ષ સારું જાય તે માટે સાંઈ બાબાના આશિર્વાદ લઈ રહ્યો છું. શીરડી સાઈ સંસ્થાન ટ્રસ્ટના સીઈઓ દીપક મુગલીકરે સુપરસ્ટાર સંજય દત્તનું મંદીરમાં સ્વાગત કર્યું હતું અને તેને મંદીર ટ્રસ્ટ તરફથી એક શાલ પણ પહેરાવવામાં આવી હતી અને સાઈ બાબાની મૂર્તિ પણ ભેટસ્વરૂપ આપવામા આવી હતી.

સંજય દત્ત ભલે ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળતો હોય પણ તેના લાખો ચાહકો છે. જેવી જ ખબર મળી કે મંદીરમાં સંજય દત્ત દર્શન કરવા આવ્યો છે કે તરત જ મંદીરમાં સંજય દત્તની એક ઝલક જોવા માટે ભીડ જમા થવા લાગી હતી. જેના કારણે તેને પોતાની કાર સુધી પહોંચવામાં પણ તકલીફ પડી હતી.

image source

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલાં અભિનત્રી રાની મુખરજીએ પણ શીરડી સાઈ બાબા મંદીરની મુલાકાત લીધી હતી. અને પોતાની ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી અને આભાર પણ માન્યો હતો. આ ઉપરાંત પણ ઘણા બધા સેલેબ્રીટી મંદીરની મુલાકાત અવારનવાર લેતા હોય છે.

તમને જણાવી દઈએ કે સંજય દત્ત માટે આ વર્ષ ઘણું ખાસ છે. કારણ કે આ વર્ષે તે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળશે. આ વર્ષે તે પોતાના પૂર્વ ડીરેક્ટર મહેશ ભટ્ટ સાથે ફરી જોડાવા જઈ રહ્યો છે. 1991માં આવેલી તેની ફિલ્મ સડકની રીમેક બનવા જઈ રહી છે જેમાં આલિયા ભટ્ટ આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે જ્યારે સંજય દત્ત અને પૂજા ભટ્ટ પણ ફિલ્મમાં એક સાથે મહત્ત્વની ભૂમિકા કરતા જોવા મળશે.

image source

આ ફિલ્મ એક રોમેન્ટિક થ્રિલર હશે જેને ખુદ મહેશ ભટ્ટ ડીરેક્ટ કરશે. ઘણા સમય બાદ મહેશ ભટ્ટને ડીરેક્ટરની ચેરમાં જોવામાં આવશે. આ ફિલ્મની રીમેક વિસ વર્ષ બાદ બનવા જઈ રહી છે. સડક 2ને આ વર્ષના જુલાઈમાં રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત સંજય દત્ત ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મમાં પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે જેમા તેની સાથે અજય દેવગન અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષના ઓગસ્ટ મહિનામાં રિલિઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ