સંજય દત્તના આ ફેનની રિક્ષા છે એકદમ હટકે, જેમાં Wi-Fi, ફોન, ચા, છાપુંની સાથે કોસ્મેટિક્સ સુવિધા છે

જો તમે મુંબઈમાં રસ્તા પર ચાલીને જતા હશો તો સંદીપ બચ્ચેની ઓટો રિક્ષાને તમે નજરઅંદાજ નહીં કરી શકો. દરેક પ્રકારની સજાવટ અને કેટલીક નાની-મોટી સુવિધાઓથી સજ્જ આ ઓટો રિક્ષા સંદીપની રોજી-રોટી નહીં પણ તેમની શાન પણ છે.

રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજૂ’ ની રિલીઝ થવાની હોવાથી સંદીપ અને તેમનો આ હટકે અંદાજ વાળી ઓટો રિક્ષા બ્રાંદ્રાની ગેટી ગેલેક્સીની સામે હોય છે, જ્યાં તેઓ સંજય દત્તની બાયોપિકનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે ત્યાં હાજર રહે છે. અને તેઓ રાહ પણ કેમ ન જુએ, કેમ કે તે સંજય દત્તનો બહુ મોટો ફેન છે. તેમને જણાવ્યું કે, તે અહીં બધાને ઓળખે છે અને તેમને સ્પેશિયલ પાર્કિંગ પણ મળવાનું છે. સંજય દત્તને તેઓ પ્રેમથી ‘બાબા’ કહીને બોલાવે છે.

Image result for संजय दत्त के इस फैन के ऑटो में Wi-Fi, फोन, चाय, अखबार के साथ कॉस्मेटिक्स भीવર્ષ 2016માં સંજય દત્ત સંદીપના વિશે જાણીને તેનાથી બહુ પ્રભાવિત થયા હતા જ્યારે તેમને ખબર પડી કે સંદીપ તેમને જેલમાંથી બહાર નીકાળવાની પ્રાર્થના કરતા અને સાડા 3 વર્ષ સુધી ઉગાડા પગે ચાલતા હતા. પુનાના યરવાડા જેલમાંથી બહાર નીકળ્યા પછી સંજય દત્તે પોતાના આ ખાસ ફેન સંદીપને મળવા માટે તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.

સંદીપે કહ્યું કે, હું એટલો બધો ઉત્સાહિત હતો કે આખી રાત ઉંઘ પણ ન આવી. જ્યારે હું સંજય દત્તને જેલમાંથી બહાર નીકળ્યા પછી તેમના ઘરે તેમને મળવા માટે ગયો તો તેમને મારી ફેમિલી વિશે પૂછ્યું. તેમને કહ્યું કે, તું કેમ પોતાની ફેમિલીને સમય નથી આપતો, આ બધું કરવાની તારે કોઈ જરૂર નથી. પરંતુ સંદિપે તેમને કહ્યું કે હું તમારો ફેન છું અને આ બધું તમે જેલમાંથી બહાર આવો એટલા માટે કર્યુ.

Image result for संजय दत्त के इस फैन के ऑटो में Wi-Fi, फोन, चाय, अखबार के साथ कॉस्मेटिक्स भी‘વાસ્તવ એક્ટર’ તેમની રિક્ષા અને બીજા લોકો માટે તે મદદ કરે છે તે જોઈને આશ્ચર્ય પામી ગયો હતો. સંદીપે જણાવ્યું કે, હું કેન્સરના દર્દીઓ માટે કામ કરું છું અને દર રવિવારે હું તેમને અને તેમના સંબંધીઓને ખાવા-પીવાનો સામાન અથવા નાની-મોટી વસ્તુ આપવાનો પ્રયત્ન કરું છું. મારી જેટલી પણ ક્ષમતા છે તે મુજબ મારાથી જે થઈ શકે તે હું કરું છું. અહીં ઘણા એવા લોકો પણ છે જે જરૂરિયાતમંદ લોકોને બધી વસ્તુ આપે છે. હું કપડા, વાસણ, ગ્રોસરી જેવી વસ્તુ લોકોની પાસેથી ભેગી કરું છું અને જરૂરિયાતમંદ લોકોને આપું છું.

Image result for संजय दत्त के इस फैन के ऑटो में Wi-Fi, फोन, चाय, अखबार के साथ कॉस्मेटिक्स भीસંદીપના આવા સારા કામથી સંજય દત્ત બહુ પ્રભાવિત થયો અને સંજય દત્તે તેને આગળ પણ લોકોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કર્યો. જો કે, દત્તને એ નહતી ખબર કે સંદીપના એક પ્રયત્ને તેમને આ સોશિયલ વર્ક માટે પ્રોત્સાહિત કર્યા છે. સંદીપે ઈમોશનલ થતા કહ્યું કે, જ્યારે મારી માં બહુ બીમાર હતી અને હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. તે સમયે બાબાએ થોડાક મહિના સુધી સંદીપને આર્થિક મદદ કરી હતી. થઈ શકે છે તેમને યાદ ના પણ હોય કેમ કે, તેમની ફેમિલી અને તેઓ પોતે ઘણી ચેરિટી માટે કામ કરે છે. જે સમયે મને જરૂર હતી, ત્યારે મારી મદદ કરી ત્યારથી તેઓ સંજય દત્તના તેમના દિસમાં વસી ગયા છે.

સંદીપ એક કંપનીમાં પટાવાળાનું કામ કરતો હતો, જે દુબઈમાં શિફ્ટ થઈ ગઈ. પછી સંદીપે વિચાર્યુ કે આ જ યોગ્ય સમય છે અને નક્કી કરી લીધું કે તેઓ ઓટો રિક્ષા ચલાવશે અને તેમને એકદમ યૂનીક ઓટરિક્ષા મળી ગઈ.

સંદીપની પર્સનાલિટીની જેમ રિક્ષા પણ એકદમ અલગ છે, જે એક કોમ્પેકટ વેન જેવી દેખાય છે અને તેમાં દરેક પ્રકારની સુવિધા તમને જોવા મળે છે. વાઈ-ફાઈથી લઈને ટેલિફોન, ગરમ ચા, અખબાર સુધી બધું જ તેમની રીક્ષામાં હોય છે. સંદીપ ઈચ્છે છે કે તેમના કસ્ટમરને રિક્ષામાં રાઈડનો સારો અનુભવ થાય. ફીમેલ યાત્રિઓ માટે તેમની ગાડીમાં કેટલીક કોસ્મેટિક અને કાચ જેવી વસ્તુ છે. બીજાની મદદ કરવા માટે તે હંમેશા તૈયાર જ હોય છે. સંદીપ સીનિયર સિટિજન અને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં બેસાડે છે. સંદીપનું સપનું છે કે મુંબઈમાં આ પ્રકારની રિક્ષાઓ હોવી જોઈએ.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી