જલ્સા કરોને જેંતીલાલ

સેનેટરી નેપકિન વાપરવાના છે અનેક ફાયદા, સાથે એ પણ જાણી લો કે તેનાથી કઇ કઇ થાય છે બીમારીઓ

માસિકધર્મ દરમીયાન સ્ત્રીઓએ સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો જોઈએ આ બાબત કેટલાક લાંબા સમયથી ચાલી રહી છે. આજે પણ પછાત વર્ગની સ્ત્રીઓ માસિકધર્મના દિવસો દરમિયાન કપડાનો ઉપયોગ કરે છે. જેના કારણે તેઓને સ્વાસ્થ્ય સંબંધી ઘણી તકલીફો વેઠવી પડે છે. તાજેતરમાં જ નાઈન ફાઉન્ડેશન દ્વારા એક પહેલ કરવામાં આવી જેમાં મહિલાઓ દ્વારા ઉપયોગમાં લીધેલ સેનેટરી નેપકીનને રિસાઈકલ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

image source

ખરેખરમાં ઉપયોગમાં લીધેલ સેનેટરી નેપકીનને એમ જ ફેંકી દેવાથી તે પર્યાવરણને ખૂબ નુકસાન પહોંચાડી રહ્યા છે. એક શોધ મુજબ એક મહિલા માસિકધર્મના પુરા ચક્ર દરમિયાન લગભગ ૧૨૫ કિલો અજૈવિક કચરો ઉતપન્ન કરે છે. સેનેટરી પેડ્સ પ્લાસ્ટિકના બનેલા હોવાથી તેના ઉપયોગ પછી તેનું વિઘટન થતા ૫૦૦થી ૮૦૦ વર્ષ લાગે છે. જે એક ખૂબ ગંભીર સમસ્યા બની રહી છે.

image source

નાઈન ફાઉન્ડેશન દ્વારા સ્ત્રીઓને જે પેડ્સ ઉપલબ્ધ કરાવાયા છે તેની સાથે હવે ડિસ્પોઝીબલ પાઉચ પણ આપવાની શરૂવાત કરવામાં આવી છે. પેડને ઉપયોગ કર્યા પછી તેને વાળીને કચરાપેટીમાં નાખવું. પાઉચમાં રાખવાના કારણે તેને કચરાપેટીમાં ઓળખવું સરળ થશે અને તેને રિસાઈકલ કરવાનું કામ સરળ રહેશે.

સેનેટરી નેપકીનથી થઈ શકે છે આ બીમારીઓ.:

image source

નાઈન ફાઉન્ડેશન મુજબ મોટાભાગની સ્ત્રીઓ ૧૨થી ૧૫ કલાક સુધી એક જ સેનેટરી પેપરનો ઉપયોગ કરે છે. જેનાથી મહિલાઓને થતાં ઇન્ફેક્શનનો ખતરો ખૂબ વધી જાય છે. એના કારણે ગુપ્તાંગમાં સોજો, યુટરસ ઇન્ફેક્શન, વાંજયાપણું જેવી ઘાતક બીમારીઓ થઈ શકે છે. એટલે જ દર ૬ થી ૮ કલાક પછી નેપકીન પેપર બદલી દેવું જોઈએ.

પેડ્સ ઉપયોગ કરવાના ફાયદા.:

image source

આ રીતે ડિસપોઝ કરવું.

image source

સેનેટરી નેપકીનના બજારમાં ક્રાંતિ લાવવા માટે આકાર અને ઇનોવેશનનો પણ યોગદાન રહેલું છે. આ કંપની ‘આનંદી’ બ્રાન્ડ નામથી દેશી અને બેકાર રો મટીરીયલ(પાઈન પલ્પ)થી સસ્તા સેનેટરી નેપકીન બનાવે છે. આ સેનેટરી નેપકીન માટીને પણ કોઈ નુકસાન કરતા નથી. ઉપરાંત આ સેનેટરી નેપકીન સડી જાય છે ત્યારબાદ ખાતરનું કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version