સેન્ડવીચ ઢોકળા – ગુજરાતીઓના ઘરે ઘરે બનતા આ ઢોકળા તમે પણ આ વેકેશનમાં તમારા મહેમાનોને ખવડાવો ને મજા કરાવો મહેમાનગતિની……..

સેન્ડવીચ ઢોકળા

આજે હું લાવી છું બધા લોકો ની ફેવરીટ રેસિપી જે લગભગ બધા ના ઘરે બનતી જ હશે…  આપડે ગુજરાતી ઓ ખાવા ના ને ખવડાવવા ના શોખીન હોય છે… અને એમાં પણ જો ઢોકળા મળી જાય તો બીજું કંઈ જ ન હોય તો ચાલે…

તો ચાલો આજે આપણે બનાવીશું ઢોકળા જેમાં થોડું innovative કરીશું આપડે આજે બનવિશું સેન્ડવીચ ઢોકળા જે ખૂબ જ ટેસ્ટી બનશે… તો ચાલો ફટાફટ નોંધી લો આ રેસિપી..

આપડે વધેલા ઈડલી ઢોસાના ખીરુંમાંથી બનાવેલા આ સેન્ડવીચ ઢોકળા બનાવશું જે ખુબ જ સ્વાદિષ્ટ અને સરળ છે …આશા છે પસંદ પડશે આપને. જો ઈડલી ઢોસાનું ખીરુંના હોય તો આપ ચોખા અને અડદની દાળ પલાળીને પણ આ ઢોકળા બનાવી શકો છો . એના માટે ૨ વાડકા ચોખા અને ૧/૨ વાડકો અડદની દાળ લેવી .

સામગ્રી :

  • ૩ વાડકા ઈડલી ઢોસાનું ખીરું,
  • ૨ ચપટી ખાવાનો સોડા,
  • ૧/૨ વાડકો જાડી કોથમીર મરચાની ચટણી,
  • ૨ ચમચી તેલ,
  • ૧ ચમચી રાઈ,
  • ૧ ચમચી તલ,
  • થોડા લીમડાના પાન,
  • ૨ લીલા મરચાના કટકા,
  • ૧/૨ ચમચી હિંગ,
  • મીઠું સ્વાદ મુજબ.

બનાવવા ની રીત :

સૌ પ્રથમ આપણે ઈડલી ઢોસાના બેટરમાં મીઠું અને સોડા નાખી મિક્ષ કરીસુ..હવે તેમાં ગ્રીન ચટણી અને જરૂર મુજબ પાણી ઉમેરીશું હવે બેટરને ઢોકળા માટે જરૂરી એવું પાતળું કરવું પછી બેટરના ૨ ભાગ કરો તેને તેલ લગાવી એક નાની થાળીને ઢોકલીયા ગરમ કરો. બેટરનો એક ભાગ ગરમ થાળીમાં નાખો. ઢાંકી ને ૫ મિનિટ સુધી થવા દો .

૫ મિનિટ બાદ ઢોકળા પર ચટણી પાથરો ૨ મિનિટ માટે ઢાંકીને પકાવોહવે એ ચટણીના લેયર પર બેટરનો બીજો ભાગ રેડો. ઢાંકી ને ૭-૮ મિનિટ સુધી પકાવો .હવે થાળીમાં વચ્ચે છરી નાખી ચેક કરો. ગેસ બંધ કરી થાળી બહાર કાઢી લો.

હવે આપડે વઘાર કરશું તેના માટે નાની કડાય માં તેલ ગરમ કરી એમાં રાઈ, લીમડો, લીલા મરચા , હિંગ ઉમેરી આ વઘાર આપડે તૈયાર કરેલ ઢોકળા પર પાથ રીશું ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરી લેશું…તો તૈયાર છે એક દમ સ્વાદિષ્ટ ચટાકેદાર સેન્ડવીચ ઢોકળા….??

નોંધ:- ઢોકળા નું ખીરું પાતળું થાય જાય તો આપડે તેમાં રવો નાખી સરખું કરી શકીએ…

Friends  મારી આ રેસિપી કેવી લાગી જરૂર થી જણાવશો..જેથી નવી વાનગી માટે ઉત્સાહ રહે..

રસોઈની રાણી : મયુરી ઉનડકટ, જુનાગઢ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

ટીપ્પણી