જલ્સા કરોને જેંતીલાલ

સાંધાની તકલીફથી લઇને આ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા રોજ સવારમાં ખાઓ આટલી ખજૂર

આ સમયમાં ખજુરની ઘણી જાતી જોવા મળે છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. તેના ઘણા વૈજ્ઞાનિક ફાયદાઓ પણ થાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ડીહાઈડ્રેશન ની તકલીફ રહેતી નથી. તેને ખાવાથી શરીરમાં કમજોરી દૂર થાય છે. તેથી રોજે ખજૂરની ચાર થી પાંચ પેશી ખાવાથી થાય છે ઘણા લાભ. આજે તેનાથી થતા લાભ વિષે જાણીએ.

image source

ઘણા લોકોનું પેટ સરખી રીતે સાફ થઇ શકતું નથી. તેને કબજીયાતની તકલીફ થાય છે. તેવા લોકોને આનું સેવન કરવું જોઈએ. તેનાથી તેમને ઘણા લાભ થાયછે. તેનાથી આંતરડાની અને પેટની સરખી સફાઈ થાય છે. તેના માટે રોજ સવારે ખાલી પેટ તમારે આની ચારથી પાંચ પેશી ખાવી જોઈએ. તેનાથી તમને લાભ થશે.

image source

ઘણા લોકોને સાંધાની તકલીફ થાય છે. તેના માટે તેને દૂધ સાથે ખજૂર લેવાથી તેમના સાંધાનો દુખાવો દૂર થાય છે. તેમાં તમે ઘી પણ નાખી શકો છો. ઘણા લોકોને શરીરમાં લોહીની કમી રહેલી હોય છે. તેવા વ્યક્તિને આનું સેવન લગાતાર ૨૧ દિવસ માટે સેવન કરવું જોઈએ તેનાથી શરીરમાં રક્તની કમી દૂર થાય છે. તેને ખાવાથી રક્તમાં આર્યનની કમી દૂર થાય છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબીન પણ વધે છે.

image source

ઘણા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સરખી રીતે થતો નથી. તેવા બાળકોને આ ખુબ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે ૧૦ ગ્રામ ભાતના પાણીમાં ખજૂરને પીસીને ખાવાથી બાળકનો વિકાસ સારી રીતે થાય છે. તેનાથી બાળક તંદુરસ્ત પણ રહેશે. તેથી તમારે રોજે બાળકને ખજૂર ખવડાવો. તેમાં પોટેશિયમ અને સોડીયમ પણ રહેલા છે. પરતું તેની માત્ર ઓછી છો. તે શરીરની તંત્રિકા તંત્રને સારું કરે છે. તેથી તેને રોજે ખાવો જોઈએ.

image source

ઘણા લોકોની પરેશાની હોય છે કે તેનું વજન સાવ ઓછું હોય છે. તેના માટે તમારે રોજ પાંચ થી છ પેશી ખજૂરની ખાવી જોઈએ. તેનાથી તમને ઘણો ફાયદો થશે. તેનાથી તમારું વજન વધશે અને શરીરમાં રહેલી નબળાઈ પણ દૂર થશે. જે લોકોને વધારે આળસ આવતી હોય અથવા તેમને વધારે થકા મહેસૂસ થતો હોય તેવા આનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી તેને શરીર જોઈતા પોષક તત્વો મળી રહેશે. તેના કારણે તેની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે.

image source

તે આપના હાડકાને પણ વધારે સુરક્ષિત રાખે છે. તે તેને મજબૂત બનાવે છે તેના માટે તેને દૂધ સાથે લેવાથી તેમાં ક્યારેત દુખાવો થતો નથી.તેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે. તેથી તે સાંધાના દુખાવામાં પણ તે ખુબ રાહત કરે છે. તેમાં શરીરને જોઈતા બધાજ પોષક તત્વો રહે છે. તેનાથી તે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. તેથી તેને થાક લાગશે નહિ. તેને ખાવાથી શરીરમાં હંમેશા સ્ફૂર્તિ બની રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version