સમુદ્રની વચ્ચે આવેલું છે સેંકડો વર્ષો જૂનું આ મંદિર, રક્ષા કરી રહ્યાં છે ઝેરી સાપ, વિગતો જાણીને માથું ધુણી ઉઠશે

ભારત સહિત વિશ્વમાં મંદિરોની કોઈ અછત નથી પરંતુ મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયામાં સ્થિત એક મંદિર ખૂબ જ વિશેષ છે. આ મંદિર સમુદ્ર કિનારે વસેલા મોટા એક પથ્થર પર બનાવવામાં આવ્યું છે. આ પથ્થરની રચના હજારો વર્ષોથી દરિયાના પાણીના ભરતીના ધોવાણના પરિણામે થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અનોખા મંદિરના નિર્માણની કથા પણ ખૂબ જ રસપ્રદ છે. આ પાછળનાં રહસ્યો જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

image source

મળતી માહિતી મુજબ આ મંદિરને ‘તનાહ લોટ ટેમ્પલ’ તરીકે ઓળખવામાં આવે છે જે ઇન્ડોનેશિયાના બાલીમાં છે. ખરેખર સ્થાનિક ભાષામાં ‘તનાહ લોટ’નો અર્થ દરિયાઈ ભૂમિ (દરિયાની ભૂમિ) તેવો થાય છે. આ મંદિર બાલીમાં સમુદ્ર કિનારે બાંધવામાં આવેલા સાત મંદિરોમાંનું એક છે જે એક સાંકળ તરીકે બનાવવામાં આવ્યું છે. આ શ્રેણીમાં બાંધવામાં આવેલા મંદિરોની વિશેષતા એ છે કે દરેક મંદિરમાંથી આગળનું મંદિર સ્પષ્ટ રીતે દેખાય છે. આ રચનાને કરણે પણ લોકો અહી આકર્ષાય છે.

image source

આ મંદિર જે પથ્થર પર ટકેલું છે તે પથ્થર ધીમે ધીમે નબળા પડવા લાગ્યા અને ત્યારબાદ 1980માં તે ધીમે ધીમે પડવા લાગ્યુ હતું. આ હાલત જોઈને મંદિર અને તેની આસપાસનો વિસ્તારને ખતરનાક જાહેર કરી દેવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે જાપાનની સરકારે આ પથ્થરને બચાવવા માટે ઇન્ડોનેશિયાની સરકારને મદદ કરી છે. આ દરમિયાન લગભગ ત્રીજા ભાગના ખડકને કૃત્રિમ ખડકથી ઢાંકીને નવો દેખાવ આપવામાં આવ્યો હતો.

image source

એવું કહેવામાં આવે છે કે તનાહ લોટ મંદિર 15મી સદીમાં નેર્થ નામના પુજારી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે દરિયા કિનારે ચાલતી વખતે આ સ્થાન પર પહોંચ્યા હતાં અને ત્યારબાદ તેને આ સ્થાનની સુંદરતા ગમી ગઈ હતી. તે અહીં રાતોરાત રોકાઈ ગયો અને નજીકના માછીમારોને આ સ્થળે સમુદ્ર દેવનું મંદિર બનાવવાની વિનંતી કરી હતી. કહેવામાં આવે છે કે આ મંદિરમાં પૂજારી નિરર્થની પણ પૂજા કરવામાં આવે છે.

image source

આ અંગે કહેવાય છે કે મંદિરને દુષ્ટ આત્માઓ અને દુષ્ટ લોકોથી રક્ષણ તેના ખડક નીચે રહેતા ઝેરી અને ખતરનાક સાપ દ્વારા કરવામાં આવે છે. મંદિર બનાવનાર પાદરી નિરર્થે પોતાની શક્તિથી વિશાળ સમુદ્ર સાપ બનાવ્યો હતો જે આ મંદિરની સુરક્ષામાં હજી તૈનાત છે. લોકો હજુ પણ આ વાતમાં ભરોસો કરે છે. આ મંદિર ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હતાં પરંતુ હવે જે રીતે મંદિર જે પથ્થર પર ટકેલ છે તેનો જ નાશ થઈ રહ્યો છે ત્યારે હવે તે ફક્ત ઇતિહાસ બનીને રહી ગયું છે. જો કે ત્યાંની સરકાર દ્વારા મંદિરને બચાવવા માટે પ્રયાસ થઇ રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong