આ છે અમેરિકન ઇતિહાસનો સૌથી ખતરનાક સિરિયલ કિલર, જેના વિશે ખાસ વાંચજો કારણકે…

તાજેતરમાં જ અમેરિકાના એક વ્યક્તિ સેમ્યુઅલ લિટલનું 80 વર્ષે નિધન થયું. સેમ્યુઅલને એફબીઆઈએ અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખતરનાક સિરિયલ કિલર ગણ્યો છે. સુધાર અને પુનર્વાસ વિભાગનાં જણાવ્યા મુજબ સેમ્યુઅલનું બુધવારે કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. સેમ્યુઅલ ત્રણ મહિલાઓની હત્યાના કેસમાં ઉંમરકેદની સજા ભોગવી રહ્યો હતો. તેણે મૃત્યુ પહેલા વર્ષ 1970 થી 2005 સુધી લગભગ 93 મહિલાઓની હત્યા કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો.

image source

અધિકારીઓના જણાવ્યા અનુસાર સેમ્યુઅલ લિટલ કમજોર લોકોને પોતાનો શિકાર બનાવતો હતો જેમાં અનેક ડ્રગ્સ લેવાના બંધાણી હતા. સેમ્યુઅલ લિટલ એક પ્રતિસ્પર્ધી મુક્કેબાજ પણ રહી ચુક્યો છે. તે પીડિતોને પહેલા મુક્કા મારી મારીને ઘાયલ કરી દેતો હતો અને બાદમાં તેનું ગળું દબાવી દેતો.

image source

પીડિતના શરીર પર ચાકુ કે ગોળીનાં કોઈ નિશાન પણ ન થતા એટલે એ નક્કી કરવું મુશ્કેલ બની જતું કે તેની હત્યા થઈ છે કે કેમ ? અનેક કિસ્સામાં તો એમ સમજી લેવામાં આવતુ કે પીડિતની મોતનું કારણ નશાનો ઓવરડોઝ થવા દુર્ઘટના હશે. અને આવા કેસની વધુ તપાસ પણ ન થતી.

image source

એજન્સીના જણાવ્યા મુજબ અમુક પીડિતોની લાશ તો ક્યારેય મળી જ નહીં. ગયા વર્ષે એફબીઆઈએ કહ્યું હતું કે તેના વિશ્લેષકોના મત મુજબ સેમ્યુઅલના બધા કબૂલાતનામા વિશ્વસનીય એટલે કે સાચા હતા. એફબીઆઈએ પીડિતોની તસવીરો પણ જાહેર કરી હતી જેથી તેની ઓળખ મેળવી શકાય. આ તસવીરોને પણ સેમ્યુઅલે જ જેલની અંદર બનાવી હતી.

image source

સેમ્યુઅલ લિટલની વર્ષ 2012 માં કેંટકીથી ડ્રગ્સ સાથે સંબંધિત એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને કેલિફોર્નિયા લવાયો હતો જ્યાં અધિકારીઓએ તેનો ડીએનએ ટેસ્ટ કર્યો હતો.

image source

સેમ્યુઅલ લિટલ પહેલાથી જ ગુનાહિત રેકોર્ડ ધરાવતો વ્યક્તિ હતો. ભૂતકાળમાં તે હથીયારબંધ રીતે લૂંટ કરવાથી લઈને બળાત્કાર સુધીના ગુન્હાનો આરોપી હતો. તેના ડીએનએ ટેસ્ટ દ્વારા લોસ એન્જેલસ કાઉન્ટીમાં 1987 થી 1989 સુધીમાં થયેલી ત્રણ હત્યાઓનો ભેદ ઉકેલાયો હતો. સેમ્યુઅલે આ હત્યાઓનો ઇનકાર કર્યો હતો પરંતુ અંતે તેને દોષિત ઠેરવાયો હતો અને ત્રણ અલગ અલગ ઉંમરકેદની સજા આપવામાં આવી હતી અને સજાની સાથે તેને પેરોલ મળવાની સંભાવના પર પણ પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ