સેમસંગે આપી ગ્રાહકોને નવા વર્ષની ભેટ, આ 2 મોડલોની કિંમત કરી ઓછી, લઇ લો જલદી તમે પણ

સેમસંગે નવા વર્ષની ભેટ આપતા પોતાના બે મિડરેન્જ સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. સેમસંગના જે ફોનમાં ભાવ ઘટ્યા છે તે બે ફોન Galaxy A71 અને Galaxy A51 છે. Galaxy A71 (રિવ્યુ) અને Galaxy A51 (રિવ્યુ) ની કિંમતમાં 2000 રૂપિયા સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો સાથે Galaxy A71 અને Galaxy A51 ને સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ પર જોઈ શકાય છે.

Samsung Galaxy A71 અને Galaxy A51 નો નવો ભાવ

image source

ઘટાડા બાદ Samsung Galaxy A71 ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 27,499 રૂપિયા કરવામાં આવી છે જે આ પહેલા 29,499 રૂપિયા હતી. આ ફોન પ્રિઝમ ક્રશ બ્લેક, પીઝમ ક્રશ સિલ્વર, હેઝ ક્રશ સિલ્વર અને પ્રિઝમ બ્લુ કલર વેરીએન્ટમાં ઉપલબ્ધ છે.

image source

Samsung Galaxy A51 ની વાત કરીએ તો આ ફોન 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 20,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ વેરીએન્ટની કિંમત 22,499 રૂપિયા છે. આ પહેલા આ બન્ને મોડલની કિંમત અનુક્રમે 22,999 રૂપિયા અને 24,499 રૂપિયા હતી. આ ફોન પ્રિઝમ ક્રશ બ્લેક, પ્રિઝમ ક્રશ વ્હાઇટ, હેઝ ક્રશ સિલ્વર અને પ્રિઝમ ક્રશ બ્લુ કલરમાં ઉપલબ્ધ છે.

Samsung Galaxy A71 નું સ્પેશિફિકેશન

image source

આ ફોનમાં ડ્યુઅલ સિમ સ્પોર્ટ સાથે એન્ડ્રોઇડ 10 આપવામાં આવ્યું છે. ફોનમાં 6.7 ઇંચની ફૂલ એચડી પલ્સ સુપર એમોલેડ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080×2400 પિકસલ છે. ફોનમાં કવોલકોમનું સ્નેપડ્રેગન 730 ઓકટાકોર પ્રોસેસર છે.

Samsung Galaxy A71 નો કેમેરો

image source

સેમસંગના આ ફોનમાં ચાર રિયર કેમેરા છે જેમાં મેન કેમેરો 64 મેગાપિક્સેલ, f/1.8 અપર્ચર ધરાવે છે. જ્યારે બીજો લેન્સ 12 મેગાપિક્સેલનો અલ્ટ્રાવાઈડ, ત્રીજો લેન્સ 5 મેગાપિક્સેલનો ડેપ્થ અને ચોથો લેન્સ 5 મેગાપિક્સેલનો મેક્રો લેન્સ છે. સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો છે.

Samsung Galaxy A71 ની બેટરી

image source

કનેક્ટિવિટી માટે તેમાં 4G VoLTE, Wi-Fi, બ્લુટુથ, જીપીએસ અને યુએસબી ટાઈપ – સી ચાર્જીગ પોર્ટ મળશે. એ સિવાય ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. Samsung Galaxy A71 માં 4500mAh ની બેટરી છે જેની સાથે 25 વોટનું ફાસ્ટ ચાર્જર મળશે.

Samsung Galaxy A51 ની સ્પેશિફિકેશન

image source

આ ફોનમાં ડ્યુઅલ સિમ સ્પોર્ટ સાથે એન્ડ્રોઇડ 10.આધારીત વન UI 2.0 મળશે. ફોનમાં 6.5 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેમાં એક પંચહોલ પણ છે જેને કંપની ઇન્ફિનિટી ઓ ડિસ્પ્લે કહે છે. ફોનમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. Galaxy A51 માં ઓકટાકોર એક્સીનોસ 9611 પ્રોસેસર, 6 જીબી રેમ અને 128 જીબીની સ્ટોરેજ મળશે.

Samsung Galaxy A51 નો કેમેરો

image source

Galaxy A51 માં ચાર રિયર કેમેરા છે જેમાં મેન કેમેરો 48 મેગાપિક્સેલ f/2.0 અપર્ચર ધરાવે છે. જ્યારે બીજો લેન્સ 12 મેગાપિક્સેલ અલ્ટ્રાવાઈડ છે. ત્રીજો લેન્સ 5 મેગાપિક્સેલનો મેક્રો લેન્સ છે. તથા ચોથો લેન્સ 5 મેગાપિક્સેલ ડેપ્થ માટે છે. ફોનમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સેલનો કેમેરો છે.

Samsung Galaxy A51 ની બેટરી

image source

Samsung ના આ ફોનમાં 4G, VoLTE, વાઈ-ફાઈ, બ્લુટુથ, જીપીએસ, ટાઈપ- સી ચાર્જીંગ પોર્ટ અને 4500mAh ની બેટરી છે જે ફાસ્ટ ચાર્જીંગને સ્પોર્ટ કરે છે. ફોન સાથે 25 વોટનું ફાસ્ટ ચાર્જર પણ મળશે. આ ફોનમાં એક ખાસ ફિચર્સ પણ છે જે ફક્ત ભારત માટે જ છે. આ ફીચરની મદદથી મેસેન્જર એપ મેસેજને જરૂર મુજબ કસ્ટમાઇઝ કરશે. દાખલા તરીકે આજે તમારી ટ્રેન છે અને બુકીંગ મેસેજ 4 દિવસ પહેલા આવ્યો છે તો Galaxy A51 માં આ મેસેજ આજે સૌથી ઉપર દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ