જલ્સા કરોને જેંતીલાલ

જ્યારે સંજય દત્તની બહેનોએ અભિનેતાને આપી હતી સલાહ, કહ્યું હતું કે તું ઐશ્વર્યા રાયથી દૂર રહેજે.

સંજય દત્ત બોલિવુડના મોટા સ્ટાર છે. પડદા પર એમને દમદાર અભિનય માટે વાહવાહી મળે છે અને એમની ફિલ્મો જબરદસ્ત કમાણી પણ કરે છે. આજે સંજય દત્ત માન્યતા દત્ત સાથે લગ્ન કરીને ખુશી ખુશી જિંદગી વિતાવી રહ્યા છે પણ એક સમય એવો હતો જ્યારે એમનું નામ ઘણી બધી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. ક્યારેક સંજય કોઈના પ્રેમમાં પાગલ થઈ જતા તો ક્યારેક એમને કોઈ બીજી હિરોઇનનો હાથ પકડેલા જોવામાં આવતા. માધુરી દીક્ષિત સાથે એમના લગ્નની પણ ખૂબ જ ચર્ચા હતી. ઇન્ડસ્ટ્રીમાં સંજય દત્તના રંગીન મિજાજથી હર કોઈ વાકેફ હતું. ખુદ એમની બાયોપિક પર બનેલી ફિલ્મ સંજુમાં કહેવામાં આવ્યું હતું કે એમની 308 ગર્લફ્રેન્ડ હતી. સંજયના આ જ સ્વભાવના કારણે એમની બહેનોએ સંજયને ઐશ્વર્યા રાયથી દૂર રહેવાની સલાહ આપી હતી. આ વાત ત્યારની છે જ્યારે ઐશ્વર્યાની ફિલ્મોમાં એન્ટ્રી થવાની હતી. આ વિશે ખુદ અભિનેતાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

image source

આજે સંજય દત્ત અને ઐશ્વર્યા રાય બચ્ચન સારા મિત્રો છે. ઘણીવાર કોઈને કોઈ ફંક્શન અને પાર્ટીમાં બન્ને એકબીજાના ઘરે આવતા જતા રહે છે. જો કે એક સમય એવો હતો જ્યારે સંજય દત્તની બહેનોએ એમને ચેતવણી આપી હતી કે એ ઐશ્વર્યાની નજીક ન જાય.

image source

આ વાત એ સમયની છે જ્યારે ઐશ્વર્યાએ ફિલ્મોમાં ડેબ્યુ નહોતું કર્યું અને એ મોડલિંગ કરી રહી હતી. એ દરમિયાન સંજય દત્તને ઐશ્વર્યા સાથે મેગેઝીન કવર માટે ફોટોશૂટ કરાવવાનું હતું. આ મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં સંજય દત્તે કહ્યું હતું કે એ ઐશ્વર્યાને જોઈને એમની સુંદરતાના કાયલ થઈ ગયા હતા.

image source

સંજય દત્તે કહ્યું હતું કે મારી બહેનો ઐશ્વર્યાને ઘણું જ પસંદ કરતી હતી. એ એમને ખૂબ જ સુંદર લાગતી હતી. મારી બહેનો ઐશ્વર્યાને મળી પણ ચુકી હતી. એવામાં જ્યારે મારે ઐશ્વર્યા સાથે શૂટ પર જવાનું હતું તો બહેનોએ પહેલથી જ ચેતવણી આપી દીધી હતી. એમને મને કહ્યું હતું કે તું એનો નંબર ન લેતો અને એને ફૂલ ન મોકલતો.

image source

વાત જાણે એમ છે કે સંજય દત્તની કેસાનોવા ઇમેજની વાત એમની બહેનોથી છુપી નહોતી અને એ નહોતી ઈચ્છતી કે સંજયના કારણે ઐશ્વર્યા સાથે એમના સંબંધ ખરાબ થાય. જો કે સંજય દત્તે પણ એમની બહેનોની વાત માની અને ઐશ્વર્યા સાથે એ ખૂબ જ પ્રોફેશનલ તરીકે વર્તયા. તમને જણાવી દઈએ કે વર્ષ 2005માં બન્ને પહેલી વાર ફિલ્મ શબ્દમાં સાથે દેખાયા હતા. આ ફિલ્મ પડદા પર કઈ ખાસ કમાલ નહોતી કરી શકી. એ પછી ફિલ્મ હમ કિસી સે કમ નહીમાં પણ બંનેએ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત અને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે અમિતાભ બચ્ચન પણ દેખાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version