જલ્સા કરોને જેંતીલાલ

શિલ્પા શેટ્ટીની દીકરી થઇ બે મહિનાની, જોઇ લો વિડીયોમાં કેટલી ક્યૂટ રીતે રમાડે છે સમીશાને..

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં શિલ્પા શેટ્ટી પોતાની બે મહિનાની દીકરી સમીશા સાથે રમત કરતા જોવા મળી રહી છે.

કોરોના વાયરસ (coronavirus)ના કારણે આ દિવસોમાં બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ક્વોર્ન્ટીનમાં છે.પરંતુ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર સતત સક્રિય જોવા મળી રહી છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની બે મહિનાની દીકરી સમીશાની સાથે રમત કરતા જોવા મળી રહી છે.

image source

આ વિડીયો એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જેને લોકોનું ખુબ ધ્યાન ખેચ્યું છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી આ વિડીયો શેર કરતા જણાવે છે કે, કેટલીક વસ્તુઓ જીંદગીમાં બીજા બધા કરતા વધારે સ્પેશીયલ હોય છે. આની સાથે જ તેમણે જણાવ્યું છે કે, તેમની નાની દીકરી ગઈ કાલે એટલે કે ૧૫ એપ્રિલના રોજ બે મહિનાની થઈ ગઈ છે.

image source

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે ૧૫ નંબર તેમના માટે ખુબ જ લકી સાબિત થઈ રહી છે. કેમ કે, ૧૫ ફેબ્રુઆરીના રોજ તેમની દીકરી સમીશા શેટ્ટી કુંદ્રાનો જન્મ થયો, ૧૫ એપ્રિલના રોજ તે બે મહિનાની થઈ ગઈ અને ૧૫ એપ્રિલના જ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના ટીકટોક એકાઉન્ટ પર ૧૫ મીલીયન ફોલોઅર્સ પુરા થઈ ગયા.

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુંદ્રા આ વિડીયોને શેર કરતા લખે છે કે, “કેટલીક વસ્તુઓ જીંદગીમાં અન્ય વસ્તુઓ કરતા વધારે સ્પેશીયલ હોય છે. ૧૫ અમારી લીસ્ટમાં જોડાઈ ગયો છે. અમારી દીકરી ૧૫ ફેબ્રુઆરીના રોજ અમારી જીંદગીમાં આવી અને ૧૫ એપ્રિલના તેને બે મહિના પુરા થઈ ગયા છે. આ પણ ખુબ ખાસ વાત છે કે, ૧૫ એપ્રિલના જ ટીકટોક પર અમારા પરિવારના ૧૫ મીલીયન ફોલોઅર્સ થઈ ગયા છે.”

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) એ પોતાના કેપ્શનમાં આગળ લખ્યું છે કે, “આપના બધાના ઘણા બધા પ્રેમ અને આશીર્વાદ માટે ધન્યવાદ. આશા કરું છું કે, આપ બધા આગળ પણ અમારી સાથે આમ જ ઉભા રહેશો.” વિડીયોમાં બન્ને માં-દીકરી પિંક આઉટફીટમાં જોવા મળી રહ્યા છે. વિડીયોમાં શિલ્પા શેટ્ટીનો અંદાજ ઘણો પ્રેમભર્યો લાગી રહ્યો છે. જણાવી દઈએ કે, એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના આ વિડીયોને સોશિયલ મીડિયા પર અત્યાર સુધી ૮ લાખથી વધારે વાર જોવાઈ ગયો છે, સાથે જ શિલ્પા શેટ્ટીના ફેંસ આ વિડીયોના ખુબ વખાણી રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version