જલ્સા કરોને જેંતીલાલ

સમીરા રેડ્ડી બીજીવાર મા બનીને કહ્યું, “અમે દિકરી થાય તેવી પ્રાર્થના જ કરી હતી…”

સમીરા રેડ્ડીએ ન્યૂ બોર્ન બેબીનો ફોટો શેર કરીને પોતાની ખુશકાલી વ્યક્ત કરતાં કહ્યું; મને દીકરી જ જોઈતી હતી… સમીરા રેડ્ડી બીજીવાર મા બનીને કહ્યું, “અમે દીકરી થાય તેવી પ્રાર્થના જ કરી હતી…”

જુલાઈ મહિનામાં તેના બીજા બાળકના આવવાની ડોક્ટરે ડ્યુ ડેટ આપી હતી અને સમીરા અને અક્ષના આંગણે એક દીકરા પછી દીકરી રત્નનો જન્મ થયો છે. આ સમાચાર તેણીએ પોતે જ દીકરીને ખોળામાં લઈને ફોટો મૂકીને આપ્યા છે. સાથે કેપ્શન પણ લખીને મૂક્યું છે કે વી પ્રેડ ફોર બેબી ગર્લ. થોડા સમય પહેલાં જ તેણીએ તેમના પતિ અક્ષય વાર્ડે, પુત્ર અને પરિવારના અન્ય સભ્યો સાથે ગોદભરાઈની વિધિ કરી અને ઉજવણી કરી હતી.

સમીરાએ ફંક્શનમાંથી કેટલાક ખૂબસૂસત ફોટોઝ તેમના ઇંસ્ટાગ્રામ પ્રોફાઈલ પર શેર કર્યા હતા. હાલમાં જ, તેણે દીકરીને ખોળામાં લઈને પણ ફોટો શેર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર ચિત્ર શેર કરીને, તે પોતાની પ્રેગનેન્સીના દરેક તબક્કામાં ફોટોઝ શેર કર્યા છે. અને હવે તે દીકરી સાથેના ફોટોઝ પણ શેર કરી રહી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે તેણે આકર્ષક પ્રેગનેન્સી પોઝ ફોટોઝ

સમીરા રેડ્ડી તેની બીજી પ્રેગનેન્સી વખતે ખૂબ જ એક્ટિવ અને ખુશ દેખાઈ રહી હતી. એ સમયે તેણે જાત જાતના અંડર વોટર અને સ્વીમિંગ પોઝ આપ્યા હતા. જેમાં તેનું સગર્ભાવસ્થાવાળું પેટ પણ દેખાઈ રહ્યું હતું. શીર ફેબરિકની બીચ બેર હોલ્ટરનેક ટોપ અને બ્ય્લૂ કલરનું ફ્લોરલ પ્રિન્ટવાળું સ્કર્ટ પહેર્યું છે.

ટોપના સ્લીટમાંથી તેમનું સગર્ભા અવસ્થાવાળું પેટ પણ જોઈ શકાય છે. તેમણે વધુ એક પોઝમાં નો સ્મોકિંગના પોસ્ટર સાથે બીચ વેરમાં પોઝ આપીને ફોટો પોસ મૂક્યો છે. તેમણે આ અવસ્થામાં સુંદર પોષાકમાં તેમની બંને બહેનો સાથે એક ફોટો મૂક્યો છે જેમાં તેમની બહેનો એ તેમના પેટ પર હાથ મૂક્યો છે.

ગોદભરાઈના ફોટોમાં તે એક સગર્ભા સ્ત્રીના ચહેરા પર જે ગ્લો અને શાઈન દેખાતી હોય તેવી જ સમીરાના ચહેરા પર પણ જોઈ શકાતી હતી. તે ફોટોમાં દીકરાને પતિ – પત્નીની વચ્ચે ઊંચકીને ફોટો મૂક્યો છે. તેઓ બીજા સંતાનના આગમન માટે આ ફોટોમાં ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યાં હતાં. જે હવે તેમનો ઇંતેજાર પૂરો થયો અને એક પરફેક્ટ ફેમીલી બની ગયું છે.

બેબીના ફોટો સાથેનું કેપ્શન છે એકદમ હ્રદયસ્પર્શી

સમીરાએ તેના બેબી સાથેના ફોટોમાં માતા બનવાની ખુશી સાથે લખ્યું છે કંઈક એવું કે તેની લાગણી સીધી સ્પર્શી જાય તેવી છે. તેણે લખ્યું છે, આ છોકરીએ મને શક્તિશાળી ઘોડા જેવી તાકાત આપી છે, તે મને મારી જાત સાથે ઓળખાણ કરાવી રહી છે, જાણે તેને ખબર હતી કે હું ક્યાંક ખોવાઈ ગઈ હતી અને મારે જાતને શોધવી હતી જેનો તેણે મને રસ્તો બતાવ્યો છે. તેણે મને માતૃત્વની ઉજવણી કરવા માટેનું બહાનું આપ્યું છે. શરીરના બંધારણમાં ફેરફાર થતો રહે છે, અને આ એક શ્રેષ્ઠ માધ્યમ છે જ્યારે લોકો તમને સમજે છે. સૌનો અભાર મને આ સ્થિતિમાં સાથ આપવા માટે…. તેણે છેલ્લે ઉમેર્યું છે, અમે દીકરીના જન્મની જ પ્રાર્થના કરી હતી.

હાલમાં, આપણે બધી જ જગ્યાએ દીકરીઓના જન્મ અને તેની સાથે થતી અનેક અમાનવીય ઘટનાઓ વિશેની ચર્ચાઓ સાંભળીએ છીએ ત્યારે આ અભિનેત્રીની લાગણીસભર પોસ્ટ જરૂર અવાનાર બાળકની માતાઓને પ્રેરણા આપે તેવી છે.

સમીરાનો ફિલ્મોગ્રાફ ભલે નબળો રહ્યો હોય પરંતુ તે સ્ત્રી તરીકે એકદમ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે, તેવું તેની પોસ્ટ્સ પરથી જરૂર કહી શકાય…

સમીરા રેડ્ડીની અર્લી લાઈફ તરફ નજર કરીએ તો હાલમાં એક સામાન્ય સ્ત્રીની જેમ જ પોતાની ગર્ભાવસ્થાને માણી રહી હતી અને હવે તે બીજીવાર માતા બનવાનો સુખદ અનુભવ માણી રહી છે ત્યારે સમીરા રેડ્ડીનો ફિલ્મોગ્રાફ રોલર કોસ્ટર રાઈડ જેવો રહ્યો છે. તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમને પહેલો બ્રેક ગઝલ ગાયક પંકજ ઉધાસના મ્યુઝિક આલ્બમ ‘ઔર આહિસ્તા’માં તક મળી હતી. ત્યાર પછી તેમનું સંપૂર્ણ ધ્યાન બોલિવૂડ તરફ ખેંચાયું. ૨૦૦૨ની હિન્દી ફિલ્મ ‘મૈને દિલ તુજકો દિયા’માં એક મહત્વની ભૂમિકા મઈ. ૨૦૦૪માં તેમને ફિલ્મ ‘મુસાફિર’માં ગ્લેમરસ રોલ મળ્યો હતો.

બોલીવુડ ઉપરાંત, તેમણે અનેક પ્રાદેશિક ભાષાઓ જેમ કે આંધ્રપ્રદેશની તેલુગુ, કેરલની મલ્યાલમ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમને સાઉથની સફળ તમિલ તમિલ ફિલ્મ દિગ્દર્શક ગૌતમ મેનનની આ ફિલ્મમં તેઓએ સુર્યા શિવકુમારની સાથે અભિનય કર્યો હતો. ટેક્સી નંબર૯૨૧૧ અને દેધનાધન ફિલ્મ તેમની દર્શકોને યાદ રહી ગઈ હશે…

વર્ષ ૨૦૧૪માં મહારાષ્ટ્રીયન વિધિથી ઉદ્યોગપતિ અક્ષય વાડ્રા સાથે લગ્ન સંબંધે જોડાયા તેમને એક પુત્ર પણ છે અને હવે, એક નવજાત દીકરીની માતા બનીછે. તે ચેન્નઈમાં પતિ અને પરિવાર સાથે ખુશહાલ જીવન જીવે છે.

​​વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version