શામળાજીમાં બની ગોઝારી ઘટના, ફોટો પડાવતી મહિલાનું બેલેન્સ બગડ્યું અને વાવમાં પટકાતાં કરુણ મોત

અમુક અકસ્માત તો એવી રીતે થતાં હોય છે કે લોકો પણ જોઈને વિચારમાં પડી જતા હોય છે. કંઈક એવું જ જોવા મળ્યું છે હાલમાં શામળાજી મંદિરના પરિસરમાં. સેલ્ફીના ચક્કરમાં અથવા શોર્ટ કટ અપનાવવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સાઓ આ પહેલા પણ સામે આવી ચૂક્યા છે, તેમ છતાં લોકો સુધરવાનું નામ લઈ રહ્યા નથી એ બે નંબરની વાત છે. અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં મહિલાને ફોટો પડાવવો એટલો મોંઘો પડ્યો કે જીવ દેવાનો વારો આવ્યો છે.

વાવમાં સેલ્ફીના ચક્કરમાં બેલેન્સ ગુમાવતા મહિલાનું મોત નીપજ્યું હોવાના સમાચાર અને વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વિગતે વાત કરીએ તો શામળાજી મંદિર પરિસરમાં આવેલી વાવમાં મહિલા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહી ફોટો પડાવતા હતા. ત્યારે જ મહિલાનો પગ લપસતાં વાવમાં પડી જતા માથામાં ઇજાથી મોત નીપજ્યું છે. શામળાજી મંદિર પરિસરમાં આજના આક અકસ્માતના કારણે ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.

તસવીર ખેંચાવવા માટે મંદિર પરિસરમાં આવેલી વાવ પરની પાળીથી બેલેન્સ ગુમાવતા મહિલા વાવમાં ખાબકતા કરૂણ મોત થયું હતું. મહિલા તેની સાથે રહેલી કોઈ યુવતી સાથે વાવની ઉપર ઊભી હતી ત્યારે અચાનક બેલેન્સ ન રહેતા ભરૂચની મહિલા અંદરની તરફ પડી અને ઘટનાસ્થળે જ વાવમાં મોત થયું હતું.

હાલમાં આ ઘટના સામે આવતાં જ લોકોને ચેતવવામાં આવી રહ્યા છે અને આ બધી ઘટનાઓ લાલબત્તી સમાન કિસ્સામાં ગણવામાં આવી રહી છે. પણ એ વચ્ચે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે કે જેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ય માહિતી અનુસાર શામળાજી મંદિર પરિસરમાં ભરૂચના 42 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા વાવ ઉપરના પથ્થર ઉપર ઉભા રહીને ફોટો ખેંચાવતા હતા ત્યારે જ અચાનક તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને લથડી ગયા હતા અને સીધા જ વાવની અંદરની તરફ પટકાયા હતા. દર્શન વેળા જ બનેલી દુઃખદ ઘટનાથી પરિવાર શોકમાં આવી ગયો હતો. આ સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાવમાં પડી જવાની આ આખી ઘટના મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા તેની દીકરી અને પરિવારના અન્ય એક સભ્ય સાથે ચાલીને આવી રહી છે. આ દરમિયાન મહિલા વાવના વચ્ચેના પથ્થર પર ઊભી રહેવા માટે નીચે ઉતરે છે. મહિલા કદાચ ફોટો કે સેલ્ફી લેવા માટે નીચે ઉતરે છે. મહિલા જેવો નીચે પગ મૂકે છે કે તેના શરીરનું બેલેન્સ બગડે છે અને તેણી સીધી જ નીચે પટકાય છે. અને તેમનું મોત નીપજે છે. ત્યારે હવે લોકોને આવી રીતે સેલ્ફી અને ફોટો ન પડવવા માટે કહેવામાં આવી રહ્યું છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!