સાંબા( મોરૈયા )ની ફરાળી ખીચડી – ગુરુવાર હોય, અગિયારસ હોય કે પછી પૂનમ હોય કોઈપણ ઉપવાસમાં ખાઈ શકાય આ વાનગી…

મિત્રો, આજે આપણે બનાવીશું સાંબા(મોરૈયા)ની ખીચડી જે ઝડપથી અને ઈઝીલી બની જતી ફરાળી ડીશ છે. વ્રત – ઉપવાસમાં બનાવી શકાય તેમજ નાસ્તા તરીકે પણ બનાવીને સર્વ કરી શકાય અને સૌ કોઈને પસંદ પડે તેવી ટેસ્ટફૂલ ડીશ છે. તો ચાલો બનાવીએ સાંબાની ખીચડી.

સામગ્રી :

Ø 1/2 કપ સાંબો ( મોરૈયો )

Ø 1 મીડીયમ સાઈઝનું બટેટું

Ø 2 ટેબલ સ્પૂન શીંગદાણા

Ø 1 ટેબલ સ્પૂન કિસમિસ (ઓપ્શનલ)

Ø 1 ટેબલે લીલું મરચું (કાપેલું)

Ø 1 ટેબલ સ્પૂન બારીક સમારેલ કોથમીર

Ø 1/2 ટેબલ સ્પૂન જીરું

Ø 1/2 ટેબલ સ્પૂન સિંધાલુણ

Ø 1/4 ટેબલ સ્પૂન લીંબુ નો રસ

Ø 2 ટેબલ સ્પૂન ઘી અથવા તેલ

Ø મીઠો લીમડો

તૈયારી :

 • Ø સાંબા(મોરૈયા) ને બે – ત્રણ પાણીથી ધોઈ 25 થી 30 મિનિટ પાણીમાં પલાળી રાખો.
 • Ø લીલું મરચું અને કોથમીરને બારીક સમારી લો.
 • Ø બટેટાની છાલ ઉતારી નાના ટુકડામાં કાપી લો.

  રીત :


  1) સૌ પ્રથમ એક કડાઈમાં બે ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મુકો.ઓછા ઘીમાં પણ બનાવી શકાય, તેમજ ઘી ને બદલે તેલ પણ યુઝ કરી શકાય.


  2) ઘી ગરમ થઈ જાય એટલે તેમાં શીંગદાણા શેકી લો. શીંગદાણા કાઢી કિસમિસને પણ સાંતળી લો. કિસમિસ લઈને બટેટાના ટુકડાને પણ સાંતળી લો. બટેટાને હળવા જ સાંતળવાના છે. બટેટાને સાંતળી એક બાઉલમાં કાઢી લો.
  3) હવે આપણે સીઝનિંગ કરી લઈએ. સીઝનિંગ કરવા માટે તે જ ઘીમાં જીરું નાંખો. જીરાનો કલર થોડો ડાર્ક બ્રાઉન થાય એટલે તેમાં લીલું મરચું અને મીઠો લીમડો નાંખો. લીલું મરચું આપણી ખીચડીને સરસ ગ્રીનીશ લૂક અને તીખાશ આપશે તેમજ મીઠો લીમડો અનેરી સોડમ.
  4) ત્રીસેક મિનિટ પછી તેમાં સાંબો (મોરૈયો) ઉમેરો.સાંબાને પાણી નિતારીને ઉમેરવો.
  5) એક મિનિટ પછી શેલો ફ્રાય કરેલા બટેટાના ટુકડાઓ ઉમેરો, સાથે જ સિંધાલુણ ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લો. જયારે આપણે ફરાળી વાનગી બનાવવી હોય ત્યારે મીઠાની જગ્યાએ સિંધાલુણ વપરાય છે.
  6) હવે તેમાં પાણી ઉમેરો, અડધા કપ સાંબા સાથે દોઢ કપ પાણી ઉમેરો. બધું સરસ મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે લીડ ઢાંકીને ચડવા દો. જેથી સાંબો સરસ ચડી જાય.
  7) બે મિનિટ પછી લીડ હટાવી ચેક કરો, ત્યારબાદ તેમાં લીંબુનો રસ, શેલો ફ્રાય કરેલા શીંગદાણા અને કિસમિસ ઉમેરી મિક્સ કરો.
  8) બધું જ પાણી બળી જાય ત્યાં સુધી હલાવીને ચડવા દો. પાણી બળી ગયા બાદ સ્ટવની ફ્લેમ ઓફ કરી દો. તૈયાર છે સાંબાની ખીચડી, જેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.
  મિત્રો, તો નોટ કરી લો મારી આ રેસિપી, વ્રત-ઉપવાસમાં ફટાફટ બનાવીને સર્વ કરી શકાય તેવી મજેદાર ખીચડી છે. બધાને ખુબ જ મજા પડી જશે જો તમે આ રીતે બનાવશો સાંબાની ખીચડી.

નોંધ : આ ડિશને ફરાળી રેસિપી તરીકે સર્વ ના કરવી હોય તો સીઝનિંગ વખતે રાયદાણા તેમજ હળદર પાવડર પણ નાંખી શકાય. તેમજ મનપસંદ વેજીટેબલ્સ નાખીને વધારે હેલ્ધી તેમજ યુનિક ડીશ પણ બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :