આ સમાજમાં બાળકના જન્મ પછી માતા અને બાળકને રાખવામાં આવે છે ઘરની બહાર, કારણકે..

અહીં ડિલિવરી પછી એટલે કે, બાળકના જન્મ બાદ, માતા-બાળકને ઘરની બહાર જ રાખવામાં આવે છે, પરિવારમાં આવેલી નવી જિંદગીને પણ તેઓ પસંદ કરતા નથી. બિરહોરોંમાં એવી પ્રથા છે કે બાળકના જન્મ બાદ માતા અને બાળકને ઘરની બહાર જ રાખવામાં આવે છે, ભલે શિયાળો હોય કે ઉનાળો હોય તેઓને તેમની પરંપરાનું પાલન કરવું જરૂરી છે. અંધવિશ્વાસ માં બિરહોર સમાજ આ પરંપરા સદીઓથી ચલાવી રહ્યું છે.

image source

ચતરા, [જુલકર નૈન / લક્ષ્મણ દાંગી].

વિશ્વની જો કોઈ સૌથી સુંદર વસ્તુ કે વાત હોય તો તે છે, માં બનવું કે કોઈના પિતા બનવું છે. ઘરમાં નવજાતનાં આગમન પછી, સામાન્ય રીતે હરેક શહેરમાં, આખું ઘર અને કુટુંબ આનંદથી ભેગા થઈ તેમાં વ્યસ્ત બની જાય છે. લોકો નવજાત બાળકને પ્રેમ કરવા માટે ઉતાવળા બને છે, પરંતુ બિરહોર સમાજ માતા-બાળકને તે સમયે અસ્પૃશ્ય માને છે અને તેમને એક અઠવાડિયા માટે ઘરની સીમાની બહાર જ છોડી દે છે.

ભલે શરીર પીગળાવી દેતી જબરદસ્ત ઠંડી હોય, સૂર્યનો આકરો તાપ હોય કે મૂશળધાર વરસાદ, બિરહોર સમાજના માતા-બાળકને ડિલિવરી પછી એક અઠવાડિયા માટે તંબૂમાં ઘરની બહાર રહેવા જવાની ફરજ પડે છે. આ સમય દરમિયાન બંનેને અસ્પૃશ્ય માનવામાં આવે છે અને તે જ રીતે તેમની સાથે વર્તવામાં આવે છે. નિરક્ષરતા અને અંધશ્રદ્ધાના પાયા પર બનેલી આ કુપ્રથા બિરહોર સમાજ હજી અપનાવી રહ્યો છે.

image source

તાજેતરમાં, સંગીતા બિરહોરીન પણ આ સામાજિક પ્રથાને અનુસર્યા પછી જ ઘરમાં પ્રવેશ કરી શકી છે. તે કડકડતી ઠંડીમાં પણ સાત દિવસ ઘરની બહાર રહી. તેના માટે તે જીવનની મુશ્કેલ કસોટી હતી. જિલ્લાના ગિદ્ધૌર પ્રખંડના જાપુઆ બિરહોર ટોલામાં રહેતી રાજકુમાર બિરહોરની પત્ની સંગીતાએ જાન્યુઆરીમાં એક બાળકીને જન્મ આપ્યો હતો.

ડિલિવરી ગિદ્ધૌર કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે થઈ હતી. તે ડિલિવરી પછી સાત દિવસ ઘરની બહાર રહી હતી. નવજાત બાળકને લઈને તે માતા ઘરથી થોડે દૂર ખુલ્લા આકાશની નીચે પ્લાસ્ટિકની ઘેરાબંદી નીચે રહી. પરિવારના સભ્યો તેને ત્યાં જ ભોજન અને જરૂરી ચીજવસ્તુઓ આપતા રહ્યા. તેઓનું કહેવું છે કે આ બધું પરંપરાનો એક ભાગ છે.

image source

બિરહોર સમાજ સદીઓથી આ પરંપરા એક ઢબે ચલાવી રહ્યું છે. ટોલાના 65 વર્ષીય બહરા બિરહોર કહે છે કે આમાં કશું જ નવું નથી. આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. પ્રસૂતા માતા તેનું જ નિર્વહન કરે છે. 60 વર્ષિય નૈકી બિરહોરીન કહે છે કે, ઠંડી હોય, વરસાદ હોય કે ગરમી – પ્રસૂતા માતાને સાત દિવસ માટે બહાર રહેવું પડે છે.

બિરહોર સમાજમાં જાગૃતિનો અભાવ છે. બિરહોર સમાજ જૂની વિચારધારાને આગળ ધપાવી રહ્યો છે. તેમની વચ્ચે જાગરૂકતા લાવવા અંગેનું કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. તેઓને આ અંગે જાગૃત કરવાની તાતી જરૂરિયાત છે. ડૉ.સવિતા બેનર્જી, સામાજિક કાર્યકર, ચતરા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ