ભારતને હરપલ હસાવતા કોમેડિયનોની રોજની કમાણી છે લાખોમાં કપિલ શર્મા તો મહિનામાં જ કરી લે છે કરોડોની કમાણી..

આજે લોકોને ડ્રામા કે પછી નૃત્ય જોવા કરતાં વધારે કોમેડી જોવી ગમે છે કારણ કે તે સીધી જ માણસની માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે અને તે તેમને તુરંત જ એક ખુશી આપે છે. આજે લોકોનું જીવન અત્યંત વ્યસ્ત થઈ ગયું છે અને એવું કહી શકાય કે લોકો પાસે હસવા માટેનો સમય પણ નથી રહ્યો અને એવું પણ કહી શકાય કે હસવા માટેના અવસરો હવે ઘટી ગયા છે.

ત્યારે આવા સમયમાં આપણને હસાવવાનું કામ આપણા સ્ટાર કમેડિયનો કરે છે. હજુ એક ડોઢ દાયકા પહેલાં ફિલ્મો તેમજ શોઝમાં કોમેડીને તો મહત્ત્વ આપવામાં આવતું હતું પણ તેને કરનારા કોમેડિયનોને મહત્ત્વ નહોતું આપવામાં આવતું. આમ તો આ કામ પણ ફિલ્મના એક્ટર જ કરી લેતા હતા અને ઘણા ગણ્યા ગાંઠ્યા કૉમેડિયન હતા જેમને ફિલ્મોમાં સ્પેશિયલ સમય ફાળવવામાં આવતો હતો.

પણ હવે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે રમૂજને લઈને લોકોમાંની માંગને પુરી કરવા માટે હવે કોમેડિયનોને આગવું મહત્ત્વ આપવામા આવી રહ્યું છે અને કોમેડિયનોએ પોતે જ જાત મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક કાયમી જગ્યા બનાવી લીધી છે.

આપણે જાણીએ જ છીએ કે આજે ભારતના ટીવી તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કૉમેડિયનોનું વર્ચસ્વ વધી રહ્યું છે. આપણી સામે જ કપિલ શર્મા, ભારતી સિંહ, કૃષ્ણા અભિષેકનો ઉત્તમ દાખલો છે કે તેઓ લોકોમાં કેટલા લોકપ્રિય છે. અને સેલિબ્રિટિ જો લોકપ્રિય થશે તો તેમની આવકમાં પણ ઉછાળો આવશે. તો ચાલો જાણીએ ભારતિય મનોરંજન જગતના આ સ્ટાર કૉમેડિયન્સ અને તેમની ફી વિષે.

કીકુ શારદા


કીકુ શારદા ધી કપિલ શર્મા શોમાં વિવિધ અંદાજમાં જોવા મળે છે. તેના મોટા કદ તેમજ તેની જોક્સના કારણે તે દર્શકોમાં પ્રિય છે. તે કપિલ શર્માના એક એપિસોડના રૂપિયા 5થી સાત લાખ ચાર્જ કરે છે.

સિદ્ધાર્થ સાગર

સિદ્ધાર્થ સાગર એક સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તે ક્રિષ્ના અભિષેક, સુદેશ લેહરી સાથે કોમેડી સરકસ કે અજૂબેમાં વિનર રહ્યો હતો. તાજેતરમાં જ તેણે સબ ટીવી પર આવતી હોરર કોમેડી સિરિઝ ‘પ્રિતમ પ્યારે ઓર વોહ’માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તે એક દિવસ કૉમેડી કરવાના 12 લાખ રૂપિયા ફી વસૂલે છે.

ભારતી સિંહ

ભારતી ઘણા લાંબા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં છે અને તેણે આ સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આજે તે પોતાના પતિ સાથે જ કલર્સ ટીવી પર એક ફની શો જેનું નામ છે ‘ખતરા ખતરા ખતરા’ હોસ્ટ કરી રહી છે જેને પ્રોડ્યુસ તેનો પતિ કરી રહ્યો છે. આ શો લોકોમાં ઘણો પ્રિય છે બપોરની નવરાશની પળોમાં લોકો આ શોને ખુબ એન્જોય કરે છે.

આ ઉપરાંત આરતી ધ કપિલ શર્મા શોમાં પણ નિયમિત પણે જોવા મળે છે અને પોતાના ચિત્ર-વિચિત્ર અવતારથી લોકોને ખુબ હસાવે છે. મનોરંજન જગતમાં મહિલા કોમેડિયન માટે જગ્યા બનાવવી એક અઘરી વાત છે. પણ ભારતીએ રીતે લોકોને હસાવીને ખુબ જ નક્કર પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. ભારતી માત્ર એક જ દિવસ કોમેડી કરવાના 25 લાખ રૂપિયા વસૂલે છે.

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલો છે તેણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં નાના રોલ ભજવ્યા છે. તેને એક્ટિંગમાં ખુબ રસ છે. તાજેતરમાં જ તેણે સલમાન અભિનિત ભારત ફિલ્મમાં એક મહત્ત્વનું કીરદાર નિભાવ્યું છે. કપિલ શર્મા સાથેના વિવાદમાં તેનું નામ ખુબ ઉછળ્યું હતું પણ હવે બન્ને પોત પોતાન રસ્તે પ્રગતિના પંથે આગળ વધી ગયા છે. સુનિલ ગ્રોવર હાલ એક દિવસ કોમેડી કરવા માટે રૂપિયા 25 લાખ વસૂલે છે.

કૃષ્ણા અભિષેક

કૃષ્ણા કોમેડી જગતમાં પોતાનું સ્થાન બનાવતા પહેલાં ઘણી ફિલ્મોમા અભિનય પણ કરી ચૂક્યો છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોવિંદાના ભાણિયા તરીકે પ્રવેશ્યો હતો પણ સમય જતાં તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ધી કપીલ શર્મા શોમાં તે સપના નામની બ્યૂટી પાર્લરવાળી દીદી બન્યો છે જેને લોકો તરફથી ખુબ જ પ્રેમ મળ્યો છે. આજે તે એક દિવસ કોમેડી કરવાના રૂપિયા 40 લાખ સુધીની ફી વસૂલે છે.

કપિલ શર્મા

કપિલ શર્માએ ધી ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામના સ્ટાર વન પર આવતા કોમેડી રિયાલિટી ટીવી શોને જીતીને પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. જેના માટે તેને રૂપિયા દસ લાખનું ઇનામ પણ મળ્યું હતું. તેણે આવી રીતે કંઈ કેટલાએ કૉમેડી શો જીત્યા છે.

હાલ તે એક અત્યંત સફળ ધી કપિલ શર્મા શો ચલાવી રહ્યો છે. જેને લોકો ખુબ પસંદ કરે છે. આ ઉપરાંત તેણે બે હિન્દી ફિલ્મો પણ કરી છે જેમાંથી એક સફળ રહી હતી તો બીજી ફ્લોપ રહી હતી. તેણે પોતાની કેરિયર દરમિયાન ઘણી ચડતી-પડતી પણ જોઈ છે.

પણ હાલ તેના સિતારા બુલંદી પર છે હાલ તે માત્ર એક જ દિવસ કૉમેડી કરવાના રૂપિયા 80 લાખની અધધ ફી વસૂલે છે. આમ જોવા જઈએ તો તે મહિનાના કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. હાલ તે કેનેડામાં પોતાની પત્ની સાથે બેબીમૂન મનાવી રહ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ